Breaking News

તારે છુટા છેડા તો આપવા જ પડશે, એમ કહીને પત્નીના પિયરીયાએ પતિને ગડદા-પાટુનો માર માર્યો અને પછી થયું એવું કે…

કળિયુગના સમયમાં જેટલા લગ્ન નથી થઇ રહ્યા એટલાતો છૂટાછેડાના કેસો બની રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ ધનસુરા વિસ્તારના વડગામ ખાતે છુટાછેડા બાબતે મોટી મારામારી સર્જાઈ ગઈ હતી. જેના કારણે કેટલાય લોકો ગણતરીની મિનિટોમાં જ એકઠા થઇ ગયા હતા.

આ ઘટના વિશે સાંભળીને તમે પણ વિચારમાં મુકાઇ જશો કે માત્ર ને માત્ર છૂટાછેડા માટે લોકો આટલી હદ સુધી કેવી રીતે નીચ બની શકે?.. હકીકતમાં ધનસુરાના વડગામ ખાતે તૈયબ હુસેન નામનો યુવક રહે છે. જેના લગ્ન થોડા દિવસ પહેલા જ સિકંદરભાઈ ની પુત્રી શહેનાઝ બાનુ સાથે થયા હતા.

લગ્નના થોડા સમય સાસરિયામાં વિતાવ્યા બાદ શહેનાઝ બાનુ પોતાના પિતાના ઘરે રહેવા માટે ગઈ હતી. દોઢ મહિનો વીતી જતા તૈયબ હુસેન પોતાની પત્ની પિયરમાંથી તેડવા માટે પોતાના સસરાના ઘરે ગયા હતા. પરંતુ વારંવાર તેની પત્ની બહાનાબાજી કરીને સાસરિયામાં આવવાની ના પાડતી હતી.

વારંવાર ના સાંભળીને તૈયબ હુસેન પોતાનું મન બનાવીને પાછો ફરી જતો હતો. પરંતુ હમણાં થોડા દિવસ બાદ તૈયબ જ્યારે સવારમાં મોર્નિંગ વોક કરવા માટે જતો હતો. એ સમય દરમ્યાન તેની પત્નીના પિતા એ બૂમાબૂમ કરીને તેને ઊભો રાખ્યો હતો. તેમજ ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ ગાળાગાળી સાંભળીને તેઓ ઉશ્કેરાઈ ગયા અને લોખંડનો સળીયો લાવીને તૈયબને મારવા લાગ્યા હતા.

આ ઘટના બનતા જ ઘરના સભ્યો પણ તરત દોડી આવ્યા હતા અને તૈયબને જમીન પર પાડી દીધો હતો. અને ત્યારબાદ તેના પર ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એ સમયે તૈયબે જોર જોરથી બુમા-બુમ ચાલુ કરી દેતા આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. લોકો એકઠા થતાં જ સિકંદર ભાઈ અને તેમના ઘરના સભ્યો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ચૂક્યા હતા.

હકીકતમાં આ મારામારી માત્ર ને માત્ર એક છૂટાછેડા આપવાને લઇને સર્જાઈ ગઈ હતી. બીજા દિવસે તૈયબ હુસેનની પત્ની અને તેની સાળી તેના ઘરે આવ્યા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા કે તારે મને છુટાછેડા તો આપવો જ પડશે નહીતર હું તારું જીવવાનું હરામ કરી દઈશ…

તું શાંતિથી જીવી નહીં શકે. તારે મને છૂટાછેડા આપવા જ પડશે. એવું કહીને ધાક ધમકીઓ આપી દીધી હતી. જ્યારે તેની સાળીએ ધમકી આપતા કહ્યું કે હું અરવલ્લી જિલ્લા પોલીસ માં નોકરી કરું છું. કાયદો મારો કિસ્સામાં છે. તું મારું કશું જ નહિ બગાડી શકે. અને તું પોલીસ ફરિયાદ કરીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ.

છતાં પણ તૈયબ હુસેનએ હિંમત દાખવીને ધનસુરા પોલીસ મથકે પોતાની પત્ની સહિતના તેના સાસરીયા ના અન્ય 6 લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક છુટા છેડામાટે આવો હંગામો કરવો એ સાવ હલકામાં હલકી હરકત કેવાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *