કહેવાય છે કે માણસનો સ્વભાવનો આધાર તેના મનના ઉપર રહેલો હોય છે. જો મનમાં નાની નાની બાબતોને લઈને ગુસ્સો આવી જતો હોય તો તેનો સ્વભાવ ખૂબ જ ચિડીયાપણું હોય છે. તેમજ તે કોઈપણ વ્યક્તિ સાથે ઘડીક વારમાં બોલાચાલી કરી બેસતા હોય છે. પરંતુ આવા સ્વભાવ માણસને જીવનમાં પ્રગતિ કરતા અટકાવી દે છે..
તેમાં ક્યારેક પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા પણ કરી દેતા હોય છે. હાલ અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં સાવ નાની અમથી બાબતને લઈને ખૂબ મોટી બોલાચાલી થઈ ગઈ હતી. અને વાત મારી નાખવાની ધમકી સુધી પણ પહોંચી ગઈ હતી. આ મામલો અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં બન્યો છે.
વડીયા તાલુકાના રામપુર ગામમાં એક ખેડૂત કે જેમનું નામ શંભુભાઈ રામભાઈ ઠુમ્મર છે. તેઓ પોતાના ખેતરે ખેતી કરવા માટે રોજ બળદ ગાડું લઈને જતા હતા. શંભુભાઈની ઉંમર ૪૨ વર્ષની છે. તેઓના ઘરથી તેમની વાડી ખૂબ દૂર હોવાથી તેઓ બળદ ગાડું લઈને દરરોજ વાડીએ જતા અને આવતા હતા..
વાડીયા જવાનો રસ્તો પણ ખૂબ ખાડા ખરીયા વાળો હોવાથી એ માર્ગમાં માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેટલી જગ્યા હતી. જ્યારે પણ તેમનું ગાડું ચાલતું હોય ત્યારે અન્ય કોઈ વાહન તેમની પાછળથી પસાર થાય તો તેઓને જ્યાં સુધી ગાડું રસ્તો પાર ન કરી લે ત્યાં સુધી ધીમી ગતિએ ચાલવું પડે છે..
પરંતુ એક દિવસ તેમના જ ગામના હસમુખભાઈ કાંતિભાઈ વાઘાણી અને ધમા ભાઈ પરષોત્તમભાઇ હિરપરા નામના બે વ્યક્તિઓ તેમના ગાડાની પાછળ પાછળ આવી રહ્યા હતા.. અને જોરજોરથી હોર્ન મારી રહ્યા હતા. શંભુભાઈ જણાવ્યું કે તેમનું ગાડું પસાર થઈ જાય પછી તમે આરામથી નીકળી જજો.. કારણકે રસ્તો ખૂબ જ સાંકડો છે. એટલા માટે બળદ ગાડું ઊભું રાખીને તેમને સાઈડ આપવી શક્ય નથી.
પરંતુ હસમુખભાઈ જોરજોરથી બુમાબુમ લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તું મને સાઇડ કેમ નથી આપતો. જોતજોતામાં તો બંને શખ્સોએ ખૂબ જ ઉગ્ર બોલાચાલી કરી દીધી હતી. અને બળદ ગાડું ઉભું રખાવીને ધમાભાઈ એ ખેડૂત શંભુભાઈ રામભાઈ ઠુંમરને પાવડા વડે ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આવી પરિસ્થિતિમાં જુઓ તેઓમાં સમજણ હોય તો જ્યારે બળદગાડુ પસાર થઈ જાય ત્યાર બાદ તેઓને સાઈડ મળી જાય. પરંતુ તેઓ પોતાના મન ઉપર કાબૂ રાખી શક્યા નહીં. અને સમય સાથે મારામારી કરવા લાગ્યા હતા અને તેઓએ શંભુભાઈ ને ધમકી આપતા જણાવ્યું કે તને જીવ તો મારી નાખીશું..
ધમકી આપ્યા બાદ આ બંને લોકો ત્યાંથી ભાગી ગયા હતા. શંભુભાઈને ખૂબ જ ઈજા પહોંચી હતી. એટલા માટે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ વાડિયા પોલીસ મથકમાં આ બંને યુવકો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઇ ને હેડ કોન્સ્ટેબલે આગળની તપાસ શરૂ કરી છે.
વાત માત્ર વાહનને સાઇડ આપવાની હતી જે બાબત શક્ય ન હોવાથી બંને યુવકો એક ઉગ્ર બની ગયા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. તેઓના સ્વભાવને કારણે હાલ તેઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જો મન શાંત હોય તો સ્વભાવ શાંત રહે છે. પરંતુ જો મન ખૂબ જ ચંચળ અને ગુસ્સાવાળો હોય તો સ્વભાવ એકદમ ચીડિયાપણું અને નખરાળો બની જતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]