Breaking News

ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાયો સાથે સાથે આ વિસ્તારમાં અંબાલાલની વરસાદની મોટી આગાહી.. વાંચો..!

મેઘરાજાની વિદાય બાદ અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુ જોવા મળી રહી છે. સવારમાં થોડો ઘણો ઠંડીનો ચમકારો તો બપોરે બળ બળતો તાપ પડે છે અને સાંજેકના બપોર પછી ઠંડા પવન સાથે ઝાપટા પડી જાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દે છે. પરતું હવે આંખો દિવસ ઠંડી જ રેહશે એવા દીવસો કાઈ દુર નથી..

ગુજરાતના હવામાન વિભાગ અને વેધર નિષ્ણાંતોના મત મુજબ ઑક્ટોબર મહિનો જેમ-જેમ વીતશે તેમ તેમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની ચમક મહેસુસ થશે. તડકો હોવા છતાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મૉન્સૂનની વિદાય સાથે જ ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યમાં હાલ પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં પવન ની દિશા પશ્ચિમથી પૂર્વ બાજુની હોઈ છે જે હવે બદલાઈ ચુકી છે. જેના કારણે બપોરના સમયે આકરો તાપ અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ ગુલાબી ઠંડીનું આગમન થઈ ગયું છે. દિવસે ગરમીનો પારો ઉપર ચડતા ખુબ તાપ લાગે છે અને આકાશ પર અંધકારના ઓળા ઉતરતા જ રાતરાણીની ખુશ્બોથી મહેંકતી ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે.

હવામાન ખાતાએ આગાહી કરતા જાહેર કર્યું છે કે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. પવનની દિશા બદલાઈ ગઈ છે તેના કારણે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હાલમાં ઉત્તર થી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયા છે.

આગામી પાંચ દિવસમાં 18મીએ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવો વરસાદ વરસી શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કું રહેશે. ભાદ્રપદ માસનો તડકો આસો માસમાં પડી રહ્યો છે. નવરાત્રિ પુરા થયા છે અને લોકો દિવાળીની તૈયારીમાં પડી જશે. રાત્રિના ગુલાબી ઠંડકનો શહેરીજનો અનુભવ કરી રહ્યાં છે.

કારના વિન્ડસ્ક્રીન પર સવારે ઔંસબિંદુ જામેલા જોવા મળે છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો વિશેષ અનુભવ થાય છે. હવામાન ખાતાએ પણ અમુક વિસ્તારમાં જ હળવા વરસાદની આગાહી કરી છે. બાકીના તમામ વિસ્તારમાં વાતાવરણ સુક્કું રહેશે.

દર વર્ષની જેમ આ વર્ષે દેશમાં ચોમાસાની વિદાય સંપૂર્ણ રીતે હજુ સુધી નથી થઈ. દેશના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ યથાવત છે. જેણે ચોમાસાની વિદાય પ્રક્રિયામાં વિલંબ કરી દીધો છે. મૉન્સૂનની સતત બદલાતી પેટર્ન બાદ ગત વર્ષે ચોમાસાના આગમનની તારીખની સાથે વિદાયની તારીખ પર બદલાઈ ગઈ છે.

હાલ તો વાતાવરણમાં ઠંડીની અસર નજીવી છે. જોકે ગુલાબી ઠંડીની અસર સવારથી જ પડવા લાગી છે. હવામાન વિભાગે આ અઠવાડિયે વાદળોની સ્થિતિ પરથી ઠંડીની અસરની આગાહી કરી છે. જો એક અઠવાડિયા પછી વાતાવરણમાં ફેરફાર થાય છે, તો ઠંડીની અસરો વધારે જોવા મળશે.

હવામાન ગુલાબી ઠંડી તરફ વળે પછી, ધુમ્મસ પણ સમગ્ર મહિનામાં દેખાવા લાગશે. હવામાનશાસ્ત્રીઓ માની રહ્યા છે કે હવે વાતાવરણ સામાન્ય થયા બાદ ગુલાબી ઠંડીની અસર પૂરતી થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *