Breaking News

વડાપ્રધાન મોદીજીની માતા હીરાબા નું 100 વર્ષની ઉંમરે નિધન, મોદીજીએ અર્થીને કાંધ દઈ અશ્રુભીની આંખે આપી વિદાય.. ઓમ શાંતિ..

હાલમાં એવા એક સમાચાર સામે આવ્યા છે જે જાણીને દરેક લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા છે. આપણા દેશના મહાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાનું 100 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નરેન્દ્ર મોદી વહેલી સવારે દિલ્હીથી તેઓ પોતાના ભાઈના ઘરે પહોંચ્યા અને હીરાબાને મોડી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

જેના કારણે હીરાબાને મોદીના ભાઈ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ હીરાબાની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની માતાને હોસ્પિટલ લઈ ગયાના સમાચાર મળ્યા ત્યારથી તેઓ સતત ડોક્ટરોના સંપર્કમાં હતા. તેમની માતાની તબિયતના એક-એક સમાચાર તેઓ મેળવતા હતા.

હીરાબાને 6 એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ મોદીએ દિલ્હીથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને મોદીએ માતાના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી મોદી રોકાયા હતા. ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા હતા. માતાને મળવા સોમાભાઈ મોદી યુએન મહેતા હોસ્પિટલ આવ્યા હતા. હીરાબાના સમાચાર પૂછ્યા હતા. ત્યારબાદ થોડો સમય રોકાયા બાદ તેઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવારમાં ફરી નરેન્દ્ર મોદીને સમાચાર મળ્યા હતા કે તેમના માતાનું અવસાન થઈ ગયું છે.

જેના કારણે તેઓ ફરી મોદી તેમના ભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગર રાયસણમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમની માતાના હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે હીરાબાને લઈ જવામાં આવ્યા હતા. મોદીએ પોતાની માતાની અર્થીને કાંધ આપી હતી. ત્યારબાદ મોદીની માતા હીરાબાની અંતિમયાત્રા શરૂ થઈ હતી.

ગાંધીનગરના સેક્ટર 30 માં આવેલી સ્મશાન ભૂમિમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોદીએ પોતાની માતાના અવસાન બાદ પણ તેમના કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમને રદ કર્યા નહીં. તેઓ પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. માથાના અંતિમ સંસ્કાર બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતા.

જ્યાં તેમણે રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં રીતે બીજી મીટીંગોમાં ભેગા થશે અને પોતાના પ્રોજેક્ટને શરૂ કરશે. મોદીએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ દેશ માટે તેમણે એક પણ કામ છોડ્યા નહીં તેઓ રોજિંદા જીવનની જેમ પોતાના કામ તરત જ શરૂ કરશે. મોદીને તેમની માતા હીરાબા જીવનના પહેલા મિત્રો અને શિક્ષક હતા.

તેઓ પોતાની માતા પાસેથી ઘણી બધી પ્રેરણાદાયી વાતો શીખતા હતા. અને હંમેશા હીરાબા સદાચારી જીવન જીવતા હતા. ગમે ત્યારે મોદી તેમના માતાને મળવા આવે ત્યારે હંમેશા માતા સાથે ખૂબ જ વાતો કરતા હતા. જે યાદ કરીને તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા. મોદીની માતૃશ્રી હીરાબાઈ મોદીને છેલ્લી શિખામણએ આપી હતી કે, ‘કામ કરો બુદ્ધિથી, જીવન જીવવું શુદ્ધિથી’ આ અંતિમ સંદેશ હીરાબાએ આપ્યો હતો. દેશના તમામ લોકો હીરાબાના અવસાનના સમાચાર જાણીને ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *