Breaking News

તારક મહેતાના નટુકાકા નુ કેન્સરના કારણે નિધન , તેમની અંતિમ ઈચ્છા જાણીને તમે પણ ગર્વ અનુભવશો..!

તારક મહેતા સીરિયલમાં નટુકાકા અને ગડા ઈલેક્ટ્રોનિક્સના મેનેજર એવા નટુકાકાથી જાણીતા બનેલા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે. આજે મુંબઈમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ પ્રભાકર નાયકને ગુજરાતી મૂળના જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકારની સાથે ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

8 વર્ષની ઉમરથી અભિનયની શરૂઆત કર્યા બાદ રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.

ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે, ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. કારકિર્દીમાં તેઓએ લગભગ ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં કામ કર્યું હતું.

જૂન મહિનામાં કેન્સરની સારવાર સમયે નટુકાકાએ તેમની છેલ્લી ઈચ્છામાં જણાવ્યું કે હું જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઈચ્છું છું. આ સિવાય તેઓએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમનું નિધન થાય તો તેઓ મેકઅપ સાથે જ મોત ઇચ્છે છે.

ગત વર્ષે ઘનશ્યામ નાયકે (Ghanashyam Nayak) ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો હતો. આ પછી તેઓએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાં જ આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. તે સમયથી સતત તેની સારવાર લઈ રહ્યા હતા. આ લાંબા સમયની બીમારી બાદ આજે તેમનું નિધન થયું છે.

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે.

તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું, જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. ઘનશ્યામ નાયકે કારકિર્દીમાં કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. કારકિર્દીના શરૂઆત પાનેતર નાટકથી કરી હતી.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના શોખીન હોવાની સાથે ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. નટુકાકાનો પરિવાર છેલ્લી 4 પેઢીથી કલાને સમર્પિત રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *