Breaking News

ઉધારે રૂપિયા લઈ ગયેલો સબંધી વાયદાઓ આપીને લબડાવતો હતો, અને યુવકે દોડાવ્યું એવું ભેજું કે, ઘડીકમાં પૈસા હાથમાં આવી ગયા.. જાણો..!

દરેક લોકોમાં માનવતા જોવા મળે છે. જ્યારે આપણે કોઈ આપણા જ નજીકના વ્યક્તિ સંબંધી કે, મિત્રને તકલીફની અંદર જોઈએ છીએ અત્યારે આપણને પણ ખૂબ જ દુઃખ થાય છે. અને આપણે તેને પીડાની અંદર ભાગીદાર બનવા માટે આપણાથી બને તેટલી મદદ કરતા હોઈએ છીએ પરંતુ ઘણી બધી વાર એવું થઈ જાય કે મદદ કરતી વખતે જ અંતે પછતાવાનો વારો આવે છે..

કેટલાક લોકો આપણી મદદની ભાવનાને સારી રીતે સમજીને આપણા ઉપકારી બની જતા હોય છે. તો કેટલાક લોકો આપણી સાથે છેતરપિંડી કરીને પણ જતા રહે છે. સંજયભાઈ નામના વ્યક્તિએ તેમના એક સંબંધીને પૈસા વધારે આપ્યા હતા. સંજયભાઈએ જણાવ્યું કે તેમના દૂરના મામાના દીકરા હિતેશને તેઓએ આજથી ચાર વર્ષ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા ઉધારે આપ્યા હતા..

હિતેશએ વખતે જણાવ્યું હતું કે, તે ખૂબ જ સારો વ્યવસાય ચલાવવા માંગે છે. તેની પાસે બધું જ નોલેજ છે. પરંતુ તેની પાસે પૈસા ન હોવાને કારણે તે આ ધંધો ચલાવી શકતો નથી. એટલા માટે તેને ખાસ પૈસાની જરૂર છે. પરિવારજનો પાસે પણ પૈસાની કોઈ પણ અપેક્ષા હતી નહીં, એટલા માટે તે સંજયભાઈ ની પાસે આવી પહોંચ્યો હતો..

સંજયભાઈએ વિચાર્યું કે, આ તેના મામાનો દીકરો છે. અને કદાચ ત્યાં પૈસાથી સારી કમાણી કરશે તો તેનું આવનાર ભવિષ્ય સારું બનશે એટલા માટે તેને હિતેશને પૈસા વધારે આપી દીધા હતા. પરંતુ જ્યારે સંજયભાઈ ને આ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે તેનો સંબંધી હિતેશ તેને વાયદાઓ આપીને લબડાવવા લાગ્યો હતો..

અને કહેતો કે હું તમને આટલા જ દિવસની અંદર પૈસા પરત આપી દઈશ. પરંતુ એ વાયદો ક્યારે પણ પૂર્ણ થયો નહીં. સંજયભાઈ હિતેશ ને પૈસા ઉધારે આપ્યા હતા તેના ચાર વર્ષ તો વીતી ચૂક્યા હતા અને ત્યારબાદના બે વર્ષ સુધી પણ હિતેશે એક પણ રૂપિયો સંજયભાઈ ને પરત આપ્યો હતો નહીં..

હવે સંજયભાઈને ઘરે પ્રસંગ આવી પહોંચતા તેમને પૈસાની ખૂબ જ વધારે જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી. તેમણે હિતેશને જણાવ્યું કે, જો તું મને પૈસા નહીં આપે તો મારી પાસે ઘણી બધી રીતો છે અને એ રીતો અપનાવીને હું જો પૈસા તારી પાસેથી કઢવી લઈશ તો તને ખૂબ જ નુકસાન થશે, એટલા માટે પ્રેમથી તું મને પૈસા આપી દેજે..

પરંતુ હિતેશે તેમને પૈસા આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી અને હવે તો તેમનો ફોન પણ ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આવા સમયે સંજયભાઈએ એક એવી તરકીબ બનાવી હતી કે, હિતેશ દોડતો દોડતો તેમની પાસે પહોંચી ગયો અને તમામ પૈસા પણ પરત કરી દીધા હતા. સંજયભાઈ તરત જ હિતેશના ઘરે પહોંચી અને હિતેશના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને જણાવી દીધું કે..

હિતેશ મારી પાસેથી ચાર વર્ષ પહેલાં પૈસા લઈ ગયો હતો. જેનો એક પણ રૂપિયો તેણે પરત આપ્યો નથી, અને આ પૈસા આપવાની ચોખ્ખી મનાઈ કરી રહ્યો છે. એટલા માટે તમારે મને સાથ સહકાર આપવો પડશે અને હું કહું તેમ કરવું પડશે. સંજયભાઈ હિતેશના પરિવારજનોને મનાવી લઈને હિતેશના મા બાપ પાસે હિતેશને ફોન કરાવીને કહ્યું કે, જો તું સંજયભાઈ ને પૈસા નહીં આપે..

તો અમે તને ઘરની અંદર ઘૂસવા દઈશું નહીં અને તું અમારો દીકરો છે. તે પણ અમે ભૂલી જઈશું, જ્યારે હિતેશે આ ઘટના સાંભળી ત્યારે તે હચમચી ઉઠ્યો અને તરત જ કોઈ જગ્યાએથી પૈસા લઈને તે સંજયભાઈ ને પરત આવવા આવી પહોંચ્યો હતો. સંજયભાઈ હિતેશ ને જણાવ્યું કે, તેને પૈસાની ખૂબ જ વધારે જરૂર હતી..

એટલા માટે તેણે આ તરકીબ અપનાવી પડી હતી, દિન પ્રતિદિન દરેક સમાજના લોકોમાં કંઈક ને કંઈક અંદરો અંદર આવી ઘટના બનતી હોય છે કે જેમાં કોઈ વ્યક્તિ તેના સંબંધીને પૈસાનો વ્યવહાર તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુઓનો વ્યવહાર કરી આપે છે. અને ત્યારબાદ જુઓ કોઈ સંબંધી સારો વ્યવહાર કરે નહીં તો જે તે વ્યક્તિને ખૂબ જ નુકસાની પણ સહન કરવી પડતી હોય છે. અને આવા સમયે સંબંધોની સાચવણી કરવામાં ખૂબ જ વધારે પડતો ઘસારો પણ સહન કરવાનો વારો આવી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *