ક્યારે કોઈ વ્યક્તિ સલાહ આપે એ સલાહ કેટલા વ્યક્તિઓને ગમતી નથી. આ ઉપરાંત નાની નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો ભરાઈ આવતા હોય છે. જેને કારણે તેઓને ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. અને અંતે પસ્તાવો પણ થાય છે. પરંતુ તેઓ નાની બાબતોમાં ગુસ્સે થવાની આદતોને છોડી રહ્યા નથી..
અને જેને કારણે હાલ મૃત્યુ પણ થઈ રહ્યા છે. ખૂબ જ હાથ મચાવી દે તેઓ એક બનાવો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા વાઢેર ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં જુસબભાઈ રહેમાનભાઈ નામનો 27 વર્ષનો યુવક પોતાના પરિવારજનો સાથે રહે છે. ભાઈ મોડી રાત્રેના સમયથી મચ્છી માર્કેટમાંથી પસાર થઈ રહ્યા હતા..
એવામાં આ માર્કેટની અંદર ઊભા રહેલા ત્રણ વ્યક્તિઓ જોરથી ગાળા ગાળે કરી રહ્યા હતા. અને અપશબ્દ બોલી રહ્યા હતા. જેને કારણે એક સાચા નાગરિકતાને આધારે જુસબભાઈ પોતાની ગાડી ઉભી રાખી હતી અને આ ત્રણેય લોકોને ગાળા ગાળી અને અપશબ્દ ન બોલવા પણ જણાવ્યું હતું…
અને તેઓએ જણાવ્યું કે આ માર્કેટ માન્ય બીજા બધા લોકો પણ છે. તમારી આ ગાળના કારણે કેટલા લોકોને અહીંયા થી પસાર થવું પણ ગમતું નથી. એટલા માટે હવે તમે ગાળા ગાળી કરતા નહીં. બસ એટલું કહેતાની સાથે જ આ ત્રણેય યુવકોના મનમાં ગુસ્સાનો પારો ખૂબ જ ઊંચો થઈ ગયો હતો. અને તેઓએ જુસબભાઈ ઉપર હુમલો કરી દીધો હતો..
આ ત્રણેય યુવકો પાસે છરી જેવા ધારદાર હથિયારો હતા. આ ત્રણેય લોકોએ છરી કાઢીને જુસબભાઈ ઉપર વારંવાર ઘા જીકવા લાગ્યા હતા. જેના કારણે તેમની ઘટના સ્થળે જ ત્યાં થઈ ગઈ હતી. જુસબભાઈ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે સારો ઉપદેશ આપવા જતા તેમનું મૃત્યુ થઈ જશે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.
જ્યારે હત્યાની જાણ જાફરાબાદ પોલીસને થઈ ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને જુસબભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ ડીવાયએસપી તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના મોટા મોટા પોલીસ અધિકારીઓ પણ આ ગામમાં દોડી આવ્યા હતા..
જુસબભાઈની હત્યાને લઈને તેમના પરિવારજનોએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને આ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે અમરેલીના એસ.પી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશનની બ્રાન્ચ સહિતની ટીમો પણ આ હત્યારાને પકડી પાડવા માટે જરૂરી આદેશો આપી દીધા હતા..
પોલીસે બે આરોપીઓને પકડી પડ્યા છે. જ્યારે એ આરોપી હજુ પણ ફરાર છે. અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એક બાદ એક ચરીના કુલ ત્રણ થી ચાર ઘા મારતાની સાથે જ જુસબભાઈનું મૃત્યુ થયું હતું. આ હત્યાને લઈને તેમના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી વહી ગઈ છે. કારણ કે જુસબભાઈ પરિવારના મોભી સભ્ય હતા ઘરના મોભી જ મૃત્યુ પામ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]