Breaking News

તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ હવે “જવાદ” વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા તૈયાર, આ તારીખે ત્રાટકશે ગુજરાત પર.? વાંચો.!

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખુબ બહાયાનક તબાહી ફેલાવી હતી. લોકોની જમીન, મકાન અને પશુઓ પણ તણાઈ ગયા હતા. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. ખુબ જ નુકસાની સહન કરવી પડી હતી.

ત્યાર બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવીને ગયું છે. તાઉ-તે, ગુલાબ અને શાહીન બાદ હવે ચોથું વાવાઝોડું ત્રાટકશે તેવા દુખદ સમાચાર ભારતના હવામાન વિભાગે આપ્યા છે. જેનું નામ ‘જવાદ’ વાવાઝોડું છે.

જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતભરમાં આગામી 3 થી 5 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તેમજ દક્ષીણ ગુજરાતમાં તો એટલો મુશળધાર વરસાદ વરસવાનો શરુ થઈ ગયો છે કે જેની ન પૂછો વાત. વાતાવરણ પણ શિમલા મનાલી જેવું ઠંડુગાર થઈ ગયું છે.

આજ સવારથી જ સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, અને અમદાવાદમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હાલમાં તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘જવાદ’ નામનું વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ બાદ ટકરાવા જઈ રહ્યું છે.

આ ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે.

ક્યારે ટકરાશે આ વાવાઝોડું : વાવાઝોડું જવાદ 4 ડીસેમ્બરના રોજ ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના દરિયાઈ તટ પર ત્રાટક્યા બાદ.. તે ચક્રવાતની દિશા મુજબ આગળ વધશે. એટલે કે આ ચક્રવાતની દિશા ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં થઈને છતીસગઢ અને મધ્યપ્રદેશ માંથી થઈને ગુજરાત તરફ આગળ વધશે.. ગુજરાતમાં હજુ એક મોટું વાવાઝોડું કહેર મચાવવા માટે તત્પર થઈ ગયું છે.

તેથી જો ચક્રવાતની દિશા મુજબ ગુજરાત બાજુ વળ્યું તો અંદાજે 7 તારીખે ત્રાટકશે. આ તોફાની માવઠાઓ અને ચક્રવાતને પગલે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. ખરીફ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાનીના કેસો જોવા મળી શકે છે.

કયા જીલ્લાઓમાં કેટલો વરસાદ :  ગુજરાત રાજ્યના કુલ 118 તાલુકામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. સુરતમાં સાંબેલાધાર વરસાદથી તાપી નદીનું જળસ્તર વધ્યું છે. સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ આ સિવાય અમરેલીના ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ ખાબક્યો છે.

વડોદરા જીલ્લામાં પણ ગાંડોતુર વરસાદ વરસી રહ્યો છે. સુરતના કામરેજ ભરૂચ, ડાંગ, બારડોલી અને સુરત સિટી્માં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 29 તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *