Breaking News

ઠંડી બાબતે હવામાન વિભાગની ખુબ મોટી આગાહી, આ તારીખે બરફના કરા સાથે ઠંડુ માવઠું વરસશે….

ગુજરાતમાં અત્યારે વાતાવરણ નિયમિત હોઈ તેવું લાગી રહ્યું નથી કારણકે સવારે ઠંડીનો હળવો ચમકારો લાગે છે તો બપોરે તાપમાનનો પારો 35 થી 38 ડીગ્રી સુધી ચાલ્યો જાય છે તો વળી બપોર પછી અચાનક કાળા ભમ્મર વાદળો આવીને માવઠું વરસી જાય છે. એટલે અત્યારનું વાતાવરણ ખુબ જ રોગચાળો ફેલાવે તેવું છે.

ગુજરાતમાં હવામાન વિભાગએ આગાહી કરતા જણાવ્યું છે કે આવતા 3 દિવસમાં જ ઠંડી વધવાની પૂરે પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ શેવાઈ રહી છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ રાજ્યમાં શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અને સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતના નલિયામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. તેમજ વહેલી સવારથી જ કડકડતી ઠંડીની અસર જોવા મળી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં છે. તેમજ અબડાસા વિસ્તારમાં વહેલી સવારથી ઝાકળનું સામ્રાજ્ય છે.

જેમાં ધુમ્મસથી વિઝીબિલીટી ઓછી થતાં વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર ઘટ્યું હતું. જેના કારણે લોકોને રાહત મળી હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને એક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે.

હવામાન વિભાગની આગાહીના પગલે બે દિવસ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનું જોર ઘટ્યું હતુ. પરંતુ ગુરુવારથી ઠંડીનો પારો ઉંચકાશે. હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે.

અમદાવાદનું લઘુતમ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર 16.06 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે અને સુરતમાં 20 ડિગ્રી, વડોદરા 21.07 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હાલના સંજોગોમાં રાજ્યમાં લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે, અને તાપમાનમાં પણ યથાવત રહશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ફરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

જેમ જેમ ઠંડીનો માહોલ બનતો જશે તેમ તેમ વરસાદી માવઠાઓ શમી જશે પરંતુ લો પ્રેશરના લીધેથી ભયંકર માવઠાઓ આવશે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. કડકડતી ઠંડી વચ્ચે શિયાળામાં આવતા માવઠાઓ હંમેશા બરફના કરા સાથે વરસે છે તેથી હવામાન ખુબ ઠંડુ ગાર બની જાય છે.

ડીસેમ્બર મહિનાના મધ્યમાં અને જાન્યુઆરી મહિનાની શરુઆતમાં તેજ તોફાનો સાથે બર્ફીલી હવા ફૂંકાશે અને કોક કોક જગ્યાએ બરફના કરા પણ પડશે. જો આમ થશે તો ખેતી બાબતે મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. કારણકે બરફ હવામાં ભેજનું પ્રમાણ વધારી દે છે. તેથી પાકોમાં વધારે ભેજ પકડવાથી સદી જવાનો ભય રહે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *