નાનકડી બાબતોને લઈને માઠું લાગી આવતા ઘણાખરા લોકો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. અને કાયમની મગજમારી માંથી મુક્તિ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબત બિલકુલ ખોટી છે. જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય. તો તેની જાણ કોઈ નજીકના મિત્ર કે પરિવારના સભ્યોને કરવી જોઈએ..
જેથી કરીને તે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો નિવેડો આવે. પરંતુ મનમાં સતત આ બાબતો વિચાર્યા રાખીને આપઘાત કરી લેવાથી કશું થતું નથી. હાલ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં એક યુવકે પોતાની વાડીએ જઈને ગળાફાંસો ખાઇ લીધો છે. અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે..
આ મામલો એટલો બધો આગળ વધી ગયો છે કે ઘટના સ્થળે માયાભાઇ આહિરના લોક સાહિત્યકાર દોડી આવ્યા હતા અને તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. ખાંભા પંથકમાં કિરીટભાઈ મોભે નામના વ્યક્તિ રહે છે. તેઓ ખાંભા વિસ્તારમાં આંગડિયા પેઢી તરીકેનું કામકાજ કરે છે..
તેમજ ખેતી સહિતના ધંધા સાથે પણ સંકળાયેલા વ્યક્તિ છે. તેઓનું માન-સન્માન ખુબ જ વધારે હતું. તેમજ રાજકીય વ્યક્તિ સાથે પણ ખુબ મોટી ઓળખાણ ધરાવતા હતા. આવા આશાસ્પદ વ્યક્તિએ એક આપઘાત કરી લેતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જ્યારે રાજકીય વ્યક્તિઓની સાથે-સાથે સાહિત્ય કલાકાર પણ તેમના અંતિમ યાત્રામાં જોડાયા છે..
ધારાસભ્ય અમરીશ ડેર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેઓએ કિરીટભાઈ મોભીના મૃત્યુ પાછળ શોક વ્યક્ત કર્યો છે. આપઘાત કયા કારણોસર કર્યો હોય તેની કોઈ ભાળ મળી ન હતી. પરંતુ ખાંભા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તેઓએ તપાસ શરૂ કરી હતી..
જેમાં તેઓને પ્રાથમિક માહિતી મળી શકે અને તેમની પત્ની સાથે કોઈ બાબતને લઈને મનદુઃખ હતું. જેના કારણે તેઓ વચ્ચે ઝઘડાઓ પણ ચાલતા હતા. આ કારણને લઈને કિરીટભાઈએ આત્મહત્યા કર્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ યુવકે ગળાફાંસો ખાઇ લીધો છે.
એના લીધે તેમનું મૃત્યુ થયું છે. તેમ છતાં પણ પોલીસ તેમના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચલાવી રહી છે. હકીકતમાં આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. કારણ કે પોતાની પત્ની સાથે રહેલા મન દુકાને માઠું લાગી જવાને કારણે આપઘાત કરી લેવો એ માન્યામાં આવે એ બાબત નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]