ઉતરાયણનો તહેવાર હજી તો આવ્યો નથી ત્યાં ઘણા બધા ગંભીર કિસ્સાઓ લોકો સાથે બનતા સામે આવી રહ્યા છે. ઉતરાયણના એક મહિના પહેલા લોકો પતંગ ઉડાડવાની શરૂઆત કરી દે છે. જેના કારણે રસ્તા પર અવરજવર કરતા મુસાફરોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. અવારનવાર બનતા અકસ્માતો ખૂબ જ સામે આવી રહ્યા છે.
હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સીકર શહેરમાં રહેતા વેપારી સાથે બન્યો છે. વેપારીનું નામ દેવેન્દ્રકુમાર અગ્રવાલ છે. તેમની ઉંમર 44 વર્ષની છે. દેવેન્દ્ર કુમારને સિક્કર શહેરની પતાસા ગલીમાં સંજીવની ટ્રેડિંગ કંપની નામની દુકાન છે. તેઓ દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહે છે. તેઓ પોતાની દુકાને દરરોજ જતા હતા અને દરરોજની જેમ રવિવારે પણ તેઓ પોતાની દુકાને ગયા હતા. ત્યારબાદ સાંજ થતા પોતાની દુકાનેથી ઘરે દુકાન બંધ કરીને આવી રહ્યા હતા. તે સમયે દેવેન્દ્રકુમાર પોતાની બાઈક લઈને કલ્યાણજીના મંદિરની સામે પહોંચ્યા હતા.
ત્યારે અચાનક જ રસ્તામાં તેના મોઢા પાસેથી પતંગની દોરી પસાર થઈ હતી. પતંગ કપાયો હોવાને કારણે દોરી નીચે આવી અને બાઈક લઈને જઈ રહેલા દેવેન્દ્રકુમારના ગળા ફરતી વીટવાઈ ગઈ હતી. દોરી ખૂબ જ ઝડપથી પસાર થઈ હતી. જેના કારણે દેવેન્દ્ર કુમારે પહેરેલો શર્ટનો કોલર પણ દોરીથી કપાઈ ગયો હતો.
અને તેમણે પોતાના ગળાને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પરંતુ ગળાને અડ્ડીને દોરો પસાર થયો હતો અને તેમણે જોયું તો આ કોઈ સામાન્ય પતંગનો દોરો નહીં પરંતુ ચાઈના દોરી હતી. ગળું કપાઈ જતા ત્યાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. દેવેન્દ્ર કુમારે તેમની બાઈક રસ્તા પર જ રોકી દીધી હતી.
અને આસપાસના લોકોએ પણ જોયું તો દેવેન્દ્ર કુમારના ગળેથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જેના કારણે તરત જ આસપાસના સ્થાનિક લોકો વેપારીને સીકરની એસ કે હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં લઈ જતા તેમની સારવાર કરાઈ હતી. તે સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર કુમારની ગળાની 2 નસોને ખૂબ જ નુકસાન થયું છે.
તેમનું ગળું ચિરાગ જવાને કારણે ગળે 7 ટાકા આવ્યા હતા. દેવેન્દ્ર કુમાર સાથે આવો જીવલેણ અકસ્માત સર્જાય જતા વેપારીએ પોતાના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દેવેન્દ્રની આ હાલત જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા. સરકારે ચાઇના દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકો ચાઇના દોરીનો ઉપયોગ કરીને પતંગ ઉડાવી રહ્યા છે.
અને પોતાની મોજ શોખને કારણે બીજાના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર એક દિવસમાં ઘણા કિસ્સાઓ જોવા મળે છે. ચાઇના દોરીને કારણે માણસોની સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓને પણ ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે અને પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. અવારનવાર પોલીસ ચાઇના દોરી બનાવતા લોકોની દુકાનમાં દોરડા પાડી રહી છે.
શહેરમાં ત્રણ જગ્યાએથી ચાઇના દોરી વેચનાર લોકોને પકડવામાં આવ્યા હતા. લોકો કરિયાણાની દુકાનની આડમાં ચાઈના દોરીને વેચી રહ્યા છે. આવા અનેક જગ્યાએથી પોલીસ દરોડા પાડીને ઉતરાયણ પહેલા લોકોને અટકાવી રહી છે. છતાં પણ આવા કિસ્સાઓ બનતા જોવા મળે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]