Breaking News

‘તુ તારા બાપાના ઘરેથી કંઈ લાવી નથી’ આવું કહી સાસરિયા આપતા હતા સતત ત્રાસ એક દિવસ પતિ એ હદ જ વટાવી દીધી અને..!

દહેજ પ્રથા નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં અનેક વિચારો અને એક વિરોધાભાસ માન્યતા ની દુર્દશા તરત જ આપણા આંખની સામે આવી જતી હોય છે દહેજ પ્રથા એ ખરેખર સમાજમાં એક ખુબ મોટું કલંક ગણી શકાય એ વિગત ચાલતી આવતી લગ્ન દરમિયાનની પ્રથા હતી આ પ્રથા હાલ આપણા સમાજમાં નાબૂદ થતી હોય એવું જણાઈ રહ્યું છે.

પરંતુ ક્યારેક-ક્યારેક આ જ દહેજ પ્રથા ને કારણે ખૂબ મોટા બખેડા ઓ આપણી સામે આવતા રહેતા હોય છે જેના કારણે ખ્યાલ આવે કે હજુ પણ કેટલી જગ્યાએ દહેજ પ્રથા ને કારણે મહિલાઓ દીકરીઓને પરેશાની વેઠવી પડતી રહે છે, હા પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે કારણ કે દરેકના આર્થિક આયામો ખૂબ સક્ષમ હોતા નથી એવામાં જે દીકરીઓના મા-બાપ રૂપિયા ટકે સુખી હોય,

તેઓ પાસે જો દહેજની માંગણી ભૂલથી કરવામાં આવી હોય તો તે દીકરીના માતા-પિતા કદાચ દહેજ આપી પણ દે આમ તો જોકે દહેજ પ્રથા ને સરકાર દ્વારા જ ગુનાહિત પ્રવુતિ તરીકે જોવામાં આવે છે પરંતુ જ્યારે દીકરીના માતા-પિતા ની આર્થિક સ્થિતિ સારી નથી હોતી અને તેમની પાસે જ્યારે દહેજ પ્રથા ને સંભારીને દહેજની માંગણી કરવામાં આવે જ્યારે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે.

આ તમામ વચ્ચે જ્યારે દીકરી દહેજ આપી નથી શકતી ત્યારે તેના સાસરિયા આવો પતિ તેને ખૂબ જ ખોટી રીતે હેરાન કરવાના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે જે ખરેખર સમાજને ખૂબ મોટી લાગણી દુભાતી ઘટના ગણી શકાય. હાલમાં સુરતના ડિંડોલી માં ૨૧ વર્ષની યુવતી સાથે દહેજની માંગ કરી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવાની ઘટના સામે આવી છે,

જેની સવિસ્તાર જો વાત કરવામાં આવે તો ડિંડોલીમાં 21 વર્ષની યુવતીના લગ્ન 2020 માં થયા હતા ત્યાર પછી મહારાજ ખાતે પતિ, સાસુ-સસરા રહેવા જતા રહ્યા હતા લગ્ન થયા બાદ જ માત્ર દસથી પંદર દિવસ સારી રીતે રાખ્યા બાદ નાની-નાની વાતોમાં હેરાન કરવાની સાથે-સાથે ટોણા મારવા નું ચાલુ કર્યું પતિ સહિત સાસરિયાં વારંવાર કહેતા કે તું તારા પિતાના ઘરેથી કે લાવી નથી,

જા એક લાખ રૂપિયા લઇ આવ અને સાથે સાથે બાઈક પણ લાવ તો જ અમે તમને રાખીશું. તો આટલી માગ પૂરી ન થાય તો તને અમે છૂટાછેડા આપી દઈશું અને બીજા લગ્ન કરી લઈશું સાસરિયાઓની ચડામણીથી પતિ સતત અને સતત પત્નીને માર પણ મારતો હતો લગ્નજીવન શાંતિથી ટકાવી રાખવા માટે યુવતીએ તમામ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ સહન પણ કર્યો.

વારંવાર આપવામાં આવતો ત્રાસ યુવતી સહન કરતી રહી આ દરમિયાન એક વખત પતિએ તો તમામ હદો વટાવી પહેરેલા કપડે જ પોતાના ઘરમાંથી કાઢી મૂકી અને પછી તેના પિતાને જાણ કરી લઈ જવા માટે કહ્યું આવા પ્રકારે ત્રાસ આપવામાં કોઈપણ ખામી રાખી નહોતી છતાં પણ યુવતી એ ખુબ જ સહન કર્યું તમામ હદો વટાવી દીધી પછી સહન ના થતા યુવતીએ પતિ સાસુ સસરા નણંદ આ તમામ સામે ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *