Breaking News

‘તું મોટો સરપંચ બની ગયો એટલે હવા આવી ગઈ છે’ એમ કહીને ગામના યુવકોએ સરપંચને મારી મારીને પીસોટા પાડી દીધા, કારણ જાણીને ચોંકી જશો..!

આપણે અવારનવાર સાંભળ્યું છે કે ગામડામાં રહેતા લોકો મોટાભાગે એકતા ધરાવતા હોય છે. તેઓ ક્યારેય એકબીજા સાથે ઝગડો કરતા નથી. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી અવનવી વાતોને લઈને નાના નાના ઝગડાઓનું પ્રમાણ દરેક ઘરોમાં ખૂબ જ વધવા લાગ્યુ છે. આ ઝઘડાઓ પોતાના સ્વાર્થને કારણે તેમજ પોતાને ગમતી વસ્તુ મેળવવાને કારણે થતા હોય છે..

ગામડાઓમાં નાનામાં નાના ઘરથી લઈને મોટા મોટા ઘર સુધી કોઈકની કોઈ બાબતોને લઈને અવારનવાર ડખાવો ચાલતા હોય છે. હાલના ઉત્તર ગુજરાતના વિસનગરના ભાંડો વિસ્તારમાં ઉપસરપંચને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ભાંડુ વિસ્તારમાં રહેતા મયુરકુમાર મણિલાલ પટેલ નામના વ્યક્તિ ગામના ઉપસરપંચ તેમજ જિલ્લા યુવા ઉપપ્રમુખ તરીકે ભાજપ પાર્ટીમાં સેવા આપે છે..

તેમના ગામના વિસ્તારમાં ચિત્રોડાવાસથી લઈને નવા માધ સુધી આર.સી.સી રોડ બનવા જઈ રહ્યો હતો. આ રોડને કારણે ગામના તમામ લોકોની દરેક મુશ્કેલીઓનું સોલ્યુશન થવા જઈ રહ્યું હતું. આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. અને રોડ બનવાનું ચાલુ થઈ ગયું હતું એટલા માટે ઉપસરપંચ મયુરભાઈ આ રોડ નું કામકાજ વ્યવસ્થિત થાય એટલા માટે માથે ઉભા રહીને દેખરેખ રાખતા હતા..

જે રોડ બની ગયો હોય તે રોડ ઉપર કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે અને રોડ ખરાબ ન થાય એટલા માટે ત્યાં આડસ મૂકવામાં આવી હતી. પરંતુ ગામના અમુક લોકો સરપંચના આ નિર્ણયને વખોડી કાઢીને મનફાવે તેમ વાહનો ચલાવી રહ્યા હતા. તેવામાં ગામમાં રહેતા ઠાકોર ઢોલાજી બળવંતજી અને ઠાકોર વિક્રમજી રત્નાજી નામના બંને યુવકો બાઈક લઈને આવી ગયા હતા અને રોડ આડી મૂકેલી આડસને હટાવીને પોતાની બાઇક કુદાવી દીધી હતી.

જ્યારે ઉપસરપંચ મયુરભાઈ મણિલાલ પટેલે આ બંને યુવકોને ત્યાંથી બાઈક ચલાવવા માટે ના પાડી હતી. ત્યારે તેઓએ સરપંચને ઊંચા અવાજે અપશબ્દો બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા હતા કે તું ખૂબ મોટો સરપંચ થઈ ગયો છે. એટલે તને ખુબજ હવા આવી ગઈ છે. એમ કહીને ઠાકોર ભોલાજી બળવંતજીએ લાકડી વડે ઉપસરપંચ મયુરભાઈને ઢોર માર માર્યો હતો.

આ બાબતની જાણ જ્યારે ઠાકોર કિરણજી મણાજી નામના વ્યક્તિને થઈ ત્યારે તેઓએ તેમના બંને મિત્રો ને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પોતાની પાસે રહેલી છરી કાઢીને મયુર ભાઈની ઉપર વાર કરવા જતાં જતાં પરંતુ મયુરભાઈ પોતાનો બચાવ કરવા માટે ફાફા મારવા લાગ્યા હતા જેથી કરીને આ કરી તેમના હાથના ભાગે વાગી હતી અને તેઓએ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા..

આ ઉપરાંત ભરતજી અને વિક્રમજી ગામના બંને યુવકોએ ગામના ઉપસરપંચ મયુરભાઈ મણિલાલ પટેલને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી દીધી હતી. આ ધમકી આપ્યા બાદ તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ મયુરભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં જોઇને ગામના સજ્જન વ્યક્તિ એ તેમને સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડયા હતા..

હાલ તેઓની સારવાર ચાલી રહી છે. હકીકતમાં ગામડા વિસ્તારમાં આવા અવનવા બનાવો છાશવારે સામે આવતા હોય છે. થોડા દિવસ પહેલાં રાજકોટના એક ગામડામાંથી સરપંચ બનવાની બાબતને લઈને બંને પિતરાઇ ભાઇઓ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો. અને જેમાં વાત મારામારી સુધી પહોંચી આવી હતી. આ ઉપરાંત એક બીજા બીજા પિતરાઈ ભાઈના ઘરે જઈને ધાક ધમકીઓ અને લાકડાના ઢોર માર માર્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *