Breaking News

બ્રેકીંગ ન્યૂઝ: સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં સતત 2 વાર ભૂકંપ ના આંચકા અનુભવાયા

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનેક વાર નાના-મોટા ભૂકંપ ના આંચકા અનુભવતા હોય છે અનેક વાર મોટી દુર્ઘટના માં પણ ફેરવાય જતું હોય છે તેવી જ રીતે ઉના અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાયા હતા. ગીર બોર્ડની જસાધાર રેંજમાં બપોરે લગભગ અઢી વાગ્યાના અરસામાં આ આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.  ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા અનુસાર, ઉનામાં બપોરે ૨:૩૨ કલાકે ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતી ધણધણી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.

જોકે તીવ્રતા બહુ વધારે ન હોવાના કારણે કોઈ નુકસાન થયું ન હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી ૩૦ કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપના આંચકા અમરેલીના ખાંભા, તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર વગેરે વિસ્તારોમાં ૨:૩૦ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગીર સરહદના લગભગ ૧૫ થી ૧૭ ગામડાઓમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું હતું. રાવલ ડેમ પણ આજ વિસ્તારમાં આવેલ હોવાના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનામાં છેલ્લા ચાર મહિનામાં ફરીથી ભૂકંપ આવ્યો છે. પહેલા જાન્યુઆરી ૨૦૧૯ માં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ ઉનાની દક્ષિણે અરબ સાગરમાં આવ્યો હતો.

ત્યારબાદ ૧૭ મે, ૨૦૨૧ ના રોજ ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ પણ ઉનામાં જ આવ્યો હતો. જાણકારોના મતે આ ભૂકંપ નવી ફોલ્ટ લાઈન સક્રિય થયાના નિર્દેશો આપે છે જ્યારે હોટલ લેવલમાં વધઘટ થવાના કારણે પણ ભૂકંપ આવી રહ્યા હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. ઘણીવાર આંચકા ની તીવ્રતા જો ઓછી હો તો અનુભવાતી પણ હોતી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *