રેલવેમાં મુસાફરી કરવી ખૂબ જ અઘરી છે. કારણ કે રેલવેની અંદર હજારોથી લાખો વ્યક્તિઓ રોજબરોજ મુસાફરી કરે છે. જ્યારે ટ્રેન આવે છે ત્યારે તેમાં ચડવા માટે પણ લોકો પડાપડી બોલાવે છે. અને ટ્રેનમાંથી નીચે ઉતરવા માટે પણ લોકો પડા પાડી બોલાવી દે છે. એટલે કે કીમીતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખતાની સાથે સાથે જ પોતાના જીવનનું ધ્યાન પણ રાખવું પડે છે..
કારણ કે જો સહેજ પણ ચૂક થઈ જાય કે વ્યક્તિ પાટા ઉપર નીચે પડી જતા હોય છે. અને તેની પરથી ટ્રેન ચાલી જતા તેમના અંતે મૃત્યુ પણ થઈ જતા હોય છે. અથવા તો શરીરના કોઈ પણ ભાગમાં કાપકૂપ પણ થઈ જતી હોય છે. એવા કેટલા કિસ્સાઓ આપણે જોયા છે. તેમજ સીસીટીવી ફૂટેજો પણ અવારનવાર સામે આવે છે કે, જેમાં રેલ્વેમાં ચડતી વખતે થતી ભૂલચૂકને કારણે વ્યક્તિને પોતાનું જીવન બરબાદ થઈ જતું હોય છે..
અને હાલ આ પ્રકારનો જ એક બનાવ રાજકોટ શહેરના જંકશન રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. જ્યાં બપોરના સમયે એક માતા પોતાના પુત્રની સાથે રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જઈ રહી હતી. જ્યારે ટ્રેન આવી અને ટ્રેનમાં ચડવા માટે લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. વારાફરતી એક પછી એક લોકો ટ્રેનમાં ચડી રહ્યા હતા..
એવામાં જ્યારે માતા ટ્રેન પર ચડી ગઈ અને પુત્રને ટ્રેન ઉપર ચડાવતી હતી ત્યારે પુત્રનો પગ લપસતા જ તે ટ્રેનના પાટા નીચે પડી ગયો હતો. અને જો જોતા હોય તો ટ્રેન ચાલવા પણ માંડી હતી. તેના પરથી અંદાજે પાંચ જેટલા ડબ્બા પસાર થઈ ગયા હતા. જ્યારે પુત્ર પાટા નીચે પડી ગયો ત્યારે માતા જોડે જોડે કરવા લાગી હતી.
એવામાં ત્યાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા પણ આવી પહોંચી હતી. તેણે આ માતાનો અવાજ સાંભળતાની સાથે જ ત્યાં દોડીને પહોંચી ગયા હતા. અને ત્યારબાદ તેઓએ જોયું તો બાળક નીચે પડી ગયો હતો. તેઓએ હિંમત દાખવીને આ બાળકને કહ્યું કે તું જેમ છે તેની તે જ પરિસ્થિતિમાં રહેજે..
જો સહેજ પણ હલીશ તો તારો જીવ જતો રહેશે. હકીકતમાં ભગવાને આ કોન્સ્ટેબલને ચમત્કારરૂપે મોકલી હતી. અને તેણે બાળકને જે રીતે રહેવા માટે કહ્યું તેવી રીતે બાળક પડયો રહ્યો અને જોતજોતામાં તેના પરથી પાંચ ડબ્બા પસાર થઈ ગયા પરંતુ બાળકને એક પણ આંચ આવી હતી નહીં.
અને બાળકનો જીવ બચી ગયો હતો. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે.. આ દીકરો મોતના મુખમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તેની માતા આ સાહસિક મહિલા કોન્સ્ટેબલ સોનું વર્માને ભેટી પડી હતી. કારણ કે તેણે તેના બાળકને બચાવવામાં ખૂબ જ મદદ કરી હતી. આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા..
અને આ દ્રશ્યો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લોકો આરપીએફ મહિલા કોન્સ્ટેબલ સોનું વર્માને આ સાહસિક કામગીરીને લઈને ખૂબ જ બિરદાવી રહ્યા છે. તેમ જ કહી રહ્યા છે કે દેશને આવા જ સાહસિક લોકોની જરૂર છે કે, જે જરૂર પડીએ પોતાની હિંમત અને સાહસ દાખવીને શહેરના નાગરિકોને બચાવી શકે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]