Breaking News

ટ્યુશનમાં જતા 7 બાળકો કોરોના પોઝીટીવ..! વાલીઓ બાળકને શાળા-ટ્યુશન મોકલતા ખાસ વાંચી લે આ લેખ..

કોરોનાની બીજી લહેરની અસરો અમુક રાજ્યોમાં ઘટી ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરલમાં હજુ ચાલુ છે. કોરોના જે રાજ્યોમાં થમી ગયો છે ત્યાં બાળકોના ઓફલાઈન શિક્ષણ અંગે વિચાર કરવાની માંગ ઉઠી હતી. વાલી અને શિક્ષકોની માંગ મુજબ સરકારે અમુક વર્ગો શરુ પણ કર્યા છે પરતું વર્ગો શરુ કરતા જ કોરોનાના કેસો સામે આવતા આખી શાળાને બંધ કરવાની ફરજ પડી છે.

સરકારે બાળકોના શિક્ષણને ધ્યાનમાં લઈને 5 કરતા મોટા ધોરણોની શાળાઓ પણ શરુ અકરવી દીધી છે જે રાબેતા મુજબ ચાલે પણ છે. પરતું દિવાળીના લાંબા વેકેશન બાદ રાજ્ય સરકાર હવે ધોરણ 1 થી 5 ના વર્સ્ગો શરુ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.

ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ દિવાળી બાદ ફરીથી શરૂ કરવાની તૈયારીઓ ચાલે છે. ત્યારે આ કામગીરીને પગલે બાળકોને માટે ફરીથી સ્કૂલ વાન, બસ શરૂ કરવા માટેની મંજૂરી પણ અપાઇ શકે છે. આ માટે આરોગ્યની ખાસ ગાઈડલાઈનને તૈયાર કરીને વાહનો શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.

નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પાલન કરતા દેખાયા નથી. છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાથી કોરોનાથી સંક્રમિત થતાં વહીવટી તંત્ર સહિત હવે વાલીઓ ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ બાળકો કોરોનાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સંચાલકોમાં દોડધામ મચી છે.

એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે, તેવામાં બીજી તરફ એક મહિનાથી મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થવાથી વહીવટી તંત્ર દ્વારા સતત કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવાઈ છે.

આ અંગે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય ડેપ્યૂટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જેના કારણે મનપાના આરોગ્ય વિઙાદે કોવિડ ટેસ્ટિંગની કામગીરી તેજ કરી દીધી છે.

શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા ન્યૂ સિટીલાઈટ રોડ પર આવેલા જ્ઞાનવૃદ્ધિ ટ્યૂશન ક્લાસિસમાં છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ જાહેર થયા છે. આથી અન્ય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલીક ધોરણે 14 દિવસ માટે ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવી દેવામાં આવ્યા છે.

આ સાથે જ 125 વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા માટે સૂચના આપી દેવાઈ છે. જ્યારે અન્ય સ્થળોએ પણ કોવિડ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. તો થોડા દિવસ પહેલા પણ ઉધના વિસ્તારની આ શાળામાંથી 2 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી.

તે શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓના વાલીને પણ ચિંતા વધી ગઈ હતી. ટેસ્ટ પોઝીટીવ આવતા જ શાળાને તંત્રએ 7 દિવસ માટે બંધ કરાવી દીધી હતી. જે વિદ્યાર્થીઓના કેસ પોઝીટીવ આવ્યા છે તેઓ ધોરણ 9 માં અભ્યાસ કરે છે.

ધોરણ 9 માં અભ્યાસ કરતા બને વિદ્યાર્થીઓનો કેસ પોઝીટીવ આવતા તેઓને કવોરનટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તેના સંપર્કમાં આવેલા શાળાના તમામ વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. શાળા શરુ થતા જ આ કેસો સામે આવ્યા છે એટલે શાળા સંચાલકો અને વાલીઓમાં ફરફરાટી મચી ગઈ છે.

બીજી તરફ પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે. હવે શાળા શરૂ થતાં જ વિધાર્થીઓ પોઝીટીવ આવતા સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કહેર ફરી દેખાતા તંત્ર પણ ચિંતિત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *