Breaking News

ટ્યુશનમાં બેઠેલી વિદ્યાર્થીની ને શિક્ષકે પરાણે દારૂ ઢીંચાવડાવ્યો, દીકરી લથડીયા ખાતા ઘરે પહોચી અને પછી તો… ખાસ વાંચજો..!

શિક્ષકને ખૂબ જ માન સન્માન આપવામાં આવતું હોય છે. કારણ કે જ્યારથી બાળક ભણવા બેસે છે. ત્યારથી લઈને તે વ્યવહારુ જીવનમાં પગપેસારો કરે ત્યાં સુધી શિક્ષકની ભૂમિકા દરેક બાળક માટે ખૂબ વધારે મહત્વની હોય છે. કારણ કે શિક્ષક બાળકને સારા નરસાની પરખ કરતા શીખવાડે છે. તેમજ જીવન કેવી રીતે જીવવું જોઈએ અને સફળતાના પગથિયાં કેવી રીતે ચડવા..

આ તમામ બાબતોનું જ્ઞાન શિક્ષક આપે છે. શિક્ષકને બીજા માતા-પિતા તરીકે જ પૂજવામાં આવતા હોય છે. પરંતુ હવે તો ક્યાંકને ક્યાંક શિક્ષકો જ વિદ્યાર્થીઓ ઉપર કાળ બનીને ત્રાટકતા હોય તેવા મામલાઓ સામે આવવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યો હતો. આ મારનો વિડીયો જોઈને તમે પણ હચમચી જશો અને વિચારવા પર મજબૂર બની જાવ..

અને હવે વડોદરા ના નિઝામપુરા વિસ્તારની અંદર એક ખાનગી ટ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીની સાથે ન કરવાની હરકતો કરી છે. જેને કારણે શિક્ષકનું નામ ખરાબ થઈ રહ્યું છે. આવા નિમ્ન કક્ષાના શિક્ષકોને કારણે સૌ કોઈ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નિઝામપુરા વિસ્તારની અંદર અર્પણ કોમ્પલેક્ષ આવેલું છે..

જેમાં પ્રશાંત નામનો એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે તેની કાળી કરતુતો નો પણ પરદાફાશ  થઈ ચૂક્યો છે. આ ટ્યુશનમાં 15 વર્ષની એક વિદ્યાર્થીની ભણવા માટે જાય છે. જ્યારે ટ્યુશનનો સમય પૂર્ણ થઈ ગયો છતાં પણ તેણે શિક્ષકે બેસાડી રાખી હતી. અન્ય વિદ્યાર્થીઓ પોતાના ઘરે ચાલ્યા ગયા.

જ્યારે આ વિદ્યાર્થીને તેણે ટ્યુશનમાં બેસાડી રાખી હતી. અને ત્યારબાદ આ વિદ્યાર્થીને કેફી પીણું પીવડાવી દીધું હતું. એટલે કે દારૂની બોટલ વોડકા કાઢી હતી અને આ વિદ્યાર્થીને પરાણે પીવડાવી દીધી હતી. જેના કારણે વિદ્યાર્થીનીની તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી અને તે અડધો બેભાન હાલતમાં થઈ ગઈ હતી..

તેના શરીરનું સંતુલન પણ જળવાઈ રહ્યું હતું નહીં. રોજના સમય કરતા વધારે સમય લાગતા વિદ્યાર્થીની ની માતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ અને તેને તાત્કાલિક વિદ્યાર્થીનીને ફોન કર્યો અને પૂછ્યું કે તું શા માટે ટ્યુશનથી હજુ સુધી ઘરે પરત આવી નથી. ત્યારે વિદ્યાર્થીનીની માતાએ તેની દીકરીને અડધો બેભાન હાલતમાં જોઈ હતી..

જ્યારે તેણે વીડિયો કોલ શરૂ કર્યો ત્યારે તેની સાથે પ્રશાંત નામનો આ શિક્ષક પણ હાજર હતો. આ જોતાની સાથે જ તેની માતાને ખૂબ જ ઊંધી શંકા ગઈ હતી. આ વિડીયોકોલ પૂર્ણ થયો ત્યારબાદ ખાનગી ટ્યુશનના માલિક પ્રશાંતએ આ વિદ્યાર્થીનીની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમની દીકરીની હાલત ખૂબ જ બગડી ગઈ છે..

એટલા માટે તે તેને મુકવા માટે આવી રહ્યો છે. આ શિક્ષક વિદ્યાર્થીનીને પોતાની બાઇક પર બેસાડીને ઘરે મૂકી ગયો હતો. પરંતુ ઘરે પહોંચતા જ વિદ્યાર્થીની ખૂબ જ લથડીયા ખાવા લાગી હતી. તેની હાલત જોઈને તેના માતા પિતા ડઘાઈ ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે આ વિદ્યાર્થીને શું થયું હશે.

વિદ્યાર્થીનીને ઠંડા મને પૂછપરછ શરૂ કરતા જણાવ્યું કે, ટ્યુશન ક્લાસના શિક્ષકે તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. એક વાર નહીં પરંતુ બે બે વાર જબરજસ્તીથી દારૂ પીવડાવવા ને કારણે તેણે ભાન ગુમાવી દીધી હતી અને દારૂનો નશો ચડી ગયો હતો. હકીકતમાં વિદ્યાર્થીની ભણવા માટે એ ટ્યુશનમાં જતી હતી. પરંતુ શિક્ષક તેને દારૂ પીવડાવવા લાગ્યો હતો..

આ ઘટનાની જાણ તાત્કાલિક માતા-પિતાએ પોલીસ મથકે કરી હતી. અને આ સર સામે જાતીય સતામણીની તેમજ વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરવાના ગુનો દાખલ કરાવીને અટકાયત પણ કરાવી હતી. હાલ આ બાબતને લઈને વાલીઓમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે. કોઈ વ્યક્તિ કહી રહ્યો છે કે, માતા-પિતાને હવે એલર્ટ રહેવાની જરૂર છે..

તો કોઈ વ્યક્તિ કહી રહ્યું છે કે સગીર છોકરીઓને પણ સતત થવાની જરૂર છે. તો વળી કોઈ કરી રહ્યો છે કે, આરોપીને પકડી પાડીને તેની સામે કડક થી કડક પગલાં ભરવા જોઈએ. જેથી કરીને ક્યારેય આવા કારનામાં કરવાનો વિચાર પણ ન આવે સૌ કોઈ લોકો જુદા જુદા મત દર્શાવી રહ્યા છે. જ્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *