Breaking News

ટ્યુશનના શિક્ષકને મીઠી-મીઠી વાતોમાં ફસાવીને અજાણી મહિલાએ કાંડ કર્યો, જ્યુસ પીવડાવીને કર્યું એવું કે બધા જોતાને જોતા જ રહી ગયા..!

અત્યારના સમયમાં માત્ર નજીવી વાતો ઉપરથી કોઈ વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ મૂકી શકે નહીં, ક્યારેક કયુ વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેની આપણને ખબર રહેતી નથી. આવનારા સમયમાં આવા કિસ્સાઓ હવે દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે. જે દરેક લોકો માટે પડકારજનક કિસ્સો સાબિત થઈ ગયો છે..

અત્યારે મેરઠના એક ટ્યુશન શિક્ષક સાથે અજાણી મહિલાએ ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો હતો. મેરઠની આદિકૃપા સોસાયટીમાં રહેતા 35 વર્ષના એક ટ્યુશન શિક્ષક સાંજના સમયે થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા હતા અને ત્યાં તેમની બાજુની સીટ ઉપર એક અજાણી મહિલા આવીને બેસી ગઈ હતી..

તે વાત વાતમાં આ ટ્યુશન શિક્ષક સાથે મીઠી મીઠી વાતો કરવા લાગી અને આ વાતોની અંદર અંદર તેણે આ શિક્ષક પાસેથી મોબાઇલ નંબર પણ લઈ લીધો હતો. આ શિક્ષક મહિલાની મીઠી વાતોની અંદર ફસાઈ ગયો અને પોતાનો મોબાઈલ નંબર પણ આપી દીધો હતો. ત્યારબાદ આજાણી મહિલાએ એક દિવસ બપોરના સમયે ટ્યુશન શિક્ષકને ફોન કર્યો કે, તમને મળવું છે..

એટલા માટે તમે કહેશો ત્યાં હું આવી જઈશ, ટ્યુશન શિક્ષકે પોતાનું ટ્યુશન પડતું મૂકીને આ મહિલાની જાણ માં એટલો બધો પાગલ થઈ ગયો કે તેને મળવા માટે પહોંચી ગયો હતો. અને ત્યારબાદ તેની સાથે એવડો મોટો કાંડ થઈ ગયો છે કે, એક બાજુ તેની ઈજ્જત દાવ ઉપર લાગી ગઈ હતી તો બીજી બાજુ પૈસાથી તે લૂંટાઈ ગયો હતો..

આ મહિલાએ તેને એક નામચીન હોટેલમાં મળવા માટે બોલાવ્યો હતો અને ત્યાં તેને માટે જ્યુસનો ઓર્ડર કરવામાં આવ્યો આ જ્યુસ પીવડાવ્યું અને ત્યારબાદ ટ્યુશન શિક્ષક ત્યાં જ ઢળી પડ્યો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે અજાણી મહિલાએ તેને જણાવ્યું કે, જો તમે મને દોઢ લાખ રૂપિયા નહીં આપો તો તમારો ખૂબ જ ખરાબ વિડિયો હું વાયરલ કરી આપીશ..

અને તમારા ઉપર કેસ નાખીશ કે, તમે મારી સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. ત્યારબાદ તેને ખૂબ જ ખરાબ ખરાબ ફોટો અને વિડીયો પણ ઉતારી લીધા હતા. ટ્યુશન શિક્ષકને ફોટો અને વિડીયો બતાવીને તે કહેવા લાગી કે જો તમે મને પૈસા નહીં આપો તો હું આ ફોટો અને વિડીયો વાયરલ કરી દઈશ..

ટ્યુશન શિક્ષક ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો કે, આવા સમયે શું કરવું જોઈએ.? કારણ કે એક બાજુ તેની પાસે મહિલાને આપવા માટે પૈસા પણ હતા નહીં તો બીજી બાજુ આ મહિલા અને ખરાબ ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રહી હતી. મહિલાને મળવા જવું આ શિક્ષક માટે ખૂબ જ ભારે સાબિત થઈ ગયું હતું..

તેણે તેના મિત્રને ફોન કરીને તાત્કાલિક રૂપિયા મંગાવ્યા અને આ મહિલાને આપી દીધા હતા અને ત્યારબાદ આગળના થોડો સમય વીત્યા બાદ ફરી એક વખત આ મહિલાનો ફોન આવ્યો કે તેને હજુ પણ પૈસાની જરૂર છે. અને જો તેને પૈસા બે કલાકની અંદર પહોંચાડવામાં આવશે નહીં તો તે આ ફોટો અને વિડીયો વાયરલ કરી દેશે અને તેની ઈજ્જતની પથારી ફેરવી નાખશે..

આ વખતે શિક્ષકે ભેજુ દોડાવ્યુ અને તરત જ પોલીસ સ્ટેશનને ફોન કરીને જણાવી દીધું કે, એક મહિલાએ તેની સાથે ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો છે. અને તેના દોઢ લાખ રૂપિયા બુચ કરીને જતી રહી છે અને હજુ પણ તે પૈસાની માંગણી કરી રહી છે. આ માહિતી મળતા જ પોલીસે રંગીન કપડાની અંદર તપાસ ચલાવી અને મહિલાને પૈસા લેવા માટે બોલાવી હતી..

અને એ વખતે તેને ઝડપી લેવામાં આવી હતી, આ અજાણી મહિલા ટોળકીની અંદર રહીને કામકાજ કરતી હતી અને તેમની ટોળકીમાં કુલ સાત વ્યક્તિઓનો સમાવેશ થતો હતો, જેમાં ત્રણ પુરુષો અને ચાર સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો. આ ચાર સ્ત્રીઓ જુદા-જુદા પુરુષોને ફસાવતી હતી..

જ્યારે પૈસા સહિતની તમામ ચીજ વસ્તુઓના વહીવટ પુરુષો કરતા હતા, આ ટોળકીને પકડી પાડીને હાલ તેમની કડક પૂછપરછ થઈ રહી છે અને તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ઉપરથી દરેક વ્યક્તિએ શીખ લેવી જોઈએ કે કોઈપણ અજાણી કે રૂપાળી દેખાવડી મહિલાઓની વાતોમાં આવી જવું જોઈએ નહીં કેટલાક લોકો રૂપ જોઈને પીગળી જતા હોય છે અને ત્યારબાદ આગળ જતા તેમને ખૂબ જ માઠુ પરિણામ સહન કરવું પડતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *