Breaking News

ટ્રકે 5 લોકોને કચડી નાખ્યા , 1 વર્ષના બાળકને ભગવાને ચમત્કાર કરી બચાવી લીધું.. ઓમ શાંતિ

માર્ગ અકસ્માતમાં રોજ રોજ ઘણા લોકો જીવ ગુમાવી દેતા હોઈ છે. ઘરનો એકપણ સભ્ય જો અકસ્માતમાં ચાલ્યો જાય છે તો પરિવારના દુઃખનો કોઈ પાર રેહતો નથી. વધારે પડતી વાહનની ગતિ, મોતની સવારી સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બની છે.

આશરે રાત્રે 11 વાગ્યે નેશનલ હાઈવે પરથી યાત્રીઓ ભરેલો ટેમ્પો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ રસ્તામાં વચોવચ ઈંટ પડેલી હતી. ટાયર તેના પરથી ચાલી જતા ટેમ્પોએ કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટીમારી ને ઉંધો થઈ ગયો હતો. ત્યાં સામેથી વાહનોની અવાર જવર શરુ હતી. એટલા માં જ સમેથી એક ટ્રક આવ્યો અને ટેમ્પો પલટી મારતા તેમથી બહાર પડેલા 5 યાત્રીઓને કચડી નાખ્યા હતા.

આ 5 લોકોના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તેમજ ટેમ્પો ડ્રાઈવર, બે મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર ત્યાની સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં ટેમ્પો પલટી મારતા 1 વર્ષનું નાનું કોમળ બાળક રસ્તા અર પડી ગયું હતું. સામેથી ટ્રકે આવીને 5 લોકોને કુચ્ડી નાખ્યા પરતું બાળકને કશું જ થયું નોહ્તું.

પરિસ્થિતિને જોતા એવું લાગતું હતું કે અ બાળકને બચાવવા માટે સાક્ષાત પરમાત્મા જ આવ્યા હશે. કારણકે બાળક રોડ પર એ પ્રકારે પડ્યું હતું કે ત્યાંથી ટ્રક પસાર થઈ જ જાત પરતું બાળકએ અંત સમયે પડખું ફેરવી લેતા તેનો બચાવ થયો હતો. આ ઘટનામાં ભગવાને ખુદ આ બાળકને નવી જિંદગી આપી છે.

ઈકોના વિસ્તારની પાસે ઈંટથી ભરેલી એક ટ્રોલી રાતે પંચર થઈ ગઈ હતી. ટ્રોલી વાળાએ અમુક ઈંટો આગળ પાછળ મુકી દીધી હતી. જેથી કોઈ વાહનની ટ્રોલી સાથે ટક્કર ન થાય. ત્યાર બાદ તે પંચર કરાવવા જતો રહ્યો હતો.

રસ્તા પર પડેલી ઈંટોના કારણે બગડ્યું બેલેન્સ : આ વચ્ચે પડોસી જનપદ બલકામપુરના ઉતરૌલાના હાશિમ પારા પેડિયા ગામ નિવાસી 9 લોકો એક ટેમ્પોમાં સવાર થઈને બહરાઈચ દરગાહ શરીફથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યાંજ ઈકૌના વિસ્તારની પાસે અચાનક સામેથી આવી રહેલા ટ્રકની લાઈટથી ટેમ્પો ચાલકનું બેલેન્સ બગડી ગયું અને રસ્તામાં પડેલી ઈંટોના કારણે તે પલટી ગઈ. તેમાં ટ્રકે 5 લોકોને કચડી નાખ્યા હતા. તેમાં તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. ઘટના બાદ ટ્રક સહિત ડ્રાઈવર ફરાર થઈ ગયો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *