Breaking News

મકાનમાલિક ભાડૂતના બાથરૂમમાં કેમેરા ગોઠવીને કરતો એવા કારનામાં કે ખબર પડતા જ ભલભલાના મોઢાં ફાટેલા રહી ગયા, અંતે તો થયું એવું કે….

સમગ્ર દુનિયા વિશ્વાસના ભરોસે ચાલે છે, એકબીજા વ્યક્તિ ઉપર મૂકવામાં આવેલો વિશ્વાસ સંબંધોથી માંડીને મોટા મોટા ધંધાઓ સુધી પણ ટકાવી રાખવામાં આવતો હોય છે, પરંતુ જ્યાં વિશ્વાસની ખૂટ જણાય ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ લાંબો સમય સુધી ટકી શકતી નથી. અત્યારે એક મકાન માલિકની એવી કાળી કરતુતો સામે આવી છે..

જેને જાણ્યા બાદ ભલભલા લોકો મોઢા ફાડીને જોતા રહી ગયા હતા, આ ઉપરાંત સોસાયટીમાં પણ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, આ ઘટના જીવરાજનગર વિસ્તારની છે, આ વિસ્તારમાં આવેલા પરસોતમ પાર્કમાં આજથી છ મહિના પહેલા ગૌરાંગભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે એક ભાડાના મકાનમાં રહેવા માટે આવી પહોંચ્યા હતા..

ગૌરાંગભાઈ વિનોદભાઈના મકાનમાં 5000 રૂપિયા દર મહિને ભાડું આપીને વસવાટ કરતા હતા, ગૌરાંગભાઈ ત્યાં નજીકમાં આવેલી એક ફેક્ટરીમાં મેનેજર તરીકેનું કામકાજ કરતા, તેમજ તેમની પત્ની અને તેમની જુવાન દીકરી ઘરે અન્ય બાળકોને શિક્ષણ આપીને ટ્યુશન ચલાવતા હતા..

એક દિવસ વિનોદ નામના મકાન માલિકી એવી કરતુતો કરી નાખી હતી કે, જેના વિશે જ્યારે ખબર પડી ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. એક દિવસ જ્યારે ગૌરાંગભાઈના બાથરૂમની અંદર ફુવારામાં પાણીનું લીકેજ થઈ રહ્યો હતો, ત્યારે તેઓ પ્લમ્બરને બોલાવીને આ ફુવારા નો રીપેરીંગ કરાવી રહ્યા હતા..

એ વખતે ફુવારાનું ઢાંકણ ખોલતાની સાથે જ તેમને દેખાયું કે, આ ફુવારાની અંદર એક છુપો કેમેરો ગોઠવવામાં આવ્યો છે, આ કેમેરો જોતા જ ગૌરાંગભાઈ જોતાને જોતા જ રહી ગયા હતા, તેઓ વિચારવા લાગ્યા કે, આ કેમેરો છેલ્લા કેટલાય સમયથી અહીં ગોઠવવામાં આવ્યો હતો અને તેમના બાથરૂમના દરેક ફૂટેજ અન્ય કોઈ વ્યક્તિ જોઈ રહ્યો છે..

જ્યારે આ બાબત વિશે તેઓએ મકાનમાલિકને ફરિયાદ કરી ત્યારે મકાનમાલિક આ બાબત વિશે કશું જાણતો નથી તેવું જણાવી દીધું હતું, પરંતુ ગૌરાંગભાઈને તેમના મકાનમાલિક ઉપર જ શંકા હતી. એટલે તેઓ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને ત્યાંથી હોય ફરિયાદ નોંધાવી દીધી હતી..

પોલીસની કડક પૂછપરછ દરમિયાન મકાન માલિક ભાંગી પડ્યો અને તેને જણાવી દીધું કે, આ કાળી કરતુતો તેને જ કરી છે, અને તે છેલ્લા કેટલાક સમયથી બાથરૂમના તમામ ફૂટેજોને ખૂબ જ ઝીણવટતાથી જોઈ રહ્યો હતો. આ તમામ લોકો સામે આવતાની સાથે સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો અને સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, વિનોદ નામના તમને કડકમાં કડક સજા થવી જોઈએ..

આ ઉપરાંત વિનોદના દીકરા દીકરી તેમજ વિનોદની પત્ની માટે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું, સૌ કોઈ લોકો આ નરાધમના નામના મહેણા મારવા લાગ્યા હતા, વિનોદની પત્ની પણ કહેવા લાગી કે વિનોદે તેમના માટે હવે કશું બાકી રાખ્યું નથી. તેની આ કાળી કરતુતોએ સૌ કોઈ લોકોને શરમમાં મૂકી દીધા હતા..

તો બીજી બાજુ તાત્કાલિક ધોરણે આ તમામ સીસીટીવી ફૂટેજોને ડીલીટ કરવામાં આવ્યા હતા, આ પ્રકારનો બનાવ આગળના સમયમાં પણ સામે આવી ચૂક્યો છે અને વધુ એક વખત આવી ઘટના સામે આવી જતા રહીશોમાં ફફડાટ મચી ગયો હતો. મકાન માલિકે આવ કાળી કરતૂતો કરી નાખતા સોસાયટીના રહીશોએ વિનોદને ક્યારેય સોસાયટીમાં પગ ન મુકવા માટે જણાવી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *