Breaking News

ઉત્તરાયણ આવે એ પહેલા જ ચાઈના દોરી મોત લેવા ઉતરી પડી, પતંગ ચગવનારે દોરી ખેંચતા યુવકે ગળું બચાવવા જતા હાથ ચિરાઈ ગયો અને પછી તો…..

હાલમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે, ઉતરાયણનો તહેવાર જુવાનિયાઓ અને બાળકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી માણે છે પરંતુ ક્યારે આ આનંદ દુઃખમાં ફેરવાઈ જાય તે પણ કહી શકાતું નથી. પતંગના દોરાને કારણે ઘણા બધા વ્યક્તિઓના શરીર કપાય છે. વાહનો ચલાવતા સમયે જો પતંગની દોરી વચ્ચે પડે તો ઘણા બધા લોકો સાથે અકસ્માતો સર્જાય છે.

અને પક્ષીઓ નિર્દોષ રીતે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એ કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. હજુ તો ઉતરાયણનો તહેવાર ચાલુ થયો નથી કે અકસ્માતો બનવાનું ચાલુ થઈ ગયું છે. આ અકસ્માત ઇન્દોરમાં આવેલા 60 ફૂટ રોડ પર બન્યો હતો. રોડ પર સોમાણીનગરમાં રહેતા પરિવારનો યુવક પસાર થઈ રહ્યો હતો.

તે પોતાની બાઇક લઈને એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. આ યુવકનું નામ દર્શિલ જૈન છે. દર્શિલની ઉંમર 23 વર્ષની છે. દર્શિલ CA બની ગયેલો હતો. દર્શિલે કોઈ કામ હોવાને કારણે જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં અચાનક જ તેના ગળા પાસે પતંગની દોરી આવી ગઈ અને આ પતંગની દોરી સાથે પતંગ પણ હતો પરંતુ પતંગ બીજે ફસાયો હતો.

અને દોરી પતંગ ચલાવનાર ખેંચી રહ્યો હતો. અચાનક દોરી આવી જતા ગળામાં પતંગની દોરી લટકી ગઈ હતી અને દર્શિલ પોતાના ગળાને બચાવવા જતા તેણે પોતાનો હાથ ગળા પાસે આડો રાખ્યો હતો અને તે સમયે પતંગ ઉડાવનારે ખૂબ જ ઝટકાથી પતંગની દોરીને ખેંચી હતી જેના કારણે તેનો હાથ પતંગની દોરીમાં કપાઈ ગયો હતો.

હાથ કપાઈ જતા ખૂબ જ બે ધાર લોહી વહી રહ્યું હતું. જેના કારણે દર્શિલના કપડા લોહી લુહાણ થઈ ગયા હતા. દર્શિલ સાથે આ ઘટના બનતા આસપાસ વાહનો ચલાવી રહેલા મુસાફરો પોતાના વાહનો ઉભા રાખીને દર્શિલને બચાવવા તરફ દોડી રહ્યા હતા અને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. દર્શિલનો હાથ ખૂબ જ ખરાબ રીતે કપાઈ ગયો હતો.

દરેક લોકોએ જોયું તો પતંગની આ દોરી બીજી કોઈ દોરી નહીં પરંતુ ચાઈનાની દોરી હતી. સરકારે ચાઇના દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકો ચાઈના દોરીનો ઉપયોગ કરીને પોતાના માટે પતંગ ઉડાવી રહ્યા છે પરંતુ બીજા લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. દર્શિલે પોતાને બચાવવા માટે હાથ આડો કર્યો ત્યારે દર્શિલને હાથ કપાઈ ગયો હતો.

ત્યારબાદ તરત જ આસપાસના લોકો દર્શનની હોસ્પિટલમાં લઈ ગયા અને દર્શિલની સારવાર કરવામાં આવી હતી. દર્શિલને હાથમાં 16 ટાકા આવ્યા ત્યારબાદ દર્શિલના સગા સંબંધીઓ અને પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પરિવારના લોકો દર્શિલ પાસે હોસ્પિટલ પહોંચ્યા હતા.

સગા સંબંધીઓ અને રહેવાસી આસપાસના લોકોએ ખૂબ જ ગુસ્સો કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં કાર્યવાહીની માંગ કરવા માટે પરિવારના લોકો ગયા હતા. દર વર્ષે ઉત્તરાયણ અને તેની પહેલાના મહિનામાં પતંગના દોરાને કારણે બનતા અકસ્માતોના કેસ ખૂબ જ જોવા મળે છે અને આ પતંગના માંઝાથી ઘણા બધા પક્ષીઓ પણ ઘાયલ થાય છે. ઉત્તરાયણમાં વધારે આવા અકસ્માતો બનતા હોવાને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *