Breaking News

અંબાલાલ પટેલે આપી મોટી આગાહી, ઠંડીની સાથે સાથે આ તારીખે માવઠાઓ વરસાવશે મુશળધાર વરસાદ.. ખાસ વાંચી લેજો..!

શિયાળામાં માવઠાઓ એ હવે આરામ લીધો છે તેથી હવામાન સુકું બનતાની સાથે જ ઠંડીએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ તેમજ કાશ્મીરમાં ભારે બરફ વર્ષાને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીના મોજા ફરી વળ્યા છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 24 તારીખથી લઈને 29 તારીખ સુધી અતિશય ઠંડી પડશે.. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં તાપમાન 5 ડીગ્રી કરતા પણ નીચે જતું રેહશે.. તો બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6 ડીગ્રી જોવા મળશે.

અસહ્ય ઠંડીને લીધે કોલ્ડવેવ જેવી સ્થિતિ ઉભી થશે. દિવસે તેમજ રાત્રે ઠંડીનું પ્રમાણ વધતું જ જશે. કચ્છ અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં પણ તાપમાન 8 ડીગ્રી કરતા નીચું નોંધાશે. આટલા ઓછા તાપમાનમાં શરીરના અમુક અંગો પણ કામ કરતા બંધ થઈ જાય છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ઠંડીનું મોજું 29 તારીખ સુધી યથાવત રેહશે..

માવઠા અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મોટા ભાગે વર્ષ પૂરું થતા થતા એકાદું માવઠું કહેર વરસાવીને ખેદાન મેદાન કરી નાખતું હોઈ છે. એવી જ રીતે આ વર્ષે પણ પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે તેમજ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધેથી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો માવઠાઓ વરસવાની આગાહી રહેલી છે.

આ સાથે સાથે જે વિસ્તારોમાં ઠંડીનો માહોલ વધારે છે તે વિસ્તારોમાં પણ માવઠા વરસવાની ભારે શક્યતાઓ રહેલી છે. માવઠાઓની આ ગહી વાંચીને દરેક ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણકે અનિયમિત માવઠા અને કડકડટી ઠંડીને લીધે પાકને ભારે પ્રમાણમાં નુકસાનની ભીતિઓ રહેલી હોઈ છે.

હાલ ગુજરાતમાં ટોટલ 7 શહેરોમાં તાપમાન 9 ડીગ્રી કરતા પણ નીચું ગયું છે. જેમાં નલીયામાં તો 4 ડીગ્રી તેમજ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 8 ડીગ્રી નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં લોકો ઠંડીથી ઠુંઠવાય છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં ઠંડીએ માથું ઊંચકી લીધું છે.

અતિશય ઠંડીને લીધેથી લોકો ઘરની બહાર નીકળવામાં પણ બે વાર વિચાર કરે છે. વહેલી સવારમાં અને મોદી રાત્રે લોકો તાપણાઓનો સહારો લઈને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ઉત્તર ભારતના ફરવા લાયક સ્થળો પર ભારે હિમવર્ષા થવાના કારણે લોકો ફરવા માટે નીકળી ગયા છે..

ભારતમાં શીયાળાના ઠંડા પવનો ઉત્તર ભારતમાં થતી હિમવર્ષા ઉપર આધારિત હોઈ છે. આ વર્ષે ત્યાં ખુબ ભારે માત્રમાં હિમવર્ષા થઈ છે તેથી આખા ભારતમાં ઠંડા પવનોની લહેરોની શરૂઆત થઈ ચુકી છે. મહેસાણા, ડીસા અને પાલનપુરમાં અચાનક જ તાપમાનનો પારો ઘટી જતા સામાન્ય લોકો પણ ઠંડી સહન કરવામાં અસમર્થ બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *