Breaking News

તુર્કી-સીરિયાના ભૂકંપમાં કાટમાળ નીચે દબાયેલી મહિલાએ અઘરી રીતે બાળકીને જન્મ આપ્યો, વિડીયો જોઈને આંખો ભીની થઈ જશે..!

પાછળના કલાકોમાં તુર્કી અને સીરિયા તેમજ આસપાસના અન્ય દેશોમાં પણ વિનાશક ભૂકંપના ઘણા બધા આંચકાઓ અનુભવાયા છે. આ આંચકાને કારણે એક ખૂબ જ મોટી તબાહી સર્જાઈ ગઈ છે. જ્યા જુઓ ત્યાં નુકસાની અને ભયંકર તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આ ભૂકંપનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..

આ વીડિયોની અંદર એક વ્યક્તિએ એક તાજી જ જન્મેલી બાળકીને હાથમાં લઈને આમથી આમ દોડી રહ્યો છે. જ્યારે આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મળી ત્યારે ખબર પડી કે, જ્યારે તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો ત્યારે મોટી મોટી ઇમારતો સહિત બાંધકામની ઘણી બધી જગ્યાઓ ધારાશાયી થઈને કાટમાળ નીચે પડી ગયો હતો..

આ કાટમાળની નીચે અંદાજે ઘણા બધા લોકોનું દબાઈ જવાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે રેસ્ક્યુની ટીમ કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામકાજ કરતી હતી. ત્યારે તેઓને અચાનક જ એક બાળકીનો રડવાનો અવાજ સંભળાઈ ગયો હતો. આ બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ રેસ્ક્યુની ટીમ તરત જ આવાજ ક્યાંથી આવે છે તેની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી..

ત્યારબાદ તેમને ખબર પડી કે, આ કાટમાળની અંદર એક મહિલા ફસાઈ ચૂકી છે અને એ મહિલાએ આ બાળકીને જન્મ આપી દીધો છે. આવી અઘરી પરિસ્થિતિની અંદર એક બાળકીને જન્મ આપી દેતાની સાથે જ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આ એક સાક્ષાત દેવીનો જન્મ છે. આ નવજાત બાળકીને કાટમાળમાંથી તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવી હતી..

અને તેને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી, આ ઘટના જોઈને સૌ કોઈ લોકોના દિલ હલબલી ઊઠ્યા હતા. જેનો વિડીયો અને ફોટા હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. આ કાટમાળની અંદર એક સાથે હજારોની સંખ્યામાં મૃતદેહો દટાઈ ગયા છે. સૌ કોઈ લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે..

માત્ર એક દિવસ પહેલા જે પરિવાર હસતો ખેલતો પરિવાર સાથે ખુશીની પળ વિતાવતો હતો. એ જ પરિવાર આજે મૃત્યુ પામતા મોતનો તાંડવ સર્જાઈ ગયો છે. કાટમાળ માંથી લોકોના મૃતદેહોને બહાર કાઢતાની સાથે જ મૃત્યુ આંક ઝડપથી વધવા લાગ્યો છે. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયા બંનેમાં થઈને આ વિનાશકારી ભૂકંપથી અંદાજે 4,370 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે..

હજુ પણ આ મૃત્યુ આંક ખૂબ જ વધી શકે છે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તુર્કી અને સીરિયાના આ ભૂકંપને લઈને ઘણા બધા દેશો મદદ માટે આગળ આવ્યા છે. જેમાં સૌપ્રથમ ભારત આગળ આવ્યું છે, આ વિનાશક ભૂકંપને લઈને એક બેઠક પણ યોજવામાં આવી હતી. બેઠકમાં પીએમ મોદીની સુચના મળ્યા બાદ બે ટીમોને તુર્કી જવા રવાના પણ કરી દેવામાં આવ્યું છે..

તુર્કીમાં આ ઘટનાને પગલે સાત દિવસનું રાષ્ટ્રીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ભૂકંપના આંચકા ઘણા બધા લોકોના જીવ લઈને બેઠા છે. હજુ પણ એક ભૂકંપનો આંચકો અનુભવાતા હવે લોકોના જીવ પડી કે બંધાઈ ગયા છે. આ ભૂકંપઅ હજારોની સંખ્યામાં લોકોને મૃત્યુ થતાં વિશ્વના દરેક મોટા રાજકીય નેતાઓ તેમજ જાણીતા સેલિબ્રિટી અને અન્ય મોટા લોકોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમએ..

શોક વ્યક્ત કરતા સૌ કોઈ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. તેમજ દુઃખની આ ઘડીમાં બંને દેશોની સાથે સમગ્ર વિશ્વ ખંભેથી ખંભો મિલાવીને ઉભું છે. તેમજ તેમને મદદરૂપ બની આ દુખદ ઘડીમાંથી બહાર કાઢવામાં સહકાર પૂરો પાડશે તેવા પણ વાયદા અને વચનો આપવામાં આવ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *