Breaking News

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નર્મદા ડેમ ભયજનક સપાટીએ, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ, જાણો હાલની સપાટી..!

છેલ્લા બે મહિનાથી મેઘરાજા રાજ્યના કેટલાય વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે. તેના કારણે કેટલીક જગ્યાએ ખુશીનો માહોલ છે. તો કેટલીક જગ્યાએ અત્યંત તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. કેટલાક લોકો માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. તો અનેક જગ્યા પર લિમિટ કરતાં વધારે પ્રમાણમાં એક જ સાથે વરસાદ તૂટી પડતા જ મુશ્કેલીનું આભ પણ ફાટી નીકળ્યું છે.

જ્યારે આટલો વરસાદ રાજ્યમાં એક સાથે ખાબકતો હોય ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા નાના નાના ડેમો ચેકડેમો, નદી, નહેરો પણ ઓવરફલો થતાની ઘટના સામે આવતી જ રહેતી હોય છે. આ ઉપરાંત કેટલાક સ્થળો પર આવેલા રમણીય દ્રશ્યોસોળે એ કળાએ ખીલી આવે છે..

આ ઉપરાંત હાલમાં જળાશયોની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો સરદાર સરોવર તમામ જળાશયો વચ્ચે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે. ડેમના પાણીને આધારે દરવાજા ખોલવામાં આવે છે. ત્યારે સમગ્ર માહોલ ખૂબ જ રમણીય પણ બની જતો હોય છે પરંતુ લોકોને જાણવા માટે ખૂબ જ ઇચ્છાઓ રહેતી હોય છે કે પાણી કેટલા મીટર સુધી પહોંચ્યું સપાટી ક્યાં પહોંચી..?

હવે ઓવરફલો થવામાં કેટલા મીટર બાકી આ તમામ માહિતી જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક રહેતા હોય છે. હાલના વરસાદની વાત કરવામાં આવે તો સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યા હોવાને કારણે ઇન્દિરા સાગર ડેમમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં ધીમે ધીમે થોડાક જ સમયમાં એક લાખ 4 હજાર કયુસેક પાણીની આવક થઈ ચૂકી છે..

જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર સુધી પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી વિશે વાત કરવામાં આવે તો મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે માત્ર ત્રણ મીટર જ દૂર છે. જેના પગલે નર્મદા ડેમમાં 23 દરવાજાઓ એક સાથે ખોલવામાં આવ્યા છે..

અને એક લાખ જેટલું પાણી નદીમાં છોડી મૂકવામાં આવ્યું છે. એક જ સાથે 23 દરવાજાને 1 લાખ જેટલું પાણી છોડતા જ નદીઓમાં અદભુત અને આહલાદક દ્રશ્ય ઊભા થયા છે. જેને જોવા માટે અને નિહાળવા માટે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. નર્મદા ડેમમાંથી એક લાખ 4 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે..

જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને 30,000 ક્યુસેક પાણી નદીઓમાં વહેતું કરવામાં આવ્યું છે. એટલે કે છોડી દેવામાં આવ્યું છે. પ્રવાસમાં પાણી આવતા નર્મદા નિગમ સવારે જ 11:00 વાગે 15 દરવાજા ખોલી 50 કયુસેક પાણી છોડ્યું હતું. બપોરે બે કલાકે 23 દરવાજા ખોલીને એક લાખ ક્યુસેક જેટલું પાણી નદીઓમાં છોડવામાં આવ્યું છે..

આ ઉપરાંત નર્મદા ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે અને 49,000 જેટલું પાણી બેન્ડ પાવર હાઉસમાં ડિસ્ચાર્જ થઈ નર્મદા નદીમાં એક લાખ 30 હજારથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા મૈયા બે કાંઠે વહેવા લાગી હતી. સેહલાણીઓ અને પ્રવાસીઓની પણ ખૂબ જ મોટી ભીડ પણ જોવા મળી હતી. લોકો આ રમણીય માહોલ ને માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *