Breaking News

‘તું હા નહી પાડે તો એસીડ ફેંકીને પતાવી દઈશ’ કહીને માથા ફરેલો પ્રેમી યુવતીને ધમકી આપતો, યુવતીએ કર્યું એવું કે પ્રેમીની અક્કલ ઠેકાણે આવી ગઈ..!

પોતાની વાત મનાવવા માટે કેટલાક જીદ્દીલા લોકો અવનવા કીમિયાઓ અપનાવતા હોય છે અને આ કીમિયાઓ અપનાવવા છતાં પણ જુઓ પોતાના મનનું ધારેલું ન થાય તો તે અંતે શું કરી બેસે તેનું પણ નક્કી હોતું નથી, ઘણા બધા માથા ફરેલા વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલી ભરી સ્થિતિ સાબિત કરી દેતા હોય છે..

આ પ્રકારના અઢળક કિસ્સાઓ રોજબરોજ સરકારી ચોપડે નોંધાતા હોય છે, જેમાં વધુ એક બનાવો હાલ નોંધાવા જઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દરેક લોકો ચોકી ઉઠ્યા હતા, એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓની સામે કેવા પ્રકારનું વર્તન કરે છે. કેવી વાણી બોલે છે અને તેઓ ઈરાદો રાખે છે..

તેનો તમામ આધાર તેના સ્વભાવ પર રહેલો હોય છે, અને સ્વભાવનો આધાર તેની સંગત ઉપર હોય છે. એક જ સોસાયટીમાં રહેતા કેટલાક મિત્રોનું ટોળું ખૂબ જ ખરાબ સંગતમાં ચાલ્યું ગયું હતું અને તેઓ એવા કારનામા કરવા લાગ્યા હતા કે, જેના કારણે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ અનુભવવાનો વારો આવી ગયો હતો..

આ ઘટના વૈશાલી પાર્ક સોસાયટીમાંથી સામે આવી છે, આ સોસાયટીમાં ચારથી પાંચ જુવાન જોતો યુવકો અન્ય સામાન્ય વ્યક્તિઓ માટે દુશ્મન રૂપ સાબિત થતા હતા, તેઓ કોઈને કોઈ બાબતને લઈ લડાઈ ઝઘડો કરવા લાગતા હતા. આ પાંચ મિત્રોની અંદર વૈભવ નામનો એક યુવક પણ સામેલ હતો..

આ યુવકે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોઈપણ નોકરી કે ધંધો કરવાને બદલે સોસાયટીના અન્ય બેરોજગાર મિત્રો સાથે બેસીને સોસાયટીમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતો હતો, વૈભવ નામનો આવ્યો તેના પડોશમાં રહેતી સોનલ નામની યુવતીને હેરાન પરેશાન કરી રહ્યો હતો..

તે વારંવાર સોનલને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ કરીને પજવણી કરતો, આ ઉપરાંત જ્યારે સોનલ પોતાના ઘરની બહાર નીકળતી ત્યારે તેની પાછળ પાછળ જઈને તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરવા લાગતો હતો, સોનલ જાણતી હતી કે, વૈભવ નામનો આ બેરોજગાર નરાધમ યુવક તેની સાથે ખૂબ જ ખોટું કામ કરવાનું ઇરાદો ધરાવી રહ્યો છે..

એટલા માટે સોનલે ક્યારે પણ આ યુવકની સામું પણ જોયું નથી, અને તેને જવાબ આપવાની કોશિશ પણ કરી નહીં વૈભવ અવારનવાર સોનલને કહે તો કે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છુ, જો તું મને હા પાડી દઈશ તો આપણે આવતીકાલે જ લગ્ન કરી લઈશું તારા પરિવાર અને અન્ય કુટુંબી સભ્યોને મનાવવાની જવાબદારી મારા ઉપર છે..

બસ તારે ખાલી હા પાડવાની છે, આ પ્રકારના શબ્દો સોનલને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા હતા, આ બાબત વિશે તેને તેના પરિવારજનોને પણ જણાવ્યું કે, તેમના પડોશ માટે તો વૈભવ નામનો તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. સોનલના પિતા બટુક લાલભાઈએ વૈભવ નામના યુવકને ખખડાવી નાખ્યો હતો અને સમજાવ્યો કે, આજ પછી તે ક્યારેય સોનલની સામે નહીં જુએ..

અને તેને હેરાન પરેશાન પણ નહીં કરે નહીં, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી તેઓ ચલાવી દેશે છતાં પણ વૈભવ નામના યુવકની અક્કલ ઠેકાણે આવી નહીં અને બીજા દિવસે જ્યારે સોનલ પોતાના અગાસી ઉપર કપડાં સૂકવી રહી હતી. ત્યારે આ નરાધમ યુવક ત્યાં આવી પહોંચ્યો અને સોનલનો હાથ પકડીને કહેવા લાગ્યો કે, જો તું મને હા નહીં પાડે તો હું તને એસિડ ફેંકીને પતાવી દઈશ..

આ શબ્દો સાંભળતાની સાથે સોનલનો પિત્તો ફાટી ગયો અને તેણે વૈભવ નામના યુવકનો કોલર પકડીને ઘસડીને તે સોસાયટીની વચ્ચે સૌ કોઈ સામે લઈ આવી હતી, અને ત્યારબાદ કહેવા લાગી કે તારામાં ત્રેવડ હોય તો તું મને અહીં જ એસિડ ફેંકીને પતાવી દે નહીં તો હું આજે તને પતાવી દઈશ..

અચાનક જ સોનલમાં આટલી બધી હિંમત આવી ચૂકી કે તેણે આ નરાધમ વ્યક્તિને બરાબરનો મેથીપાક ચખાડવાનું પણ શરૂ કરી દીધું હતું, આ સાથે સાથે તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પણ માહિતી આપી દીધી હતી કે, તેના પડોશમાં રહેતો જુવાનજોધ યુવક તેને હેરાન પરેશાન કરી રહ્યો છે..

અને તેની પજવણી એટલી બધી વધી ગઈ કે, તે એસિડ ફેંકીને મારી દેવાની ધમકી પણ આપી રહ્યો છે. પોલીસનો કાફલો તાબડતો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ત્યાં વૈભવની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશનએ પણ લઈ જવામાં આવ્યો. પોલીસની ગાડી જોતાની સાથે જ વૈભવ નામના જુવાનજોધ યુવકની અકલ ઠેકાણે આવી ગઈ હતી..

અને તે પગ પકડીને માફી માંગવા લાગ્યો હતો, સોનલે જાહેરમાં જ યુવકની તમામ બોલને ખુલ્લી પાડી દીધી હતી, જેથી કરીને તેના અન્ય મિત્રોની પણ અક્કલ ઠેકાણે આવી જાય અને આજ પછી ક્યારેય પણ કોઈ યુવકની કોઈ યુવતીને હેરાન પરેશાન કરવાની હિંમત ન ચાલે. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો સોનલની ખૂબ જ વાહ વાહ કરી કરી રહ્યા છે..

કારણ કે, જો એની જગ્યાએ કોઈ અન્ય યુવતી હોત તો તે ડરી ગઈ હોત અને આ યુવકની વાતોમાં આવી જઈને અંતે કઈ પરિસ્થિતિમાં ફસાઈ ચૂકી હોય તેનું નક્કી ન હોય પરંતુ સોનલે ખૂબ જ સાહસિકતાથી કામ લીધું અને કાયદેસરની કાર્યવાહી કરી આ યુવકની અક્કલને ઠેકાણે લાવી નાખી હતી..

હકીકતમાં રોજબરોજ જુવાન ઉંમરના યુવક યુવતીઓમાં પ્રેમ પ્રકરણના આવા અઢળક બનાવો ખૂબ જ વધી રહ્યા છે, આવા બનાવો ન બને એટલા માટે દરેક માતા પિતાની તેમના બાળકો પ્રત્યેની જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમના દીકરા કે દીકરી કેવા વ્યક્તિઓની સાથે રોજબરોજ નું જીવન જીવે છે, તેની પણ ખાસ માહિતી રાખવી પડે છે. કારણ કે, માણસનું મન અને તેના વિચારોનો આધાર તેની સંગત ઉપર રહેલો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *