Breaking News

ટોઇલેટ જવા માટે બાળકે શિક્ષક પાસે રજા માંગી અને શિક્ષક સ્ટમ્પ લઈને બાળક પર તૂટી પડ્યો, કરવો પડ્યો દાખલ.. વાંચો..!

દરેક શિક્ષકોને એવી ઇચ્છા હોય છે કે તેમની પાસે ભણતા દરેક બાળક હોશિયાર બને તેમ જ સારા માર્ક્સ સાથે પાસ થાય અને જીવનમાં દરેક મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરે. મોટા ભાગના શિક્ષકો બાળકોને ખૂબ લાડ પ્રેમથી ભણાવતા હોય છે. તેમજ અવનવી બાબતો શીખવાડતા હોય છે..

પરંતુ અમુક શિક્ષકો પ્રેમથી ભણાવવાને બદલે બાળકોને મારી મારીને શીખવાડતા હોય છે. જે બાબત બિલકુલ ખોટી છે. હાલ રાજકોટ જિલ્લામાં વધુ એક બાળક પર માર માર્યાનો કિસ્સો સામે આવતાની સાથે જ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હકીકતમાં રાજકોટ ગુરુપ્રસાદ વિસ્તાર પાસે આવેલી પપૈયા વાળી સોસાયટીમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રહે છે..

આ વિદ્યાર્થી એલ.જી.ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને મવડી ચોકડી પાસે આવેલી આરાધના સ્કૂલ માં સાંજના સમયે ટ્યૂશન જાય છે. રોજની જેમ આ વિદ્યાર્થી રાત્રિના સમયે આરાધના સ્કૂલમાં ટ્યુશન માટે ગયો હતો. એ સમય દરમિયાન વિદ્યાર્થીને લઘુશંકા આવતા ભણાવતા શિક્ષક મયંક પાસે તેને રજા માંગી હતી..

વિદ્યાર્થીને ટોયલેટ જવું પડે એટલા માટે તે વારંવાર શિક્ષક પાસે રજા માંગતો હતો. પરંતુ શિક્ષક મયંક અવારનવાર જઈને જવાબ આવતો ન હતો એટલા માટે વિદ્યાર્થીએ જોરથી બૂમ પાડી હતી કે પ્લીઝ મને ટોયલેટ જવા દો.. આ બૂમ ક્લાસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ સાંભળી હતી..

એટલા માટે સૌ વિદ્યાર્થીઓ જોર જોરથી હસી પડ્યા હતા. વિદ્યાર્થીઓ હસતાની સાથે જ શિક્ષક લાલઘૂમ થઇ ગયો હતો. અને આ વિદ્યાર્થીને એક બીજી રૂમમાં લઇ ગયો હતો જ્યાં તેના પર સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થીનું શું થશે તેનું કશું જ વિચાર્યા વગર જેના પર સ્ટમ્પ લઈને શિક્ષક મયંક તૂટી પડયો હતો.

વિદ્યાર્થીને અંદાજે ૧૦ થી ૧૫ ઘા માર્યા હતા. વિદ્યાર્થીએ પોતાના બચાવ માટે શરીર આગળ એક પાટિયું રાખ્યું હતું. પરંતુ શિક્ષક આટલો બધો ગુસ્સામાં તેને મારમારી રહ્યો હતો કે વિદ્યાર્થીએ સ્વબચાવ માટે રાખેલું પાટિયું પણ તૂટી ગયું હતું. અને વિદ્યાર્થીના શરીર પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી..

આ મારને સહન કર્યા બાદ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો હતો. અને ઘરે જઈને તેણે આ બાબત તેના માતા-પિતાને જણાવી હતી માતા-પિતા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બીજા દિવસે માતા-પિતાએ આ શિક્ષકની ફરિયાદ પ્રિન્સિપાલને કરવા માટે પહોંચ્યા હતા..

પરંતુ બાળકને ઢોર મારનાર શિક્ષક મયંકએ દિવસે સ્કૂલમાં ગેરહાજર હતો. એટલા માટે બાળકના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે સાથે વાલીએ પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે શાળાના પ્રિન્સિપાલ એ તેના શિક્ષક મયંક ને બચાવવા માટે ક્લાસરૂમમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ડીલીટ કરાવી નાખ્યા છે..

જેથી કરીને ફુટેજ સામે ન આવે. બાળકને અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને તેને ખૂબ જ પીડા ઊપડી હતી. એટલા માટે તેને તાત્કાલિક ધોરણે માતા પિતાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પહેલા પણ વિદ્યાર્થીને માર મારવાની ઘટના સરકારી ચોપડે નોંધાઈ ચુકી છે. આ પહેલા પાટણ જિલ્લાની એક શાળામાં શિક્ષકે અંદાજિત ૬૦ જેટલા બાળકોને લાકડી વાળા ઢોર માર માર્યો હતો..

તેમજ ધમકીઓ પણ આપી હતી અને જણાવ્યું હતું કે જો તમારે મારી પાસે ભણવું હોય તો તમે પોતાનો વીમો કરાવી લો. ના બોલવાના શબ્દો બોલીને શિક્ષકે ક્લાસરૂમ ના તમામ બાળકોને ઢોર માર મારતાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ એ શિક્ષક સામે કાર્યવાહી પણ થઇ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *