Breaking News

ટ્રકમાં પંચર પડતા ટાયર બદલવા નીચે ઉતાર્યો, ટાયર બદલતો હતો કે પાછળથી બીજા ટ્રકે… ઓમ શાંતિ..!

અકસ્માતની ઘટનાઓ એટલી વધે છે કે કોઈપણ સમાચાર વાંચતા ઓછામાં ઓછી પાંચ થી છ તો અકસ્માત ના સમાચાર સાંભળવા મળે જ.. Lockdown પછીના સમયગાળા થી લઈને અત્યાર સુધીના સમયગાળામાં અકસ્માતના કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે-સાથે કેટલાય પરિવારોએ પોતાના ઘરના મોભી સભ્યોને પણ ગુમાવી દીધા છે.

કોઈક અકસ્માતો ગતિ પર કાબૂ ન રહેવાના કારણે બનતા હોય છે, તો અમુક અકસ્માતો ગાડીના ટાયર ફાટવાના કારણે બનતા હોય છે. અથવા તો ક્યારેક કોઈપણ ડ્રાઇવરોની ભૂલ ન હોય તો પરિસ્થિતિ ના અભાવે અકસ્માત સર્જતા હોય છે. અકસ્માતમાં થયેલા મોત હદય કંપાવે તેવા હોઈ છે.

સાયલાના ચોટીલા નેશનલ હાઇવે પર ડોળીયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનોમાં ભારે શોક છવાઈ ગયો છે. હકીકતમાં સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર જામનગર થી કર્ણાટક તરફ એક ટ્રક જઈ રહ્યો હતો. ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા તેને રિપેર કરવા માટે ડ્રાઇવર રસ્તા પર નીચે ઉતાર્યો હતો..

તે ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો એ સમયે તેણે વિચાર્યું પણ નહીં હોય કે તેની સાથે ખૂબ દુખદ ઘટના બનવાની છે. તે જ્યારે પોતાના ટ્રકનું ટાયર બદલવામાં વ્યસ્ત હતો, એ વખતે પાછળથી એક અન્ય ટ્રક આવ્યો અને તેની સામે પડેલા ટ્રકમાં નીચે ઘૂસી ગયો હતો, આ ટ્રકો એકબીજા સાથે અથડાતા ખૂબ મોટો ધડાકો થયો હતો..

જેના અવાજના કારણે આજુબાજુના હોટલ વાળા લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. તેમજ નજીકના ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટના બનતા તરત જ ટ્રક ચાલક જે પાછળથી ટ્રક લઈને આવી રહ્યો હતો તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ જે વ્યક્તિ પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો તેને પણ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્રણ કલાકની મહેનત બાદ આ બન્ને લોકોને બહાર કાઢ્યા હતા. પરંતુ તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જેથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત ક્લીનરની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બંને ડ્રાઇવરોના મૃત્યુ થતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. તપાસમાં જણાયું છે કે આ બંને ડ્રાઇવર રાજસ્થાનના હતા. તેઓના પરિવારને હજુ આ મામલાની જાણ નથી. તેઓને જયારે ખબર પડશે કે તેઓના પરિવારનો એક સભ્ય અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે ત્યારે તેઓના પરિવાર આફતોના વાદળો ઘેરાઈ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આ જગ્યાએ લોકો પાણીના પાઉચ ધરાવીને માને છે માનતા, થાય છે બધા જ કાર્યો પુરા.. વાંચો..!

કોઈપણ પ્રકારના આગરા પ્રશ્નોને ઉકેલવા માટે જે તે વ્યક્તિ ભગવાન દેવી દેવતાઓના સહારે જતા હોય …

Leave a Reply

Your email address will not be published.