ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ આપણે સૌ કોઈ લોકો ફળોના રાજા ની રાહ જોઈને બેઠા હોઈએ છીએ એટલે કે આપણે સૌ કોઈ કેરીની રાહ જોઇને બેઠા હોઈએ છીએ આપણે સૌ કોઈ લોકો બજારમાં ક્યારે કેરી આવે તેની રાહ જોઇને બેઠા હોઈએ છીએ બજારમાં કેરી આવવાની શરૂઆત થઇ ચૂકી છે કેરીને ફળોનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે
આ રાજા ની રાહ લોકો ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા હોય છે આમ તો જોકે સમગ્ર વર્ષ દરમિયાન કેરીના રસિયાઓ લોકો ઉનાળાની ખૂબ જ આતુરતાથી રાહ જોઇને બેઠા હોય છે તેમને ઉનાળા આવવાની સાથે જ કેરીઓના સ્વાદની મજા પણ મળી જતી હોય છે પરંતુ આ કેરીને ખરીદવા માટે સૌ કોઈ સમર્થ નથી હોતા અનિયમિત વાતાવરણને પગલે મોટાભાગના કેરીના બગીચામાં કેરી નો ફાલ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવ્યો છે.
જે ફાલ આવ્યો છે તે પણ ખેડૂતો સારા ભાવ મળવાના કારણે તેઓ વિદેશમાં મોકલી દેતા હોય છે અને આપણી પાસે સારી કક્ષાની કચેરીઓ આવતી જ નથી આંબા ઉપર આમ જોઈએ તો વધારે કેરીઓ આવી હોય છે પરંતુ તેમાં કોઈ ચોક્કસ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો છે જેને કારણે કેરીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે.
ત્યારે કેરી ખાવાના શોખીન લોકોની સંખ્યા ખૂબ જ વધી છે આ વખતે કેરી ના લોકો માટે થોડીક નિરાશાઓ જોવા મળી રહી છે કારણ કે આ સિઝનમાં કેરીના પાકને ભરપૂર પ્રમાણમાં નુકસાન થયું હતું જેના કારણે ઉનાળાની શરૂઆતમાં તો કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા હતા ઓછો પાક આવવાનું મુખ્ય કારણ વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગની અસર હતી આંબા ઉપર જે કેરીનો ફાલ આવતો હતો.
તે તેની જાતે જ ખરી જતો હતો અને કેરી સડી સડીને જાતે જ પડી જતી હતી ગુજરાતના જૂનાગઢમાં આવેલી ગિર પંથકમાં તેમજ અન્ય વિસ્તારોમાં જે કેરી દર વર્ષે ખૂબ જ વખણાય છે અને બધા લોકો તે જ કેરીની રાહ જોઇને બેઠા હોય છે તે કેરી દર વર્ષે ડિમાન્ડમાં જ હોય છે તેવી કેરી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થયું પરંતુ ધીમે-ધીમે સારો પાક થવાના સાથે જ માર્કેટમાં કેરીની આવક વધવા સાથે ભાવમાં પણ ધટાડો જોવા મળ્યો છે.
જોકે આ વર્ષે જે પ્રમાણે કેરીના બોક્સ ના ભાવ છે તે ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ વધુ છે ગયા વર્ષે જે ભાવમાં કેરીના રસિયાઓ ને બોક્સ મળી રહેતા તે ભાવમાં આ વર્ષે કેરી મળવી અશક્ય છે એટલે કે ભાવમાં વધારો નોંધાયો છે અને તે ઉપરાંત એક બાજુ ચોમાસાની આગાહીઓ પણ ચાલુ છે છતાં પણ હજુ દર વર્ષની જેમ જેટલા લોકો કેરીનો સ્વાદ માણતા હતાતે લોકોને હજુ કેરી ખાઈ શક્યા નથી આમ પણ જે જે આંબાપર કેરીનો ફાલ વધારે પ્રમાણમાં આવ્યો હોય.
તેમ જ ચોક્કસ પ્રકારના સડો લાગવાના કારણે સારી સારી ગુણવત્તાવાળી કેરીઓને સારા ભાવ મળે તે માટે વિદેશ મોકલી દેવામાં આવ્યો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં હાલ કેસર કેરીનો દબ દબો રહ્યો છે છેલ્લા ૫ દિવસથી લગભગ એકાદ લાખ જેટલી કેસર કેરીના બોક્સનું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે. તલાલા કેસર કેરીની બજારમાં મોટી આવક ફળોના રાજા એટલેકે કેસર કેરીના ૧૦ કિલોના એક બોક્સ ના ભાવ હાલ 900 રુપીયા થી લઈને સોળસો 1350 રૂપિયા સુધી છે.
પરંતુ નજીકના દિવસોમાં ચોમાસું આવતું હોય અને કેરીની આવક ઘટવાની હોય ત્યારે કેરીના રસિયાઓ સોરઠ પંથકની કેરી ની ખરીદી કરી રહ્યા છે કેસર કેરીનો સ્વાદ લોકો માણી રહ્યા છે હવે વરસાદના દિવસો આવે છે અને ટૂંક સમયમાં અગિયારસ પણ આવી રહી છેએટલે સાદી ભાષામાં કહીએ તોકેરીની સીઝન પૂરી થવાને આરે છે તો બીજી બાજુ વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં કેરી જૂનાગઢ લઈ ને આવી રહ્યા છે.
કારણકે આગાહીકાર દ્વારા ચોમાસુ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે તેવું જણાવવામાં આવે છે તેના કારણે ખેડૂતો પાસે રહેલા સ્ટોકને ઝડપથી ખાલી કરી રહ્યા છે ત્યારે કેસે કેરીના ભાવ હાલ નીચે આવ્યા છે હાલમાં કેસર કેરીના ભાવ 800 રૂપિયા થી લઈને 1200 રૂપિયા જોવા મળી રહ્યા છે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ૧ હજાર જેટલી કેરના બોક્સ ખેડૂતો દ્વારા વેચાણ માટે લવાયા છે.
ત્યારે છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ માર્કેટ યાર્ડ માં લગભગ ખૂબ જ મોટા પ્રમાણમાં કેરીની આવક થઈ રહી છે માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું હતું કે હજુ એક અઠવાડિયું કેરીની આવકમાં ખૂબ જ મોટો વધારો રહેશે દિવસેને દિવસે કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવ ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે પરંતુ હજુ ભાવ ઘટવાની શક્યતાઓ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]