Breaking News

ત્રણ બાળકો અને સસરાને પાલવતી વિધવા મહિલા ઉપર નરાધમ સસરો કુહાડી લઈને તૂટી પડતા આખુ ઘર લોહીથી ભરાઈ ગયું, બાળકોએ કહ્યું કે, “દાદાએ મારી મમ્મીને…

જે વ્યક્તિ ઉપર કઠણાઈ આવી પડે છે. તેને બધી જ બાજુથી પરિસ્થિતિને સહન કરવાનો વારો આવી જાય છે. આવા વ્યક્તિઓને હંમેશા કોઈ વ્યક્તિના સાથ સહકારની જરૂર હોય છે. પરંતુ તેમના જીવનમાં જો કોઈ વ્યક્તિનો સાથ સહકાર ન મળે તો ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવી પડતી હોય છે..

અત્યારે એક નરાધમ સસરો તેના દીકરાની વિધવા વહુ ઉપર કુહાડી લઈને તૂટી પડ્યો હતો. અને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. બિચારી આ મહિલા તેના ત્રણ બાળકોની સાથે સાથે તેના સસરાને પણ આવતી હતી. પરંતુ તેને એક પણ વખત આ ઘટનાનો વિચાર કર્યો નહીં અને તેના દીકરાની વિધવા વહુને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીતની છે. અહીં ઉદયપુર ગામની અંદર 32 વર્ષની મમતા તેના પરિવાર સાથે રહે છે. તેના પતિ દિનેશ નું ગયા વર્ષે એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ મમતા તેના ત્રણ બાળકોની સાથે તેના સાસરે જ રહીને જીવન ગુજારતી હતી. તેમની સાથે તેના 60 વર્ષના છોટેલાલ પણ જીવન ગુજારે છે..

મમતાની સાસુનું પણ ઘણા વર્ષો પહેલા જ અવસાન થઈ જતા અત્યારે મમતા તેના ત્રણ બાળકો અને તેના સસરા સાથે રહે છે. મમતા નામની આ મહિલા મહિલા તેમાં ત્રણેય બાળકોની સાથે સાથે તેના 60 વર્ષના સસરાને પણ સાચવણી કરતી હતી. ક્યારેય પણ કોઈ વ્યક્તિને સહેજ પણ મુશ્કેલી પડવા દીધી નહીં..

પરિવારનું જીવન ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. કારણ કે 60 વર્ષના સસરા એક પણ ઉપયોગમાં આવતા હતા નહીં અને મમતાના પતિનું પણ અવસાન થઈ જતા પરિવાર રજળતો બની ગયો હતો. મમતાના સસરા છોટેલાલ મમતાના પિયર માંથી એક બાઈકને ચલાવવા માટે લઈ આવ્યા હતા..

તેને વેચીને જે પૈસા આવ્યા તે પૈસાથી તેણે મોજ શોખ કરીને વાપરી નાખ્યા હતા. આ ઘટનાને લઈને મમતા તેના સસરાને જણાવ્યું કે આવી પરિસ્થિતિની અંદર આપણે એક એક રૂપિયો ભેગો કરવાની જરૂર હોય છે. અને એવી પરિસ્થિતિમાં જો તમે મન ફાવે તેમ રૂપિયા ઉડાડવા લાગશે તો આપણે કેવી રીતે જીવન જીવશું..

કારણ કે ત્રણ બાળકો છે, તેને ભણાવવા ગણાવાથી માંડીને તેમના મોત શોખને પણ પૂર્ણ કરવાની જવાબદારી મમતા ઉપર આવી પડી હતી. પરંતુ તેના સસરા નાની નાની બાબતોને લઈને મમતા સાથે ખૂબ જ ગુસ્સો કરતા અને ખૂબ જ ગેરવર્તણુક પણ કરવા લાગતા હતા. એક દિવસ પૈસાની બાબતને લઈને ઘરમાં ઝઘડો થયો હતો..

મમતાની દીકરી આ દ્રશ્ય જોઈ રહી હતી અને આ દીકરીની સામે જ 60 વર્ષના સસરા છોટેલાલે મમતાને કુહાડી વડે મારવાનું શરૂ કરી દીધું અને આખું ઘર લોહીથી લાલ-લાલ થઈ ગયું હતું. અને મમતાનું મૃત્યુ થઈ જતા છોટેલાલના ઘર મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ ત્રણેય બાળકો તેની માતાને મૃત હાલતમાં જોઈને રૂડવા લાગ્યા હતા..

જેમાં દસ વર્ષનો હર્ષ, સાત વર્ષની સુનેના અને પાંચ વર્ષના રોહિતનો પણ સમાવેશ થાય છે. આ ત્રણે બાળકો ખૂબ જ રડતા હતા. તેને જોઈને આસપાસના પડોશીઓથી આવી પહોંચયા અને જોયું તો મમતા મૃત્યુ પામી હતી. તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી કે, મમતા અને તેના સસરાએ મોતને ઘાટ ઉતારી દીધી છે..

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ ત્રણેય બાળકોના નિવેદનોને પણ નોંધવામાં આવ્યા, ત્રણે બાળકોએ જણાવ્યું કે તેમના દાદાએ તેમની મમ્મીને કુહાડી વડે મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ત્રણેય બાળકો રડતા હતા. પોલીસ આ ઘટનાની જાણકારી મેળવવાની શરૂ કરી દીધી છે અને મમતાના સસરા છોટેલાલને પકડી પાડી તેને કડકમાં કડક સજા થશે તેવી પણ ખાતરી આપી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *