Breaking News

ઉધારીમાં ચા પીતી મહિલા પાસે લારીવાળાએ પૈસા માંગતા જ મહિલાએ તેવર દેખાડવાના શરુ કર્યા, લારીવાળાએ કર્યું એવું કે મહિલાની અક્કલ ઠેકાણે આવી ગઈ…!

સાચી નીતિથી જીવન જીવવામાં આવે તો કંગાળમાં કંગાળ વ્યક્તિને પણ ભગવાન એક દિવસ ખૂબ જ સારી રાહ દેખાડી આપે છે. અને એ રાહ ઉપર ચાલવાની સાથે જ કોઈપણ વ્યક્તિ એકને એક દિવસ જરૂર પૈસા વાળો બની જતો હોય છે. પરંતુ જે વ્યક્તિમાં સાચી નીતિ કે સાચી દાનત હોતી નથી તે વ્યક્તિ ક્યારે પણ મહાન વ્યક્તિ બની શકતો નથી..

અત્યારે એક દેખાવડી મહિલાએ એવા તેવર દેખાડ્યા હતા કે, સામેવાળા વ્યક્તિને તે પોતાના ઉંચા અવાજ ઉપર નચાવવા માંગતી હતી. પરંતુ સામે રહેલા મધ્યમ વર્ગીય લારીવાળા વ્યક્તિએ મહિલાને એવો મેથીપાક ચખાડ્યો છે કે, તેની બધી અકલ ઠેકાણે આવી ગઈ હતી. આ ઘટના ઉદયનગર પાસે આવેલી એક ચા ની લારીની છે..

અહીં છેલ્લા કેટલાક સમયથી એક મહિલા મોટી મોટી વાતો કહીને ઉધારીમાં ચા પીવા માટે આવી પહોંચતી હતી. મોટાભાગે આ લારી ઉપર પુરુષો ચા પીવા માટે આવતા અને જ્યારે આ મહિલા ચા પીવા માટે આવતી ત્યારે કોઈ વધારે વાતચીતો ન થાય એટલા માટે ચા વાળો હંમેશા તેને ફટાફટ ચા આપીને ત્યાંથી રવાના કરી દેતો હતો..

ચા ની લારી ચલાવનાર નિતેશ નામના યુવકે એક દિવસ ઉધારીમાં ચા પીતી રસ્મિતા નામની મહિલા પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. અને કહ્યું કે, તમે છેલ્લા એક મહિનાથી મારી લારી ઉપરથી ઉધારીમાં ચા પીવો છો. જેનું કુલ બિલ 1400 રૂપિયા તમારે મને ચૂકવવું પડશે, તો બીજી બાજુ મહિલાએ તેવર દેખાડવાના શરૂ કરી દીધા હતા..

અને ઊંચા આવજે લારીવાળા સાથે વાતચીત કરતા કહેવા લાગી કે, તારી લારી ગેરકાયદેસર જગ્યા ઉપર ઉભી રાખવામાં આવી છે. જો હું ઈચ્છું તો હું તારી લારીને બંધ કરાવી શકું છું. મારામાં ખૂબ જ વધારે પાવર છે અને મારી ઓળખાણ પણ ખૂબ જ મોટા લોકો સાથે છે, જો તારે ધંધો કરવો હોય તો મને મફતમાં ચા પીવડાવવી પડશે નહીં તો હું તારી લારીને અહીંથી ઉંચકાવી લઈશ..

અને તને ધંધા વગરનો કરી નાખીશ, શરૂઆતમાં તો નિતેશ ખૂબ જ ડરી ગયો હતો અને વિચારવા લાગ્યો કે, કદાચ તેની લારી અહીંથી ઊંચકાવી લેવામાં આવશે, તો તેના ઘણા બધા ગ્રાહકો તૂટી જશે. અને તેનું પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલશે તે વિચારવા લાગ્યો, પરંતુ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે, આ દેખાવડી મહિલા પાસે કોઈ પણ પ્રકારનો પાવર હશે નહીં..

અને ગમે તેમ ફાકા ફોજદારી કરીને તે તેને ડરાવી ધમકાવી રહી છે. નિતેશે બહાદુરી દેખાડીને તરત જ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને જણાવ્યું કે, કોઈ અજાણી મહિલા તેને ડરાવી ધમકાવી રહી છે. જ્યારે તેણે ઉધારીના પૈસા મેળવવાની કોશિશ કરી ત્યારે આ મહિલાએ તેવર દેખાડવાના શરૂ કરી દીધા હતા…

પોલીસ સાથે નિતેશને વાત કરતો જોઈ મહિલાનું મન પીગળી ગયું હતું અને તે મનોમન વિચારવા લાગી કે, જો ઘટના સ્થળે પોલીસ આવી પહોંચે તો તેનો ભાંડો ફૂટી જશે. એટલા માટે તેણે ત્યાંથી ચાલતી પકડી હતી. નિતેશ અન્ય કેટલાક વ્યક્તિઓની સાથે તેની પાછળ પાછળ ગયો અને તેની પાસેથી 1400 રૂપિયા ઉધારીના લેવા માટે કહેવા લાગ્યો હતો..

અને બીજી બાજુ ડરી ગયેલી મહિલાએ અદર જ 1400 રૂપિયાની ઉધારી ચૂકવી દીધી હતી. શરૂઆતમાં મહિલાએ ખૂબ જ મોટા મોટા ફાકાઓ માર્યા પરંતુ પોલીસનું નામ પડતાની સાથે જ તે એની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી અને તેણે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારના યુવકના પૈસા ચૂકવી દીધા હતા..

જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે વિચારવા મુકાઈ જઈએ કે, કોઈ બીજા વ્યક્તિનું ખોતરીને ખાવા કરતા જુઓ પોતે જ મહેનત કરીને પૈસા કમાવામાં આવે તો વધારે સારું રહે છે. બીજાના ભરોસે જીવન જીવનાર વ્યક્તિ ક્યારેય પણ સુખી થતો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *