Breaking News

ચાલુ ટ્રેનમાં વડીલ દાદા ચક્કર ખાઈને નીચે ઢળી પડતા આંખના ડોળા ઉપર ચડી ગયા, અને પછી તો થયું એવું કે જોઈને ટ્રેનના ડબ્બામાં ભાગમદોડ મચી ગઈ..!

ટ્રેનની અંદર રોજ હજારોથી લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. જાહેર પરિવહનના સાધનની અંદર ઘણી બધી વાર ખૂબ જ માઠા બનાવો પણ બની જતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશના રીવા પાસેથી વધુ એક ચોંકાવનારી ઘટના બની ચૂકી છે. અહીં 70 વર્ષના રાધાકૃષ્ણ પાંડે નામના વ્યક્તિ ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા..

તેઓએ ટ્રેનનો કોચ શોધીને ત્યાં બેસી ગયા હતા અને ત્યાં બાજુમાં બેઠેલા નારાયણ દાસ નામના વ્યક્તિ સાથે તેઓ વાતચીત પણ કરવા લાગ્યા હતા. વાતચીતની અંદર જ તેઓએ મિત્રતા પણ બનાવી લીધી હતી. પરંતુ અચાનક જ 70 વર્ષના રાધાકૃષ્ણ પાંડે નામના વ્યક્તિ નીચે ચક્કર ખાઈને ઢળી પડ્યા હતા..

અને તેમના આંખના ડોળા પણ ઉપર ચડી ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનના કોચની અંદર સૌ કોઈ લોકો પૂછવા લાગ્યા હતા કે, આ વડીલ દાદાને શું થયું છે એને તેઓ શા માટે નીચે ઢળી પડ્યા છે. તેમનો શ્વાસ પણ ધીમે ધીમે બંધ થતો હોય તેવું લાગતું હતું. તેની પાસે બેઠેલા નારાયણ દાસે તેની છાતી ઉપર દબાણ આપીને તેને રાહત આપવાનું કામકાજ કર્યું હતું..

પરંતુ રાધાકૃષ્ણ પાંડે આંખો ખોલી નહીં અને આંખો મીચી દીધી હતી. ચાલુ ટ્રેનની અંદર આ ઘટના બની ત્યારે ટ્રેનના ડબ્બાની અંદર ભાગદોડ મચી ગઈ હતી. સૌ કોઈ લોકો આ વ્યક્તિને બચાવવા માટે માથામણ કરવા લાગ્યા હતા. આ ડબ્બાની અંદર એક ડોક્ટર પણ હાજર હતા. તેણે પૂરતી કોશિશ કરી પરંતુ તેઓ પણ રાધાકૃષ્ણ પાંડે નામના વ્યક્તિને બચાવી શક્યા નહીં..

આ ડોક્ટરે જણાવ્યું કે, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ચાલુ ટ્રેનની અંદર કોઈપણ સાધન સામગ્રી તેમની હાથ વાગી ન રહેતા તેઓ આ વ્યક્તિને બચાવી શક્યા નથી. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે રાધાકૃષ્ણ ના ફોનમાંથી તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં આવ્યો હતો કે, આ વ્યક્તિનું ટ્રેનની અંદર જ મૃત્યુ થઈ ગયું છે..

ત્યારબાદ તેના પરિવારજનો તાત્કાલિક ધોરણે રેલવે સ્ટેશન પહોંચીયા હતા અને રાધાકૃષ્ણ ભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવાર જોને અંતિમવિધિની પણ કામગીરી શરૂ કરી દીધી હતી. પરિવાર શોકના માહોલમાં છવાઈ ગયો હતો..

કારણકે રાધાકૃષ્ણ ભાઈ સવારે પોતાના ઘરેથી હસતા મોઢે બહાર નીકળ્યા હતા. પરંતુ થતાની સાથે જ તેમના મૃત્યુના સમાચાર સાંભળતા સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. જ્યારે જ્યારે પરિવહનના સાધનોની અંદર આવી હચમચાવી દેતી ઘટના બને છે. ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ચોકી જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *