Breaking News

“તું તારી બહેનનો દલાલ છો” કહીને યુવક મહિલાના ભાઈ ઉપર તૂટી પડતા લોકો મોઢામાં આંગળા નાખી ગયા, અંતે થયું એવું કે પોલીસ થઈ દોડતી..!

કહેવાય છે કે, દરેક વ્યક્તિની સહનશક્તિ જુદી-જુદી છે. કોઈ વ્યક્તિ પોતાના માતા પિતા વિશે ક્યારેય પણ ખોટું સહન કરી શકતો નથી. તો કોઈ વ્યક્તિ પોતાનું આત્મસન્માન ઉપર સહેજ પણ ઠેસ પહોંચવા દેતા નથી. પરંતુ જ્યારે પરિવારના સભ્યો વિશે કોઈ બહારનો વ્યક્તિ ખૂબ જ ખરાબ ખરાબ ગાળો આપીને જતો રહેતો કોઈ પણ વ્યક્તિના મગજનો પિત્તો હલી જતો હોય છે..

આવા સમયે મગજ ઠંડુ રાખીને બુદ્ધિનો ઉપયોગ કરી કામ હાથ ધરવું જોઈએ, અત્યારે નાના પીપળા પાસે રહેતા સંજયસિંહ નામના યુવક ના ઘર પાસે કાંતિ નામનો એક યુવક આવી પહોંચ્યો હતો. આ યુવક સંજયસિંહને કહેવા લાગ્યો કે, તું તારી બહેનનો દલાલ છો. તે ક્યારેય પણ તારી બહેનને સુખ આપ્યું નથી..

હંમેશા તારી બહેન દુઃખની અંદર જ જીવન જીવતી રહી છે. અને આ બધી ઘટના પાછળ તું જ છો, એમ કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. સંજયસિંહ કાંતિ નામના યુવકને જણાવ્યું કે, તમે મહેરબાની કરીને મારા ઘર પાસેથી દૂર ચાલ્યા જાઓ. મેં તમારું કશું જ બગાડ્યું નથી. છતાં પણ તમે શા માટે મને હેરાનગતિ પહોંચાડી રહ્યા છો..

અને મારા પરિવારના સભ્યો વિશે ખરાબ ખરાબ બોલી રહ્યા છો, ત્યારે કાંતિએ જણાવ્યું કે, આ બધી બાબતોનો વહીવટ કરવાની તારે કોઈ જરૂર નથી. તું તારી બહેનનો દલાલ છો. બસ આ શબ્દ સાંભળતાની સાથે જ સંજયસિંહે પિત્તો ગુમાવી બેઠા હતા. કારણ કે તેઓ તેમની બહેન વિશે આવા શબ્દોની અપેક્ષા ક્યારે પણ રાખી હતી નહીં..

અને આવા શબ્દો તેણે જાહેરમાં કહી દેતા, તેમણે પિત્તો ગુમાવી દીધો અને તે કાંતિ નામના યુવકને મારવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેમને આ ઘટનાને લઈને શાંતિથી કામ લેવાનું જણાવ્યું હતું. પરંતુ આ બંને યુવકો એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે, એકબીજાને ઢોર મારવા ઉપર ઉતરી આવ્યા હતા..

કાંતિની સાથે અન્ય ત્રણથી ચાર લોકો તાત્કાલિક ધોરણે ત્યાં એકઠા થઈ ગયા અને આ તમામ લોકો ભેગા મળીને સંજયસિંહ ને માર મારવા લાગ્યા હતા. એટલું મોટું ટોળું જોતજોતામાં જ એકઠું થઈ જતા ત્યાં આસપાસના ઉભેલા લોકો પણ મોઢામાં આંગળા નાખીને આ તમામ દ્રશ્યો જોતા રહ્યા..

સંજયસિંહને ઢોરમાર મારીને એટલો બધો ઘાયલ કરી દેવામાં આવ્યો કે, તેને હોસ્પિટલે દાખલ કરવાની પણ ફરજ આવી પડી હતી. જ્યારે તેઓ માર મારીને થાક્યા ત્યારે તેઓ સંજયસિંહ ને ત્યાં જ પડતો મૂકીને ભાગી ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ સંજયસિંહ ને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધાવી હતી..

જ્યાં સંજય સિંહ જણાવ્યું કે, અચાનક જ તેમના ગામમાં રહેતો કાંતિ નામનો યુવક તેમની પાસે આવી પહોંચ્યો અને તેની બહેન વિશે ખૂબ જ ખરાબ ખરાબ શબ્દો કહેવા લાગ્યો હતો. ઉશ્કેરાઈ જઈને બંને વચ્ચે રકઝક થઈ ગઈ જેમાં તેને ઢોર મારવામાં આવ્યો છે. આ ઘટના સામે આવતા જ ગામમાં ફફડાટ મચી ગયો હતો..

સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા કે, કાંતિ નામનો આ યુવક અચાનક જ શા માટે સંજયસિંહના ઘરે આવી પહોંચ્યો અને સંજયસિંહની બહેન વિશે આવા શબ્દો બોલવા લાગ્યો હશે દરેક લોકો જુદી-જુદી ચર્ચા વિચારણાઓ કરતા હતા. આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને નજરે જોનારા વ્યક્તિની નિવેદન નોંધી આગળની કામગીરી શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *