Breaking News

ઉઘરસ-કફની આ સીરપ નાના બાળકોને પિવડાવતા જ 66 બાળકોના મોતનો મામલો આવ્યો સામે, નાના બાળકોના માં-બાપ ખાસ વાંચે..!

નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હોય છે. આ સાથે સાથે નાના બાળકોના ડોક્ટરને પણ બાળકોની ખૂબ જ ચિંતા રહેલી હોય છે. કારણ કે નાની ઉંમરમાં બાળક બોલી શકતું નથી. અને તેને શું દુખાવો થતો હોય અથવા તો તેની સાથે કઈ બીમારીઓ જોડાયેલી છે..

તે બોલી ન શકવાને કારણે તેની બીમારીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. આવી પરિસ્થિતિમાં દરેક માતા પિતાને ખૂબ જ ટેન્શન રહેતું હોય છે કે, તેમનો બાળક જલ્દી જ સ્વસ્થ થઈ જાય તો સારું પણ અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ એક એવું કારણ બહાર પાડ્યું છે કે, જેને જાણીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે..

છેલ્લા કેટલાક દિવસથી ગામીબીયા દેશમાં નાના બાળકો કે જેમને કફ અને શરદી ઉધરસનો પ્રોબ્લેમ રહેતો હોય તેવા કુલ 66 જેટલા બાળકોના મૃત્યુ થઈ ગયા છે. આ કેસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણકારી મળી છે કે, આ તમામ બાળકોએ કફ સીરપ પીધી છે. જેના કારણે તેમના મૃત્યુ થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..

અને આ કફ સીરપ બનાવનાર કંપની હરિયાણાના સોની પત્ની મેડમ ફાર્માસ્યુટિકલ હોવાનું સામે આવ્યું છે. એટલા માટે આ કંપનીમાં તપાસ ચલાવવા માટે જરૂરી આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણી ઘણી તપાસ તો પૂર્ણ પણ થઈ ચૂકી છે. જુદા જુદા સંગઠનો ની ટીમ આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ માટે આવી પહોંચી હતી..

જેમાં જાણકારી મળી છે કે આ દવા બનાવતી કંપનીના અનેક ખાતાઓમાં ખૂબ જ ખામી દેખાય છે. આ સાથે સાથે દવાઓમાં આપવામાં આવેલો બેચ નંબરમાં પણ ગરબડી કરવામાં આવી છે. આ ઉપરાંત દવાઓના ઉત્પાદકનું નામ, ઉત્પાદનની તારીખ તેમજ ગુણવત્તાની વિગતો પણ સરખી મળી નથી.

આ સાથે સાથે તેઓ જે કફ સીરપ બનાવે છે. તેમાં ડાઈથીલીન ગ્લાયકોલ, ઈથીલીન ગ્લાયકોલ તેમજ પ્રોપલીન ગ્લાયકોલની ગુણવત્તાનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી. જો ઈથીલીન ગ્લાયકોલ દૂષિત પ્રમાણમાં આ કફ સીરપની અંદર મેળવવામાં આવ્યો હોય તો કફ સીરપ પીનાર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે..

અને હાલ ગામીયા દેશમાં કુલ 66 કરતા વધારે નાના બાળકો કફ સીરપ પીવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. ડાઈથીલીન ગ્લાયકોલ જો ભેળસુળ યુક્ત હોય તો તેની અસર પેટમાં દુખાવો ઉલટી જાડા તેમજ પેશાબ કરવામાં મુશ્કેલી અને માથાના દુખાવા સહિતની ચીજ વસ્તુઓ થઈ શકે છે..

આ સાથે-સાથે કિડનીમાં ચેપ લાગે છે અને આ કફ સીરપ પીનારા વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે. અત્યારે મેડેન ફાર્માસ્યુટિકલ કંપનીમાં જુદી જુદી તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમાં જણાવ્યું છે કે, કપની એક્સપાયરી ડેટમાં પણ ભૂલ કરવામાં આવી છે. આ તમામ કારણોને લઈને કંપનીને નોટિસ આપવામાં આવી છે..

અને થોડા જ દિવસોમાં તેના ઇન પ્રોસેસ ટેસ્ટિંગ રિપોર્ટને પણ સબમિટ કરવાનું જણાવ્યું હતું. જેમાં પણ આ કંપની નિષ્ફળ રહી છે. અત્યારે જુદી જુદી અપાયેલી નોટિસોની સાત દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. અને જુદા જુદા એક હેઠળ નોટીસો આપી છે. વધારે પડતી ખામી મળવાને કારણે આ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.

જો નાના બાળકોને આ ચાર કપ સીરપો આપવામાં આવતી હોય તો દરેક માતા પિતાએ ચેતી જવું જોઈએ. આ ચાર કપ સીરપોના નામ માંથી પહેલી કફ સીરપનું નામ પ્રોમોથાજીન ઓરલ સોલ્યુશન તેમજ બીજી સીરપનું નામ મેકોફ બેબી કફ સીરપ, ત્રીજી કફ સીરપનું નામ કોફ્ક્સમલીન બેબી કફ સીરપ તેમજ ચોથી મેગ્રીપ એન્કોલ્ડ સીરપ હોવાનું સામે આવ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *