Breaking News

ટિકિટ લેવા જઈએ છીએ.. એમ કહીને ઘરેથી નીકળેલા પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યુ, કારણ જાણીને હોશ ઉડી જશે તમારા..

આજકાલ આપઘાતના કેસોમાં એટલો બધો વધારો નોંધાઈ રહ્યો છે કે જેની ન પૂછો વાત… રોજ સમાચાર સાંભળીયે તો 4 થી 5 કિસ્સાઓ તો સામે આવે જ. આજે પણ વડોદરામાં પિતા અને પુત્રના આપઘાતનો કેસ સામે આવતા ચકચાર મચી ગયો છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ દિલીપભાઈ દલાલ અને અને તેમના દીકરા રસેશ દલાલએ રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

વડોદરાના અલકાપુરી વિસ્તારની સુવર્ણપૂરી સોસાયટી 73 વર્ષીય બિઝનેસમેન દિલીપભાઈ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દલાલ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. બાપ-દીકરા બંનેના મૃતદેહો આજે મારેઠા રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા. બંનેએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.

આખી ટ્રેન તેમની પરથી પસાર થતા બંનેના માથા ધડથી અલગ થઇ ગયા હતા. મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાઈ છે.

આ પિતા-પુત્ર મકરપુરા ટિકિટ લેવા માટે જઇએ છીએ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ મકરપુરા અને વરણામાની વચ્ચે આવેલ રેલવે ફાટક પાસે કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે બંનેએ પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું.

રેલવે ટ્રેક પાસેથી બંનેના મૃતદેહો મળ્યા બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા તો પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પિતા-પુત્રની આત્મહત્યા બાદ પરિવાર શોકાતુર બન્યો છે. દિલીપભાઈ પત્ની અને પુત્ર સાથે રહેતા હતા પરંતુ હવે પત્ની એકલા જ રહી ગયા છે. જોકે, બંનેએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી બહાર આવી નથી.

પરંતુ ઘરકંકાસ અથવા તો ઉઘરાણીનું ટેન્શનના લીધેથી તેઓએ જીવન ટુંકાવ્યું હશે તેવું લાગી રહ્યું છે.  કોરોનાના આકરા સમયમાં પૈસા અને વ્યાજખોરોનું દબાણ વધતા કેટલાય લોકોએ જીવન ટૂંકાવી દેવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *