ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દરેક શાકભાજીમાં ખૂબ મોટો વધારો થયો છે. રાંધણગેસની સાથે-સાથે સીએનજી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થતાં દૂધમાં વધારો નોંધાયો છે. વાત કરીએ લીંબુના ભાવની તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુ નો વપરાશ વધવા લાગે છે..
જેના કારણે આ વર્ષની સિઝનમાં લીંબુના ભાવ આસમાને ઊંચાઈએ પહોંચી ગયા છે. લીંબુના ભાવ 300 રૂપિયા પહોંચી જતા ઠંડા પીણાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. રોજ માર્કેટિંગ યાર્ડમાં અઢીસોથી ત્રણસો બોરી લીંબુની આવક થતી હોય છે..
પરંતુ આ વર્ષે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. એટલે રોજની માત્ર ૫૦ થી ૬૦ બોરી જ લીંબુ માર્કેટ યાર્ડમાં આવે છે. આ સાથે સાથે લીંબુની ડિમાન્ડ વધારે હોવાથી માંગને સંતોષવા માટે લીંબુ અને દક્ષિણ ભારતમાંથી લાવવામા આવે છે. લીંબુના ભાવ વધવાની સાથે સાથે લીંબુ સોડાના ભાવમાં પણ ખૂબ મોટો વધારો થયો છે..
હાલ લીંબુ સોડાના ભાવ 20 રૂપિયાએ પહોંચી ગયા છે. દરેક શહેરોના શાકમાર્કેટમાં છૂટક લીંબુનો ભાવ ૬૦ થી ૭૦ રૂપિયા કિલો હતો પરંતુ રોજ થતાં વધારાને કારણે આજે લીંબુ નો ભાવ 250 થી લઈને 280 રૂપિયા સુધીના કિલો બોલાયા છે. ઉનાળામાં લીંબુ શરબત માટે લીંબુ ની જરૂરિયાત હોય છે..
પરંતુ લીંબુના ભાવ વધવાને કારણે લોકોને આ વર્ષનો ઉનાળો લીંબુ સરબત વગર કાઢવો પડશે તેવું લાગી રહ્યું છે. આ ભાવ વધારો થતાની સાથે જ ગૃહિણીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાવ વધારાની ખટાશને કારણે ગૃહિણીઓ લાલઘુમ થઇ છે. કારણ કે તેઓને ઘર ચલાવવા માટે આપેલા પૈસામાં પહેલા જેટલી વસ્તુઓ આવતી નથી..
રોજ તથા ભાવ વધારાને કારણે દિવસે ને દિવસે કરકસર કરવી પડે છે. તો બીજી બાજુ ખેડૂતોને લીંબુના ભાવ વધવાની સાથે જ આવકની માત્રામાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષથી લીંબુના ભાવ સાવ તળીયે બેસી ગયા હતા. પરંતુ પાંચ વર્ષ બાદ પણ લીંબુના ભાવ ઊંચકાયા છે. જે ખેડૂતોએ લીંબુનો પાક લીધેલો હશે તેને તમામ પાક સોનાની લગડી સમાન બની ગયા છે.
જૂનાગઢ જિલ્લાના એક ખેડૂતે પોતાના ખેતરમાં 1500 લીંબુના ઝાડ રોપ્યા હતા. આજે એક ઝાડ પાંચ વર્ષના થઇ ગયા છે. અને દર પંદર દિવસે લીંબુના ઝાડ માંથી ઉતારો આવે છે. છેલ્લા પાંચ વર્ષની અંદર સૌથી વધારે ભાવ આ વર્ષે નોંધાયા છે. એટલા માટે આ ખેડૂતને ખૂબ સારી આવક થઈ રહેશે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક વ્યક્તિને પોતાના શરીરમાં મજબૂતી જળવાઈ રહે એટલા માટે લોકો લીંબુ શરબતનો સહારો લેતા હોય છે. પરંતુ આ વર્ષે લીંબુના ભાવ ખૂબ જ વધી ગયા છે. એટલા માટે લોકો લીંબુ શરબતના બદલે સાદું પાણી પીવા પર મજબૂર બન્યા છે. હાલ ગુજરાતમાં લીંબુની આવક ઓછી થવાથી મોટા ભાગનાં લીંબુને મહારાષ્ટ્ર, ગુજરાત અને વિજાપુરથી ગુજરાતમાં લાવવામાં આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]