Breaking News

ટ્રાફિક પોલીસમાં કામ કરતા જવાને મહિલાને કહ્યું, ‘તું મારી સાથે વાત નહી કરે તો તારા 2 બાળકોને પતાવી દઈશ’, ચોંકાવનારો બનાવ..!

આજકાલ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ એવી ઘણી બધી ફરિયાદ નોંધાવે છે કે તેઓની સાથે કોઈ યુવક અનિચ્છનીય બનાવ કરતો હોય છે. બહેનો દીકરીઓને હેરાન ગતિ પહોંચાડવાના તેઓ ધાક ધમકીઓ આપવાના બનાવ ખૂબ વધી રહ્યા છે. હાલ અમદાવાદના એક ટ્રાફિક પોલીસમાં કામ કરતા જવાને બે સંતાનોની માતાને હેરાનગતિ પહોંચાડવાનો કામ ધંધો શરૂ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે..

અમદાવાદના કૃષ્ણનગરમાં મહિલા પોતાના બે બાળકો તેમજ પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી આ મહિલાની બાજુમાં ટ્રાફિક પોલીસમાં કામ કરતો એક યુવક રહેતો હતો. જ્યારે મહિલાનો પતિ ઘરે હાજર ન હોય એવા સમય દરમિયાન અવારનવાર તેના ઘરે આવી જતો હતો અને એક ચિઠ્ઠી ની અંદર તેનો મોબાઈલ નંબર લખીને તેની સાથે ફોનમાં વાત ચીત કરવા માટે રોજ દબાણ આપતો હતો..

પરંતુ મહિલા પરણીત હતી. તેમજ તેના બંને બાળકોની સાર સંભાળ પણ કરતી હતી. એટલા માટે તે અવારનવાર આ યુવકની વાતોને ધ્યાનમાં લેતી હતી નહીં. છતાં પણ ટ્રાફિક પોલીસનો આ જવાન તેને કહેતો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મારી સાથે વાત નહીં કરે તો હું તારા બંને દીકરાને પતાવી દઈશ..

આવી ધાકધમકીઓ આપતાની સાથે જ પરણિત મહિલા ખૂબ જ ગભરાઈ જતી હતી. અને યુવક સાથે ફોન પર વાતચીત કરવા મજબૂર બની હતી. જો તે પરિવારને પણ આ વિશે જાણ કરે તો પડોશમાં રહેતો આ જવાન તેને ધમકી આપતો હતો કે, હું ટીઆરબીમાં જવાનો છું. મારી પોલીસમાં ખૂબ મોટી ઓળખાણ છે..

તું મારું કોઈ પણ વસ્તુ બગાડી નહીં લે. એટલા માટે મહિલા ચૂપચાપ રહીને તમામ બાબતોને સહન કરતી હતી. ટીઆરબી જવાની આ બધી પ્રવૃત્તિઓને કારણે મહિલા ખૂબ જ કંટાળી ગઈ હતી. અને અંતે તેઓએ પોતાના પરિવાર સાથે બીજી જગ્યા પર રહેવા માટે ગયા હતા છતાં પણ આ યુવક તેનો પીછો કરીને તેની સાથે વાતચીત કરવા માટે દબાણ આપતો હતો..

તેણે મહિલા ને કહ્યું હતું કે મેં મારી પત્નીને તાત્કાલિક ધોરણે છૂટાછેડા આપી દીધા છે. અને હું હવે માત્ર તને જ પ્રેમ કરું છું. એટલે તું મારી સાથે વાતચીત કર પરંતુ મહિલા ના પાડી દેતા વારંવાર મામલો બગડતો હતો અને અંતે મહિલાએ આ તમામ બાબતોથી કંટાળી જઈને ટીઆરબી જવાની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

પોલીસ હાલ આ મામલે આગળની તપાસ કરી. હકીકતમાં પ્રેમમાં ધુત થયેલા આવા લોકો પરણીત યુવક યુવતીઓના લગ્ન જીવનને બરબાદ કરી નાખે છે. આ સાથે સાથે આ જવાન પરણિત મહિલાને બદનામ કરી નાખવાની પણ ધમકી આપતો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *