Breaking News

વેક્સીનનો સર્વે કરવાના બહાને ઘરે આવેલો યુવકે ઘરમાં વડીલ દાદા-દાદીને એકલા જોઈને કર્યું એવું કામ કે જાણીને દરેક લોકોએ ચેતી જવું જોઈએ…!

મહિલાઓ રોજ ઘરકામ કરે અને તેમના પતિ તેમજ ઘરના અન્ય પુરુષો પણ નોકરી ધંધે જતા હોય ત્યારે મહિલાઓને ઘરે એકલા રહીને ખૂબ જ મોટી સાવચેતીઓ રાખવી પડે છે કારણ કે અત્યારે આધુનિક યુગમાં કેટલાક ભણેલ ગણેલ લોકો ઘરમાં ઘૂસીને છેતરપિંડીઓ કરવા લાગ્યા છે. આવા લોકોને બરાબર મેથીપાક ચખાડવા માટે શહેરનો પોલીસ તંત્ર ખૂબ જ સતર્ક છે..

અને તેઓ દરેક નાગરિકોને પણ શંકાસ્પદ વ્યક્તિઓથી દૂર રહેવા માટે અપીલ કરે છે, અને ડગલેને પગલે જાગૃત રહી ચેતવા જણાવે છે, અત્યારે રાજસ્થાનના કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલા તલવંડી એરિયામાં ખૂબ જ ચોંકાવનારો બનાવ બન્યો છે, જે જાણીને સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ..

આ વિસ્તારમાં મહેશ શર્મા તેમની પત્ની સાથે રહે છે. આ વડીલ દાદા અને દાદી બંને ઘરમાં એકલા જ રહે છે. એક દિવસ તેમના ઘરે એક યુવક આવીને બેલ માર્યો હતો, દરવાજો ખોલતાની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓ કોરોનાના વેક્સિનનો સર્વે કરવા માટે આવ્યા છે. કે કેટલા લોકોની વેક્સિન મૂકવામાં આવી છે અને કેટલા લોકોને હજુ પણ વેકેશન મૂકવાની બાકી છે..

આ સર્વેનું કહીને તેઓએ ઘરમાં ઘૂસવાની પ્રયત્ન કર્યો હતો, મહેશ શર્માએ માનવતા ખાતર આ વ્યક્તિને પોતાના ઘરમા આવવા દીધો અને ત્યારબાદ તેને જરૂરી માહિતી આપી રહ્યા હતા. એવા માટે તેણે પોતાની પાસે રહેલી એર ગ.ન કાઢી હતી. અને આ વડીલ દાદા દાદીને એરગ.ન દેખાડીને ધમકી આપવા લાગ્યો હતો..

હકીકતમાં આ કોઈ સર્વેનો અધિકારી નહીં પરંતુ એક ઠગીયો હતો, જે સર્વેના કાગળિયા હાથમાં લઈને લોકોના ઘરમાં ઘૂસી છેતરપિંડી અને લૂંટફાટ જેવી ચીજ વસ્તુઓને કરવા લાગતો હતો. ત્યારે મહેશ શર્મા અને તેમની વડીલ પત્નીને જાણકારી મળી કે, આ યુવક એક ચોર લૂંટારો છે અને તેમના ઘરમાં ઘૂસી આવ્યો છે..

અને તેને એરગ.ન પણ દેખાડી છે. ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા. પરંતુ મહેશ શર્મા હિંમત ધાર્યા નહીં અને આ બદમાશના હાથમાંથી એરગ.નને છીનવી લીધી હતી ત્યારે યુવકને લાગ્યું કે આ વડીલ દાદા દાદી તેને પકડીને પોલીસ ના હવાલે કરી દેશે એટલા માટે તે તેમના ઘરેથી તાબડતોબ ભાગવા લાગ્યો હતો..

તેના હાથમાં રહેલું રજીસ્ટર પણ મહેશ શર્માના ઘરે જ પડ્યું રહ્યું અને પોતે દોટ મૂકીને ભાગવા લાગ્યો અને ઘડીકમાં તો તે રફુચક્કર પણ થઈ ગયો હતો. મહેશ શર્માએ જાગૃત નાગરિક હોવાને કારણે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થયા જ્યાં સીસીટીવી કેમેરા ની મદદથી આ યુવક કોણ છે..?

તેમજ તે અન્ય કોઈ જગ્યાએ જઈને આ પ્રકારની ચોરી ની ઘટનાઓ ન ઘટે એટલા માટે સાવચેત કરવા માટે પહોંચી ગયા હતા, પોલીસે હાલ સીસીટીવીની ફૂટેજ વાયરલ કરી છે. અને સૌ કોઈ લોકોને આવા લોકોથી ચેતીને રહેવા માટે જણાવ્યું છે, પોલીસની જુદી જુદી ટીમ આ વ્યક્તિને પકડવા માટે લાગી ગઈ છે. તેને પકડીને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લેવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *