Breaking News

ટ્યુશનથી ઘરે આવતા 9 વર્ષના બાળકને લીફ્ટમાં પાલતું કુતરાએ બચકું ભરી લીધું અને જાડા મગજની મહિલા જોતી જ રહી, અક્કલ ઠેકાણે લાવવા લોકોએ કર્યું…!

શહેરમાં રહેતા કેટલાક લોકોને પાલતુ પ્રાણીઓ કે પક્ષીઓને રાખવાનો ખૂબ જ શોખ હોય છે. માનવતા ખાતર તેમને ઘરમાં રાખી તેમની સારી દેખરેખ કરવી એ દરેક પશુ પ્રેમી લોકોની ફરજ છે. પરંતુ શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે પાલતુ પશુ કે પક્ષીઓ રાખે છે. તેના કારણે અન્ય વ્યક્તિઓને જો ખલેલ પહોંચતી હોય તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુઓનો ભય રહેતો હોય તો આ બાબત બિલકુલ ખોટી છે..

અત્યારે મધ્યપ્રદેશના ગાઝિયાબાદની એક સોસાયટીમાંથી ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકો એ મહિલા તેમજ તેના પાલતુ કૂતરાનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આજે એક પાલતુ કુતરાને કારણે નવ વર્ષના દીકરો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જો આવતીકાલે અન્ય કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય તો તેના જવાબદાર કોણ રહેશે.?

રાજનગર એક્સટેન્શન વિસ્તારની સામે ચાન્સ કેસર નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીની લિફ્ટમાં એક ખૂબ જ મોટો અણબનાવ બન્યો છે. નવ વર્ષનો એક છોકરો કે જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. તે ટ્યુશનથી ભણીને પોતાના ઘરે પરત આવતો હતો. એ સમયે તે લિફ્ટમાં પોતાને ઘરે જઈ રહ્યો હતો..

અને તેની સાથે સાથે લીફ્ટમાં અન્ય એક મહિલા પોતાના પાલતુ કૂતરાને લઈને ઘૂસી ગઈ હતી. બાળક શાંતિથી આ લિફ્ટ માં ઉભો હતો. પરંતુ આ પાલતુ કૂતરો અચાનક જ બેકાબૂ બન્યો અને નવ વર્ષના આ છોકરાને બટકું ભરી લીધું હતું. કુતરા એક વખત બચકો ભરી લીધું અને બીજી વખત પણ તેના પર બચકું ભરવા માટે ત્રાટકવા જઈ રહ્યો હતો..

છતાં પણ મહિલાએ તેને રોકવાની કોશિશ કરી નહીં. આ ઉપરાંત જ્યારે કૂતરે આ બાળકને બટકું ભરી લીધું ત્યારે પણ તેની સાર સંભાળ રાખવી કે, કૂતરાને કાબુમાં રાખવા નો પ્રયાસ કર્યો હતો નહીં. તે ચૂપચાપ ત્યાં ને ત્યાં જ ઊભી રહી. આ ઘટનાના સીસીટીવી વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે..

લીફ્ટમાં લાગેલા કેમેરાની અંદર આ તમામ ઘટનાઓ તો કેદ થઈ ગઈ હતી. લોકો આ મહિલાને જાડી બુદ્ધિની ગણાવી રહ્યા છે. કહે તેને પશુઓ પ્રત્યે એટલો બધો પ્રેમ છે. અને તે કૂતરાને પાળી રહી છે, તો શું તે માનવતા ભૂલી ગઈ છે..? તેને મનુષ્ય પ્રત્યે પણ પ્રેમ દાખવો જોઈએ અને આ છોકરાને બચકું ભર્યા બાદ તેની સાર સંભાળ કરવી જોઈએ..

પરંતુ તે ત્યાંની ત્યાં ચૂપચાપ ઊભી રહી હતી અને એક પણ વાર બાળકને હાલ ચાલ પૂછવાની કોશિશ કરી નહીં. આ બાળકને આટલો બધો દુખાવો થઈ રહ્યો છે કે તે જમીન ઉપર પગ પણ રાખી શકતો નથી. બાળકે ઘરે જઈને તાત્કાલિક પોતાની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું. મહિલાએ પાલતુ કુતરાના માલિક મહિલાને પણ જણાવ્યું કે, આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે..

મહિલાએ તાત્કાલિક તેને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે સમજવા તૈયાર ન થતા તેણે પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે. આ ઉપરાંત સોસાયટીના અન્ય રહીશોએ પણ જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે પાલતુ પશુ કે પક્ષી રાખે છે. તો તેઓને લિફ્ટમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *