ગમે ત્યાંની તીખું ભડભડતું મન્ચુરિયન ખાતા પહેલા ચેતજો, મંચુરિયનમાંથી મળી આવી એવી વસ્તુ કે જાણીને કોળીયો નીચે નહી ઉતરે..!

અત્યારના લોકોને તીખું તમતમતો ટેસ્ટ ખૂબ જ ગમે છે. જ્યાં સુધી જીભને લાલ ચટાકેદાર ખાવાનું ન મળે ત્યાં સુધી કોઈ કાળે ચેન બેસતું ન હોય તેવી રીતે લોકો તીખુ ખાવાના શોખીન હોય છે. પરંતુ ગમે તેની ચીજ વસ્તુ ખાતા પહેલા 100 વખત વિચાર કરી લેવો જોઈએ કારણકે અત્યારે ઝડપી આગળ વધતા જતા જમાનામાં જુદો જુદો ટેસ્ટ પકડાવવા માટે ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરન્ટ અને અન્ય જગ્યાઓ પર પણ વસ્તુઓમાં એવી રીતે ભેળશળ કરવામાં આવતી હોય છે..

કે તેને ખાનારા વ્યક્તિઓને સહેજ પણ ખબર પડતી નથી. પરંતુ દરેક શહેરના આરોગ્ય વિભાગના અધિકારીઓ ખૂબ જ સક્રિય હોય છે. અને તેઓને જ્યારે ખબર પડે ત્યારે ત્યાં દરોડા પાડી સેમ્પલના તપાસ પણ મેળવવામાં આવે છે અને જો એની અંદર કોઈ મિલાવટ વાળી ચીજ વસ્તુ દેખાય તો તરત જ દંડ પણ ફટકારવામાં આવે છે..

અથવા તો જે તે ચીજ વસ્તુઓના જથ્થાને નાબૂદ કરવામાં આવે છે. આ સાથે સાથે ફૂડનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે, જુદા જુદા વિસ્તારોમાં આવી ઘણી બધી રેડ ચલાવવામાં આવી હતી અને તેમાં ખાણીપીણીની લારીઓ વાળા રેસ્ટોરન્ટ વાળા અને ધાબા તેમજ છૂટક ખાવાની ચીજ વસ્તુ વેચનાર વ્યક્તિઓને પાસેથી ભેળયુક્ત વસ્તુ મળવાથી તેમનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.

અત્યારે હરિયાણાના પાણીપતમાં તીખું તમતમતું મંચુરિયન વેચનાર એક નામચીન રેસ્ટોરન્ટમાં ફૂડ અને આરોગ્ય વિભાગની તપાસ ચલાવવામાં આવી હતી. અહીં લોકો દૂર દૂરથી મંચુરિયન ખાવા માટે આવી પહોંચે છે. ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જ્યારે રેસ્ટોરન્ટ ઉપર પહોંચીએ ત્યારે રેસ્ટોરન્ટના માલિક અહીં તપાસ કરવાની ના પાડી હતી..

પરંતુ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી અને તેમાં મંચુરિયનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ટેસ્ટ કરવા માટે લેબમાં પણ મોકલવામાં આવ્યા હતા. લેબનો રિપોર્ટ જ્યારે સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ ઘટના જાણીને તમારા મોઢામાંથી પણ કોળીઓ નીચે નહીં ઉતરે.

આ સેમ્પલ ની અંદર જાણવા મળ્યું કે, મંચુરિયન બનાવવા માટે વપરાતી ચીજ વસ્તુઓ વાસી ચીજ વસ્તુ છે. આ ઉપરાંત તેની અંદર ટેસ્ટ લાવવા માટે જુદા જુદા પાવડર પણ મિક્સ કરવામાં આવ્યા છે. આ મંચુરિયન ખાવાથી શહેરના નાગરિકોનું સ્વાસ્થય કથળી જવાની પુરેપુરી સંભાવના છે.

આ ઉપરાંત વાસી ખાદ્ય ચીજવસ્તુ વેચવાને કારણે ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ રેસ્ટોરન્ટના માલિકને દંડ ફટકાર્યો હતો. આ રેસ્ટોરન્ટનું નામ શાનદાર રેસ્ટોરન્ટ હોવાનું સામે આવ્યું છે. આ રેસ્ટોરન્ટ અંદરથી અન્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા તેમાં પણ થોડી થોડી ભેળસેળ મળી આવી હતી.

અત્યારે દંડ ફટકારી આ રેસ્ટોરન્ટ નું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ઘણી વખત આવી ઘટનાઓ છાશવારે સામે આવે છે. થોડા સમય પહેલા પણ દૂધમાંથી બનાવતી મીઠાઈ પનીર જેવી ચીજ વસ્તુઓમાં જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એ તમામ ચીજ વસ્તુ અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું અને આ તમામ જથ્થો ગટરમાં ઢોળી દઈ નાશ કરવામાં આવ્યો હતો..

કોઈપણ આલતું ફાલતુ જગ્યાએ ની ચીજ વસ્તુ ખાતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ જે દુકાનદાર કે રેસ્ટોરન્ટ ધરાવનાર વ્યક્તિ ભરોસાપાત્ર હોય ત્યાંથી ચીજ વસ્તુ ખરીદીને ખાવી જોઈએ વધારે પડતો ટેસ્ટ મેળવવાને કારણે અત્યારે ઘણા બધા નાગરિકો પોતાનો સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment