Breaking News

પત્ની અને દીકરીની હત્યા કરીને વિધર્મી યુવકે લાશને ઘરના ઓરડામાં ખાડો ખોદી મીઠું ભભરાવીને દાટી દીધી, 115 દિવસ બાદ આવી રીતે ખુલી ગઈ પોલ..!

આજકાલ વિધર્મી યુવકો પોતાની પ્રેમજાળમાં અન્ય કેટલીક યુવતીઓને ફસાવી નાખતા હોય છે. અને ત્યારબાદ તેઓ સાથે ન કરવાના કામો કરી બેસે છે. જેના પગલે અંતે તેઓને જેલના સળિયા પાછળ જવાનો વારો આવતો હોય છે. હાલ સામાન્ય માણસને સાંભળતાની સાથે જ હચમચાવી દે તેવો એક બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યો છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ભૂડબરાલ ગામ આવેલું છે. આ ગામમાં પ્રિયા નામની મહિલા રહેતી હતી. આ મહિલાને શમશાદ નામનો વિધર્મી યુવક પોતે અમિત બનીને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયો હતો. મહિલાને આ બાબતની કોઈ પણ જાણ હતી નહીં. એટલા માટે બંનેના લગ્ન પણ થયા હતા..

અને તેઓને લગ્ન સંબંધ દરમિયાન એક દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું નામ કશિશ હતું. પ્રિયાના લગ્ન છેલ્લા પાંચ વર્ષથી થઈ ગયા હતા. તે છેલ્લા થોડા દિવસોથી આવાસમાં રહેતી હતી. પરંતુ તેણે મોદી નગર વિસ્તારમાં એક પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટની બાબતોને લઈને અવારનવાર તેના પતિ સાથે ઝઘડા થતા હતા.

પ્રિયાનો પતિ શમશાદ પણ નાની-નાની વાતોને લઈને પ્રિયા ઉપર ઉગ્ર બની જતો હતો. અને નતનવીન વિવાદો ઊભા કરી લેતો હતો. એક દિવસ પ્લોટના પૈસા ચૂકવવાને બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. અને બંનેએ આવેશમાં આવીને એકબીજા પર વાર કરવાના શરૂ કરી દીધા હતા..

બંને વચ્ચે થયેલી મારામારીમાં પ્રિયા નામની મહિલાનો નખ તેના પતિ અને વાગી ગયો હતો. એટલા માટે શમશાદ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. પરંતુ જોત જોતામાં તો મહિલા રસોડામાંથી ચાકુ લઈ આવી હતી અનેશમશાદ ઉપર મારવાની કોશિશ કરી હતી. પરંતુ શમશાદે પોતાના હાથથી પ્રિયાનું ગળું દબાવી દીધું હતું..

અને ઘટના સ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલું જ નહીં પરંતુ શમશાદએ બીજા બેડ રૂમમાં સૂતેલી પોતાની બાળકી પણ કરપીણ હત્યા કરી નાખી હતી. એક જ રાતમાં મા અને દીકરી બંનેને પતાવીને તેણે પોતાના ઘરના ડ્રોઇંગ રૂમની અંદર અંદાજે ૮ ફૂટ જેટલો ઊંડો ખાડો કર્યો હતો..

આ ખાડાની અંદર તેણે માતા અને દીકરી બંનેની લાશને બાજુ બાજુમાં રાખી તેના ઉપર અંદાજે 20 કિલો જેટલું મીઠું ભભરાવી લીધું હતું. જેથી કરીને લાશ થોડા દિવસની અંદર જ સડી જાય. બંનેની લાશને દફનાવી દીધા બાદ તેણે આ ખાડાને પુરીને ઘરની અંદર લાદી અને પ્લાસ્ટર બંને કરી નાખ્યું હતું..

જેથી કરીને કોઈ વ્યક્તિને શક પણ ન પડે. પરંતુ અચાનક માં ને દીકરી બંનેની ગાયબ થવાના રિપોર્ટ પરતારપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ની સાથે જ પોલીસ ઇન્સ્પેકટરને મહિલાના પતિ ઉપર શક ગયો હતો. એક દિવસ ઘરની તલાસી લેતાની સાથે જ આ સમગ્ર ખુલી ગઈ હતી તેઓએ ડ્રોઇંગરૂમમાં ખાડો ખોદીને જોયું તો અંદાજે 115 દિવસ પછી પ્રિયા અને કશીશના હાડપિંજર મળી આવ્યા હતા.

આ બનાવ સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં મુકાઈ ગયા હતા કે નાની અમથી બાબતને લઈને કોઈ પતિ પોતાની જ પત્ની અને પોતાની દીકરીની હત્યા કેવી રીતે કરી શકે..? હાલ આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *