અવનવાર ઘરેલું ઝઘડો થતા રહેતા હોય છે. ક્યારેક ક્યારેક વાત બોલા ચાલી સુધી પહોંચી જતી હોય છે. તો ક્યારેક ક્યારેક વાત મારા મારી ઉપર પણ આવી પહોંચતી હોય છે. તો ઘણી વખતતો સગા સંબંધીઓમાં જ ઝગડા થવાને કારણે અંતે મામલો આપઘાત અને હત્યા સુધી પણ પહોંચી જાય છે..
હાલ ગુજરાતના આણંદ તાલુકામાં બોરીયાવી ગામની જય હિન્દ સોસાયટીની અંદરથી દેરાણી અને જેઠાણીનો લડાઈ કરતો ભયંકર વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બોરીઆવી ગામની જયહિન્દ સોસાયટીની અંદર નીરૂબેન વિનોદભાઈ પોતાના પરિવારજનો સાથે રહે છે. નીરૂબેનની ઉંમર 46 વર્ષની છે..
તેઓ 14 વરસ પહેલા જુદા રહેવા માટે આવ્યા હતા. એ પહેલા તેઓ પોતાની જેઠાણી નિરંજનાબેન સાથે રહેતા હતા. પરંતુ ભેગા પરિવાર ની અંદર દેરાણી અને જેઠાણી વચ્ચે ખૂબ જ ઝઘડાઓ તથા તેના કારણે તેઓએ જુદું રહેવાનું નક્કી કર્યું હતું. અને 14 વર્ષ પહેલાં જ તેઓ જુદા રહેવા માટે ચાલ્યા ગયા હતા.
પરિવાર અલગ થયા બાદ દરેક પરિવાર પોત પોતાની રીતે કમાવવા લાગ્યો અને પોતપોતાની રીતે જીવન જીવતો હતો. પરંતુ નિરંજનબેન ને એવી શંકા હતી કે તેની દેરાણીના કારણે જ તેમના ઘરમાં ક્યારેય સુખ આવતું નથી. અને વારંવાર કોઈને કોઈ ઘટનાઓ બન્યા કરે છે. તે અવારનવાર તેની દેરાણી ઉપર શંકા કરતી હતી..
એક દિવસ સવારના સમયે નીરૂબેન પોતાના ઘરે હતા. ત્યારે તેમની જેઠાણી નિરંજના બહેન તેની માતા ડાહી બહેનને લઈને તેના ઘરે આવી પહોંચી હતી અને જોર જોરથી ગાળાગળી કરવા લાગી હતી. ધીમે ધીમે આ ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો હતો કે, જેઠાણી નિરંજનબેન નીરૂબેનને ઢોર મારવા લાગી હતી…
અને વારંવાર કહેતી હતી કે, તારા કારણે મને મારા પતિ સાથે ફાવતું નથી. તેમજ વારંવાર અમારા ઘરમાં ઝઘડા થયા કરે છે. તેનું એકમાત્ર કારણ તું જ છો. તું જ્યારથી આ ઘરમાં આવી છે. ત્યારથી ઘરમાં ઝઘડાઓ થવાની શરૂ થઈ ગયા છે. આમ કહીને તે વારંવાર નીરૂબેનને ઢોર માર મારી રહ્યા હતા.
ઢીકેને પાટે ઢોર મારતા નીરૂબેન ખૂબ જ ઘાયલ થયા હતા. આ સાથે સાથે નીરૂબેનની જેઠાણીએ નીરૂબેનને ઢોર માર્યો અને ત્યારબાદ ધમકીઓ પણ આપી હતી આ ધમકીઓ આપ્યા બાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે નીરૂબેનને આ તમામ બાબતોની જાણ તેના પતિને કરી હતી નીરૂબેન અને તેના પતિએ આનંદના ગ્રામ્ય પોલીસ મથકમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી દીધી છે..
ફરિયાદ દાખલ કરીને જરૂરી તાજ્વીજ હાથ ધરી છે. તેઓ કેવી રીતે ઝઘડો કરી રહ્યા હતા કે, જાણે જોઈને કોઈને એમ થાય કે, આ બંને મહિલાઓ સાત જન્મોથી એકબીજાની દુશ્મન હશે. પરંતુ તેઓ એકબીજા દેરાણી જેઠાણીનો સંબંધ ધરાવતા હતા. આવો ઢોરમાર તમે ક્યારેય નહીં જોયો હોય…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]