Breaking News

‘તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે’ કહીને મહિલાનો પતિ પાડોશી યુવક ઉપર તૂટી પડ્યો, મનફાવે તેમ ઢોરમાર માર્યા બાદ કર્યું એવું કે જોઈને લોકો હેબતાઈ ગયા..!

રાજકોટ જિલ્લામાંથી છાશવારે મારામારી અને ગુંડા ગર્દીના બનાવો સામે આવે છે. હાલ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામની અંદર આડ સંબંધની શંકાને આધારે ખૂબ મોટી મારામારીમાં બનાવ સામે આવ્યો છે. ખીરાસરા ગામની એક જ સોસાયટીમાં આસપાસમાં રહેતા પાડોસીઓ બાખડી પડ્યા છે.

હકીકતમાં જીતેશ શામજીભાઈ ચૌહાણ નામના યુવકે તેની રહેતા જીતેન્દ્ર સાગઠીયા નામના યુવકની પત્ની સાથે મોબાઇલમાં મેસેજ ના માધ્યમથી વાતચીત કરી હતી. જેની જાણ જીતેશને થતા જ તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. અને આ બાબતનો ખાર પોતાના મનમાં રાખ્યો હતો. એક દિવસ જ્યારે રાત્રીના સમયે જીતેશ ઘરે આવી રહ્યો હતો.

રાતના 11:00 વાગી ચુક્યા હતા. ત્યારે જીતેન્દ્ર તેની હાથમાં લાકડી લઈને તેના ઘર પાસે આવીને જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો. અને કહેવા લાગ્યું કે, તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે. એમ કહીને લાકડેથી ઢોર મારવા લાગ્યો હતો. મન ફાવે તેમ મારતો હતો. જેમાં વાંસાના ભાગે લાકડીના વધારે ઘા માર્યા હતા..

જોત જોતામાં જ સૌ કોઈ એકઠા થઈ ગયા હતા. એમાં જીતેન્દ્રની પત્ની નયના પણ ત્યાં આવી પહોંચી હતી. અને તેણે જીતેન્દ્રને સમજાવીને આ મામલો પતાવ્યો હતો અને જીતેન્દ્રને તેમના ઘરે લઈ ગયા હતા. જીતેશને કારણે ખૂબ જ દુઃખી થયો હતો. અને તેના વાસણા ભાગે પણ દુખાવો થતો હતો. એટલા માટે તે દવાખાને જવાનું વિચારતો હતો..

એવામાં તો જીતેન્દ્રનો ફોન આવ્યો કે તમે ખીરાસરી ચોકડી પાસે આવો. ત્યાં મળવા માટે જીતેન્દ્રએ જીતેશને બોલાવ્યો હતો. પરંતુ આગળના દિવસે જે હુમલો થયો તે હુમલાને કારણે જીતેશ ડરી ગયો હતો એટલે તે તેના નાના ભાઈ હિરેનને લઈને ખીરાસરા ચોકડી પાસે મળવા ગયો હતો. જ્યારે જીતેન્દ્ર પણ તેના નાના ભાઈ રવિ સાથે ત્યાં ઉભો હતો..

જ્યારે તેણે જીતેશને આવતા જોયો કે, તરત જ તે ગાળો બોલવા લાગ્યો હતો. અને પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને ફરીવાર બોલ્યો કે, તું મારી પત્નીને શું કામ મેસેજ કરે છે. એમ કહીને જીતેશ અન્ય કોઈ જવાબ આપે પહેલા જ તેના પર છરી લઈને તૂટી પડ્યો હતો. મન ફાવે તેમ છરીના ઘા માર્યા હતા. પરંતુ હિરેન અને રવિ આ ઝઘડામાં વચ્ચે પડતા જ તેણે મારો જીવ બચાવી લીધો હતો.

પરંતુ હિતેશને પડખાના ભાગે ઝરીના ઘા વાગી ગયા હતા. અને ખૂબ જ લોહી પણ રહેવા લાગ્યું હતું. આ ઉપરાંત જીતેન્દ્ર ગાળો દેવા લાગ્યો કે આજે તો તને છોડી દઉં છું. પરંતુ હવે જ્યારે તું મને સામો મળીશ ત્યારે તને પતાવી દઈશ. આવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તે તેના ભાઈ સાથે જતો રહ્યો હતો..

જ્યારે જીતેશે 108 ને ફોન કરીને બોલાવી હતી. અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બાબતને લઈને તેઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે. આવા કેટ કેટલાય મામલાઓ પોલીસમાં નોંધાઈ ચુક્યા છે અને પોલીસ પણ મારામારીના મામલાને સુલજાવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *