Breaking News

ટ્રકમાં 40 અબોલ પશુઓને કતલખાનામાં લઈ જતા હતા એ જ સમયે ભગવાનનું રૂપ લઈને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ પહોચી ગયા..!

કતલખાનાઓ ચલાવનારા લોકોની હિંમત હજુ પણ એટલી ને એટલી જ છે.. કેટલાય કારખાનાના માલિકોને જીવ દયા પ્રેમીઓ એ પકડી પાડયા હતા.. છતાં પણ હજી અમુક લોકો સમજી રહ્યા નથી. અને કતલખાનાનું કામ ચાલુ જ રાખ્યું છે. આવા લોકો ઉપર જીવદયા પ્રેમીઓની નજર હોય જ છે…

તેઓ કોઈ પણ આડાઅવળા કામ કરતા દેખાય કે તરત જ એને દબોચી લેવામાં આવે છે. હાલ પાલનપુર પાસે ધોળી પરબ નજીકથી જીવદયાપ્રેમીઓએ એક ટ્રકને પકડ્યો છે. જેમાં ૪૦ પશુઓને કતલખાનામાં લઈ જવામાં આવતા હતા. તને પકડયા બાદ તેઓએ પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવી લીધી હતી…

તેમજ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી હતી. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો ઉર્વેશ મહેન્દ્રભાઈ પટેલ પહેલેથી જ જીવ દયા પ્રેમી છે. છેલ્લા થોડા દિવસોથી પોતાના મિત્રો સાથે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો હતો. તેને મોડી રાત્રે એક બાતમી મળી હતી કે, એક ટ્રકમાં અંદાજે ૪૦ થી ૫૦ પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે…

જો તેઓને આજ રાત્રે બચાવવા ન આવે તો આવતીકાલે તેઓનું કોઈ ઠેકાણું રહેશે નહીં.. માટે આજ રાત્રે જ તેઓ ને બચાવવા પડશે. બસ આ વાત સાંભળીને ઉર્વેશ મહેન્દ્રભાઈ પટેલ તેના મિત્રોની ટોળકી સાથે પાલનપુરની ધોળી પરબ નજીકના વિસ્તારમાં આ ટ્રકની રાહ જોઈ રહ્યા હતા.

તે રોડ ઉપરથી આશરે ઘણા ટ્રકો અવર-જવર કરી રહ્યા હતા. પરંતુ તેઓ દરેક ટ્રકને ઉભી રખાવીને તેમાં ચેકિંગ કરતા હતા અને એ દરમિયાન એક આઈસર ટ્રક ત્યાં આવ્યું હતું. એટલા માટે ઉર્વેશ અને તેના મિત્રોએ આઈસરને ઉભું રખાવી ને તેને તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા…

જેવું આઈસર ટ્રક નું પાછળ નું શટર ખોલીયુ કે, જીવદયા પ્રેમીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. કારણ કે તેઓને જે બાતમી મળી હતી તે બિલકુલ સત્ય નીકળી હતી. અને આઈસરમાં 40 કરતાં વધારે પાડા મળી આવ્યા હતા. જીવદયા પ્રેમીઓની આ સાહસભરી કામગીરીથી સૌ કોઈ લોકો પ્રસસિત છે.

બાતમી હકીકતમાં બદલાઈ જતાં તેણે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. અને પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ટ્રકચાલક સોરાબખાન મહંમદખાન પઠાણની ઘટનાસ્થળે જ અટકાયત કરી લીધી હતી. અને તેની સામે પશુ ક્રૂરતા અધિનિયમ ના કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

તેમજ આ કેસમાં અન્ય કોણ-કોણ લોકો સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૂંગા પશુઓની લાગણીઓ તેમજ જીવ સાથે ખીલવાડ કરનારાને તો કડકમાં કડક સજા થવી જ જોઈએ. આ ઘટના બન્યા બાદ જીવદયાપ્રેમીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *