હાલ જેતપુર ધોરાજી નેશનલ હાઈવે ઉપર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક ખેડૂત મિત્રનું મોત થયું છે. અકસ્માત નેશનલ હાઇવે પર આવેલી પેઢલા ચોકડી પાસે બન્યો છે. આ વિસ્તારમાં વારંવાર ઘણા બધા અકસ્માતોના બનાવ સામે આવતા હોય છે. પરંતુ આ અકસ્માત ખૂબ જ ગંભીર સાબિત થયો છે..
બેડલાગામમાં રહેતા હિતેશભાઈ રવજીભાઈ મકવાણા કે જેમની ઉંમર ૨૮ વર્ષની છે. તેઓ પોતાની ગાડી લઈને રોજની જેમ જ વાડીએ જતા હતા. તેઓ પેઢલા ગામમાં રહીને હાઈવેની બીજી બાજુ આવેલી વાડીમાં ખેતીકામ કરી જીવન ગુજારતા હતા. વાડી અને ગામ વચ્ચે હવે આવી જતું હોવાથી તેઓને રોજ હાઈવે ક્રોસ કરીને જવું પડતું હતું..
એક દિવસ તેઓ ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યા હતા. એ સમય દરમ્યાન ધોરાજી તરફથી આવતું એક પ્લેન પર પૂરઝડપે આવે પછી પસાર થતું હતું. એવામાં હિતેશભાઈની બાઈકને એક ટેન્કરે અડફેટે લઈ લેતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ ટેન્કર એટલું બધું સ્પીડથી આવી રહ્યું હતું કે હિતેશભાઈની બાઇકને અંદાજે ૫૦ ફૂટ સુધી ઘસડી નાખી હતી..
આ સાથે હિતેશભાઈના માથા પરથી ટેન્કરનુ ટાયર પસાર થઈ જતા હિતેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ અકસ્માતનો ગંભીર સિસીટીવી વિડીયો સામે આવતા સૌ કોઈ લોકો હચમચી ગયા છે. કારણકે માત્ર પાંચ સેકન્ડની અંદર જ હિતેશભાઈની બાઈક પાસે ટેન્કર આંબી જાય છે..
અને જોતજોતામાં તો જીવ હિતેશ ભાઈનું મૃત્યુ પણ થઈ જાય છે. અકસ્માતની જાણ હિતેષભાઇના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને હિતેશભાઈને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી દેતા પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ આવ્યા હતા.
આ ટેન્કર ચાલક આટલી બધી ગતિથી ટેન્કર ચલાવી રહ્યો હતો કે તેને કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ હતું. હિતેશભાઈના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કર ચાલક સામે પૂર ઝડપે ટેંકર ચલાવવાનું તેમજ હિતેશ ભાઈનું મોત થવાની ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત થતાની સાથે જ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
હકીકતમાં હાઈવે ઉપર થોડેક આગળ ટોલનાકાનું કામકાજ ચાલી રહ્યું છે. એટલા માટે હાઈવેની એક બાજુ બંધ કરી દેવામાં આવી હતી જેથી ગ્રામજનોને હાઈવેને ક્રોસ કરવાની ફરજ પડી હતી. જેને પગલે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો છે. એટલા માટે ગામના સરપંચે ટોલનાકાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે હાઈવે શરૂ કરવાની માંગ કરી છે.
રાજકોટ: જેતપુર પેઢલા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત, સિમેન્ટ ભરેલી ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ pic.twitter.com/LEa3E3SFCI
— News18Gujarati (@News18Guj) April 4, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]