ઠંડીમાં માતાએ ઘરમાં લગાવેલા હીટરને લીધે અચાનક આગ લાગી જતા પરિવારના એકસાથે 3 બળીને ખાખ થયા, લોકોની ચાચયારીઓ ગુંજતી રહી ગઈ..!!

ડગલેને પગલે લોકો સાથે ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા જે ક્યારે કોઈએ વિચાર્યા પણ ન હોય. દરેક વ્યક્તિઓને લાગે છે કે તેઓ પોતાના ઘરે સુરક્ષિત છે પરંતુ ઘરે સુતા સમયે પણ એવી દર્દના ઘટનાઓ બની રહી છે કે જેના કારણે તેઓનું એક જ ક્ષણમાં મૃત્યુ થઈ રહ્યું છે. આવી એક ઘટના હાલમાં સામે આવી છે.

આ બનાવ હમીરપુરમાં આવેલા છેલ્લા ગામમાં રહેતા પરિવાર સાથે બન્યો હતો. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો રહેતા હતા. પતિ રાજપાલ દિલ્હીમાં મજૂરીનું કામ કરે છે. જેના કારણે ગામમાં પત્ની તેમના બંને બાળકોને સાચવીને રહેતી હતી. પત્ની અનિતા તેમની ઉંમર 28 વર્ષની હતી. તેમના બંને બાળકો સાથે ગામમાં રહેતી હતી.

અનિતાને સંતાનમાં બે દીકરીઓ હતી. જેમાં એક દીકરી મોહિની તેમની ઉંમર 6 વર્ષની હતી અને બીજી દીકરી રોહિણી તેમની ઉંમર 3  વર્ષની હતી. સાસુ-સસરાથી અનિતા અલગ ઘરમાં રહેતી હતી. સાસુ-સસરા એકલા રહીને તેમનું ગુજરાન ચલાવતા હતા અને અનિતા તેમની બંને દીકરીઓ સાથે રહીને તેમનું ગુજરાન ચલાવતી હતી.

અનિતા સાથે રહેવા તેમનો ભાઈ થોડા દિવસથી આવ્યો હતો. અનિતા સાથે ભાઈ રામ પ્રકાશ 15 દિવસથી રહેવા આવ્યો હતો. જેના કારણે તે પોતાની બહેન અને બંને ભાણકીઓ સાથે એક દિવસ સાંજના સમયે જમ્યા બાદ સુઈ રહ્યો હતો. અનિતા સાથે તેમની બંને દીકરીઓ એક જ પથારીમાં સુઈ રહી હતી.

બંને દીકરીઓને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. જેના કારણે કડકડતી ઠંડીથી બચવા માટે અનિતાએ પોતાના રૂમની અંદર જ હીટર લગાવ્યું હતું. તેઓ દરરોજ આ હીટર લગાવીને સુતા હતા પરંતુ દીકરીઓ સૂઈ જાય અને રૂમમાં તાપમાન ગરમ થાય એટલે અનિતા હીટર બંધ કરી દેતી હતી. પરંતુ આ દિવસે અનિતાથી સુઈ જવાયું હતું.

જેના કારણે હીટર બંધ થયું નહીં અને આખી રાત હીટર ચાલુ રહ્યું હતું. બે દીકરીઓ સાથે અનિતા પથારીમાં સૂઈ રહી હતી. તે સમયે અચાનક જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે ગામના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. અડધી રાતે અનિતા અને તેમની બંને દીકરીઓ સુઈ રહી હતી. તે સમયે અચાનક જ હીટરમાં શોર્ટ સર્કિટ થયો હતો.

જેના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. અનિતાનો ભાઈ રામ પ્રકાશ જાગી ગયો હતો. છતાં પણ તેમણે પોતાની બહેન અને બંને દીકરીઓને બચાવવા ન રહીને બહારથી દરવાજો બંધ કરીને ગામમાં ગામ મૂકીને ભાગી ગયો હતો. હીટરમાં શોર્ટ સર્કિટને લીધે એકસાથે આગ લાગી ગઈ હતી. અનિતાને ઘરમાં ધુમાડો થતાં તે જાગી ગઈ હતી.

પરંતુ તે જાગીને જુએ તે પહેલા જ આખું ઘર સળગી ગયું હતું અને તેમની બંને દીકરીઓ પણ ધુમાડાના ગુમડાના ગુંગળામણને કારણે બેભાન થઈ ગઈ હતી. અનિતા ઘરની બહાર નીકળી શકી નહીં અને આગને લીધે ગામમાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. અને પરિવારના બે દીકરીઓને માતાને બચાવવા માટે દોડ્યા હતા.

પરંતુ બચાવવા જાય તો તે લોકો પણ આગમાં આવી જાય તેમ હતા. જેના કારણે કોઈપણ વ્યક્તિઓ બચાવવા ગયા નહીં અને તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અનિતા તેમજ તેમની બંને દીકરીઓની પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે જોયું તો આગ ગામના લોકોએ પાણી નાખીને ઓલવી નાખી હતી પરંતુ તે પોલીસે ઘરમાં જ હતા. અનિતા, મોહિની અને રોહિણીના મૃતદેહ મળી આવ્યા હતા. બળીને ખાસ થઈ ગયેલા ત્રણેય પરિવારના લોકોને જોઈને અનિતાના સાસુ-સસરા ઢળી પડ્યા હતા. રાજુપાલને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમને પોતાની પત્ની અને બંને દીકરીઓના મૃત્યુની જાણ થતા તે આઘાતમાં સરી પડ્યો હતો.

અને પોતાનું ભાન ભુલાવી બેઠો હતો. અચાનક જ પરિવારની પરિવાર સાથે આવી ઘટના બની જતા ઘરની સાથે સાથે પરિવાર પણ બળી ગયું હતું. પરિવારના લોકોએ ઊંઘમાં જ પોતાના જીવ ગુમાવ્યા હતા. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે લોકોએ પોતાના ઘરે હીટર અથવા તો સગડીઓ સળગાવતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. અને પોતાના બાળકોની સાથે સાથે પરિવારનો પણ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment