Breaking News

ઉધારે આપેલા રૂપિયા પાછા માંગવા જતા સગા ભાઈએ માથામાં કુહાડીના ઘા ઝીંક્યા, અંતે તો થયું એવું કે ભલભલાના કાળજા ધમધમી ગયા..!

ગમે તેટલો વિશ્વાસ હોય છતાં પણ અત્યારે કેટલાક લોકો પોતાના નજીકના વ્યક્તિઓ ઉપર પણ મન મૂકીને ભરોસો રાખી શકતા નથી, એવા માં પણ જો પૈસા જેવી ચીજ વસ્તુઓનો વ્યવહાર કરવાનો થાય તો હંમેશા બે કદમ દરેક લોકોથી દૂર રહેવું જોઈએ કારણ કે, પૈસાની બાબતમાં ક્યારેક કયા વ્યક્તિઓના સંબંધમાં તિરાડ પડી જાય તેનું નક્કી હોતું નથી..

અત્યારે વધારે આપેલા રૂપિયાને પાછા માંગવા જતી વખતે એક એવી ઘટનાનો ભોગ એક યુવક બની ગયો હતો કે, જેના વિશે જાણ્યા બાદ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો અને કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપતા પહેલા 100 વખત વિચાર કરવા લાગશો. ઉછીના રૂપિયાની લેવડદેવડના જમાનાની અંદર અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી ચૂકી છે..

મોહન અને ગોવિંદ નામના બે ભાઈઓ પોત પોતાના પરિવારોની સાથે જુદા જુદા મકાનમાં રહીને ખેતીનું કામકાજ કરતા હતા, મોહન તેમજ ગોવિંદના પિતા પાસે કુલ 40 વીઘા જમીન હતી, બંને ભાઈઓને 20-20 વીઘા જેટલી જમીન સોંપી દેવામાં આવી હતી, આ બંને ભાઈઓ પોતપોતાના ખેતરમાં કામકાજ કરીને તેમના પોતાના ઘરનું જીવન ગુજરાન ચલાવતા હતા..

એક દિવસ મોહને તેના નાના ભાઈ ગોવિંદ પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને જણાવ્યું હતું કે તેને અત્યારે દવાખાનાનું કામકાજ આવી ગયું છે, એટલા માટે રૂપિયાની અરજન્ટ જરૂરિયાત ઊભી થઈ ચૂકી છે. જ્યારે તે પાકનું વેચાણ કરી નાખશે, ત્યારબાદ તેને બે લાખ રૂપિયા પરત આપી દેવામાં આવશે..

પોતાના મોટાભાઈને પૈસાની જરૂરિયાત દેખાઈ આવી હતી અને તેને મદદ કરવાની ભાવના રાખીને નાનાભાઈ ગોવિંદે તેના મોટાભાઈ મોહનને બે લાખ રૂપિયાની સગવડ કરી આપી હતી, આ ₹2,00,000ને તે આવનારા થોડા જ દિવસોની અંદર પરત આપી દેશે, તેવું જણાવ્યું હતું પરંતુ બે વર્ષ વીતી ચૂક્યા છતાં પણ મોહને આ બે લાખ રૂપિયા તેના નાના ભાઈ ગોવિંદને પરત આપ્યા નહીં..

શરૂઆતમાં તો ગોવિંદને તેના મોટાભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી કરતા શરમ આવી રહી હતી, પરંતુ એક વખત તેણે હિંમત કરીને પોતાના મોટાભાઈ પાસે પોતે આપેલા ઉછીના રૂપિયા પરત માંગ્યા હતા અને કહ્યું કે, અત્યારે તેને ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ ચૂકી છે. બે વર્ષ પહેલા તેઓએ બે લાખ રૂપિયા તેમને ઉછીના આપ્યા હતા..

તે રૂપિયાની જરૂરિયાત હવે ઊભી થઈ પડતા અત્યારે તેને ખાસ જરૂરિયાત છે અને મહેરબાની કરીને તમે રૂપિયા પરત આપો, જેથી કરીને તે તેની જરૂરિયાતો પૂરી કરી શકે પરંતુ એ સમયે મોહને આ રૂપિયાને પરત આપવાની મનાઈ ફરમાવી દીધી હતી અને જણાવ્યું કે અત્યારે તેની પાસે કોઈ પણ રૂપિયા નથી..

અને આવનારા સમયમાં જ્યારે પણ તેની પાસે રૂપિયાની સગવડ થશે ત્યારે તે આપી દેશે, એટલું જ નહીં પરંતુ મોહનની પત્ની પણ બોલવા લાગી હતી કે એ રૂપિયા હવે તમારે ભૂલી જવાના છે, અમે પહેલાંના સમયમાં તમને જ સાચવીને મોટા કર્યા છે. આવા રૂપિયાની ગણતરી તમારે રાખવાની ન હોય તમે મહેરબાની કરીને એ રૂપિયાને ભૂલી જજો કારણ કે, અહીંથી તમને કશું પણ પરત આપવાનું નથી..

એટલું સાંભળતાની સાથે જ ગોવિંદ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, અને તે તેના મોટાભાઈને કહેવા લાગ્યો કે, તમે મહેરબાની કરીને મને રૂપિયા પરત આપજો કારણ કે, તેનો પરિવાર પણ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ચુક્યો હતો. જો એ રૂપિયા પરત નહીં મળે તો આવનારા સીઝનની ખેતી પણ અટકી પડશે..

રૂપિયા પરત આપવાની વાતને લઈને મોહન પણ ગુસ્સે ભરાઈ ગયો હતો, અને તે તેના નાના ભાઈ ઉપર મનફાવે તેવા શબ્દોનો ઘા મારવા લાગ્યો હતો, એટલું જ નહીં પરંતુ રૂપિયા ની લેતીદેતીની આ બાબતની અંદર સગા ભાઈઓ એટલા બધા આવેશમાં આવી ગયા કે, મોહનભાઈએ તેના નાના ભાઈ ગોવિંદને માથામાં કુહાડીના ઘા મારી દીધા હતા..

આ મામલો અંદાજે એક કલાક સુધી ચાલ્યો બંને એકબીજા ને મારા મારી કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં મોહને તેના નાનાભાઈ ગોવિંદને માથાના ભાગે કુહાડીના ઘા મારતાની સાથે જ તેને ત્યાં જ ગોવિંદનું મૃત્યુ થઈ ગયું હતું, ઘરની ઉધારી જ જીવ લઈને જતી રહી હતી, ત્યાં ઉભેલા લોકોના તો કાળજા પણ ધમધમી ઉઠ્યા હતા..

જ્યારે ઘટનાના સમાચાર ગોવિંદની પત્ની તેમજ ગોવિંદના દીકરા દીકરી સુધી પહોંચ્યા ત્યારે તેઓ માથે તો આફતોનો આભ ફાટી નીકળ્યું હતું કારણ કે, કોઈપણ વ્યક્તિ દુઃખની આ ઘડીને સહન કરી શક્યું નહીં, સગા ભાઈએ જ વધારે લીધેલા રૂપિયા પરત આપવાની મનાઈ ફરમાવી હતી અને ઉપરથી તે ગુસ્સે ભરાઈ જઈને પોતાના ભાઈનો જીવ લઈ લીધો હતો..

આ ઘટના ના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી હતી તેને ફરિયાદ નોંધાવી દીધી હતી કે, મોહનભાઈ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી, આ ઘટનાને લઈને ગામમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *