Breaking News

ટ્યુશન જતી ધોરણ 10માં ભણતી દીકરીને લફંગો યુવક હેરાન કરતો, પછી દીકરીના માં-બાપે કર્યું એવું કે જે સમાજના દરેક લોકોએ જાણી લેવું જોઈએ…!

અત્યારે અમુક લોકોની માનસિકતા એટલી હદે બગડી ચૂકી છે કે તેમની આ હલકી માનસિકતાના આધારે ઘણા બધા લોકોને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. અત્યારે દરેક શહેરનું પોલીસ ખાતું એટલું બધું સતર્ક છે કે, તેઓ નાગરિકની સુરક્ષા પૂરી પાડવામાં કોઈ કસર બાકી મુકતા નથી..

છતાં પણ અમુક વ્યક્તિઓ પોતાની કાળી કરતુતો કરવાથી ઉપર આવતા નથી. અત્યારે મધ્યપ્રદેશના શિવપુરીના અમૂલ્ય વિસ્તાર પાસે આવેલા શીર્ષોદ ગામમાં અંદર એક ખૂબ જ મોટો બનાવ બની ગયો છે. આ ગામમાં 15 વર્ષની એક દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. અને તે રોજ સવારે 6:30 વાગ્યે ટ્યુશનએ જવા માટે સિસોદ ગામથી સાંચોર ગામ તરફ જાય છે..

જ્યાં તે ટ્યુશનનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ગામ પરત આવે છે. આ દીકરીની રોજબરોજની આ કાર્ય પ્રણાલી જોઈને તેના જ ગામમાં રહેતો 33 વર્ષનો પાતીરામ નામનો એક વ્યક્તિ તેના ઉપર નજર બગાડી બેઠો હતો. અને તેની સાથે છેડતી કરી છે. પાતીરામ નામનો આ 33 વર્ષનો વ્યક્તિ 15 વર્ષની દીકરીની પાછળ પાછળ ગયો હતો.

જ્યાં તેણે રસ્તામાં આ દીકરીનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે મને તારો મોબાઈલ નંબર આપી દેજે. જ્યારે યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું તો આ યુવક જોર જોરથી બુમ બરાડા પાડવા લાગ્યો હતો. યુવતીએ મોબાઈલ નંબર આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી તો આ યુવક આટલો બધો ગુસ્સે થઈને દીકરીના હાથમાંથી મોબાઇલને ઝડપી લીધો હતો..

અને તેમાંથી તે પોતાનો મોબાઈલ નંબર ડાયલ કરી નંબર મેળવવા લાગ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. એટલા માટે તે ત્યાંથી ભાગવા લાગી હતી. તે ટ્યુશનને જવાને બદલે તરત જ પોતાને ઘરે પરત ફરી અને ત્યાં પોતાના માતા-પિતાને જણાવ્યું કે, આપણા ગામમાં રહેતો 33 વર્ષનો પાતીરામ નામનો વ્યક્તિ તે જ્યારે ટ્યુશનને જતી હતી..

ત્યારે તેની પાછળ-પાછળ આવીને તેનો મોબાઈલ નંબર માંગવા લાગ્યો હતો. અને તેનો હાથ પકડી લીધો હતો. આ ઉપરાંત છેડછાડ પણ કરવા લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી આ યુવક તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી રહ્યો છે. પરંતુ જો તે આ વાતની જાણકારી પોતાના માતા પિતાને કરશે તો તેના માતા પિતા તેનું ટ્યુશનને જવાનું બંધ કરાવી દેશે.

એટલા માટે તે ખૂબ જ ડરતી હતી અને પરિવારજનોને જણાવ્યું નહીં પરંતુ આજે જ્યારે એ યુવકે આ દીકરીનો હાથ પકડી લીધો અને દીકરીની મરજી વિરુદ્ધ તેની પાસે નંબર માંગવા લાગ્યો ત્યારે તે ખૂબ જ ડરી ગઈ અને પોતાના માતા પિતાને આ વાતની જાણકારી આપી દીધી હતી.

આ વાતો સાંભળતાની સાથે જ દીકરી ના માતા પિતા ખૂબ જ રોષે ભરાયા હતા તેઓ તરત જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને ત્યા આ લુચ્ચા લફંગા યુવક સામે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું છે કે, આ યુવક તેમની દીકરીને હેરાન પરેશાન કરે છે. અને તેની છેડતી કરવાની પણ કોશિશ કરી છે..

આ યુવકને પકડી પાડી બરાબરની સજા આપવી જોઈએ. જેથી કરી અન્ય નરાધમ વ્યક્તિઓમાં ભારે ભય બેસે અને તેઓ પણ ક્યારેય આ પ્રકારની કામગીરીઓમાં કોઈ વ્યક્તિને હેરાન પરેશાન ન કરે. જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે. ત્યારે કેટલાક માતા પિતા વિચારે છે કે જો આ ઘટના ની ફરિયાદ તેઓ પોલીસ સ્ટેશને કરશે..

અને ત્યારબાદ નજીકના વિસ્તારમાં રહેતા લોકો સગા સંબંધીઓ અને પરિવારના અન્ય સ્નેહીજનો સુધી પહોંચે તો તેઓ તેમની દીકરીની ખૂબ જ ખરાબ વાતો પણ કરવા લાગશે. એટલા માટે ઘણા બધા લોકો પોલીસ ફરિયાદ કરતા નથી. પરંતુ જ્યાં સુધી પોલીસ પાસે કોઈ મુદ્દાને લઈને ફરિયાદ ન આવે ત્યાં સુધી પોલીસ પણ આવી ઘટનાઓને અટકાવી શકતી નથી..

કારણ કે પોલીસ ખાતું રોજ ઈમાનદારી, સતર્કતા અને કર્મનિષ્ઠતાથી એટલું બધી મહેનત કરે છે કે તેઓ આવા નારાધમોને વીણી વીણીને પકડી પાડે છે. છતાં પણ આવા કેટલાક લોકો હજુ પણ છુપાઈને ન કરવાના કારણો કરતા હોય છે. તેમને પકડવા માટે જાહેર જનતા ની જાગૃતતા હોવી જરૂરી છે.

આ ઘટના દરેક સમાજના લોકોએ જાણી લેવી જોઈએ કે જ્યારે પણ આપણા બાળકો સાથે કોઈ ખોટી બાબત બને છે. ત્યારે સૌ પ્રથમ પોલીસની મદદ લેવા માટે પહોંચી જવું જોઈએ કારણકે શહેર કે ગામડામાં આપણી સાથે બનતી કોઈપણ ઘટનામાંથી આપણને બચાવવાનું કામ આપણી ઈમાનદાર પોલીસ જ કરી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *