Breaking News

ઉછીના રૂપિયા પરત ન આપતા સગા મામાએ તેના ભાણીયાને પાઈપના ફટકા મારીને પતાવી દીધો, લોકો જોતા જ રહી ગયા..!

રૂપિયાની લેવડદેવડની બાબતમાં ગમે તેવા ગાઢ સંબંધ હોય છતાં પણ ઘણી બધી વાર સંબંધની અંદર તિરાડ પડી જવાના હિસાબ આપણે આપણા નજીકના વ્યક્તિઓ પાસેથી સાંભળતા હોઈએ છીએ કે સંબંધને કારણે શરમથી ઉછીના રૂપિયા આપવા પડ્યા અને પછી રૂપિયાની ઉઘરાણી કરતી વખતે કડવા વેણ વચનો સાંભળવાનો વારો પણ આવતો હોઈ છે..

રૂપિયાની લેવડદેવડની અંદર અત્યારે એક એવો મામલો સામે આવી ગયો છે કે, જેને જાણ્યા બાદ તમે પણ પોતાના સંબંધીઓને રૂપિયા ઉછીના આપતા પહેલા 100 વખત વિચાર કરશો કારણ કે, ઉછીના પૈસા પરત મેળવતી વખતે માણસોને ઘણું બધું માઠું સહન કરવું પડતું હોય છે, થોડા સમય પહેલા સગા મામાએ તેના ભાણીયાને અંદાજે સાત લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા..

આ રૂપિયાથી પરેશ નામના ભાણીયાએ વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ આ વ્યવસાયની અંદર ઘણી બધી નુકસાની થવાને કારણે તે તેના સગા મામાને ઉછીના રૂપિયા સમયસર પરત આપી શક્યો નહીં અને આ રૂપિયાની લેવડ-દેવડની બાબતને લઈને મામા અને ભાણીયા વચ્ચે લડાઈ ઝઘડો પણ થઈ ગયો હતો…

ગંગા નગર કોલોનીમાં રહેતા પરેશભાઈ નામના વ્યક્તિ સાથે બન્યો છે, પરેશભાઈએ તેમના મામા ધરમરાજભાઈ પાસેથી ₹7,00,000 ઉછીના લીધા હતા અને તેઓએ શહેરમાં વ્યવસાય પણ શરૂ કરી દીધો હતો. વ્યવસાયની અંદર મંદીનો માહોલ દેખાઈ આવતા તેને બરાબર વળતર મળ્યું નહીં અને તેનો ધંધો દિન પ્રતિ દિન નુકસાની કરતો જતો હતો..

તેણે તેના મામાને એક વર્ષની અંદર સાત લાખ રૂપિયા પરત આપી દેવાનું જણાવ્યું હતું, પરંતુ બે વર્ષ વીતી ચૂક્યા છતાં પણ પરેશ તેના મામા ધર્મરાજ ભાઈને 7 લાખ રૂપિયા ઉછીના પરત આપી શક્યો નહીં, જેમ-જેમ ધર્મરાજ ભાઈને પૈસાની જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ તે તેના સગા ભાણીયાને પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા..

પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો તેમને પરેશ પાસેથી ખૂબ જ માઠા જવાબો પણ મળવા લાગ્યા હતા. એક વખત તો પરેશે જણાવી દીધું કે મારે જ્યારે પણ સગવડ થશે ત્યારે હું તમને તમારા પૈસા પરત આપી દઈશ, તમે વારેવારે મારી પાસે પૈસાની માંગણી કરવા માટે આવતા નહીં અને આ શબ્દો સાંભળતાની સાથે ધર્મરાજભાઈ નો પિત્તો ફાટી ગયો હતો કારણ કે તેઓએ મહેનત મજૂરી કરીને રૂપિયા ભેગા કરીને તેના ભાણી અને ઉછીના પેટે આપ્યા હતા..

અને એ જ રૂપિયા પરત મેળવતી વખતે તેમને આવા કડવા વેણવચનો સાંભળવાનો વારો આવી ગયો હતો. તેઓ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને તેમણે હાથમાં રહેલી પાઇપ તેણે તેના ભાણિયાને માથાના ભાગે મારવાનું શરૂ કરી દીધું હતું અને પાઈપના ફટકા મારીને પરેશને ત્યાં ને ત્યાં જ પતાવી દીધો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના પડોશીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા, સગા મામા અને ભાણીયાની આ લડાઈ જોઈને કોઈપણ વ્યક્તિ નજીક આવ્યું નહીં તેમજ આ બંનેને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો નહીં અને બીજી બાજુ દિન પ્રતિદિન તેવો લડાઈ ઝઘડો કરવા લાગતા હતા અને એક દિવસ પાઇપના ફટકા માથામાં ભાગી જવાને કારણે પરેશ ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈને ત્યાં નીચે ઢળી પડ્યો હતો..

અને તેનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે ઘટનાના સમાચાર પરેશની માતા તેમ જ તેમના પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચ્યા ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, રૂપિયાની લેતીદેતીના આ મામલામાં દરેક લોકો જાણતા હતા કે પરેશ તેના મામાને પૈસા પરત આપી રહ્યો નથી અને એવામાં ઉઘરાણી વખતે તેનું મૃત્યુ થઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો..

આવા પ્રકારના બનાવો આગળના સમયમાં ન બને એટલા માટે તમામ વ્યક્તિઓ સાથે ના સંબંધો ખૂબ જ સારા હોવા ખૂબ જ જરૂરી છે, દરેક ચીજ વસ્તુઓને સમયસર પૂર્ણ કરી દેવી જોઈએ. તેમજ દરેક બાબતોને સમજણથી ઉકેલવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ અત્યારે વ્યક્તિઓ વચ્ચે વાતચિતની અંદર સમજણનો અભાવ જોવા મળતો હોય છે. જેના કારણે નાની નાની બાબતોમાં પણ લડાઈ ઝઘડા ખૂબ જ આગળ વધી જઈને કોઈ વ્યક્તિનો જીવ લઈ લેવા સુધીની બાબતો પણ બની જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *