Breaking News

‘તારા જેવી તો સત્તર આવશે ને જશે’ કહીને રેઢીયાર પતિ તેની પત્નીને મારઝુડ કરતો, પત્નીએ એવું ભેજું દોડાવ્યું કે પતિ સીધો દોર થઈ ગયો.. જાણો..!

રોજ રોજ આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળીએ છીએ જેમાં કોઈને કોઈ પરિવારમાંથી પારિવારિક લગ્નજીવનમાં નાની નાની બાબતોને થઈને લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જતા હોય છે, અમુક લડાઈ ઝઘડાઓનો અંત તો ખૂબ જ કરુણ રીતે પણ આવતો હોય છે, ત્યારે પણ આપણો પરિવાર આવા લડાઈ ઝઘડાનો ભોગ ન બને એટલા માટે દરેક લોકોમાં સારી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે..

અત્યારે એક પત્નીએ તેના રેઢીયાર પતિની અકલ ઠેકાણા લાવવા માટે એવું ભેજું દોડાવ્યું હતું કે, જેને જાણ્યા બાદ દરેક લોકો આ પત્નીની વાહવાહી કરવા લાગ્યા હતા, કહેવાય છે કે પતિ અને પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જો સમજદાર હોય તો ક્યારેય પણ પરિવાર ડૂબી જવા પામતો નથી..

એવી જ રીતે અત્યારે એક પત્નીની સૂઝબૂઝને કારણે તેના પરિવારને તેણે ડૂબતો બચાવી નાખ્યો હતો, આ બનાવો વિમલભાઈના ઘરેથી સામે આવ્યો છે, વિમલભાઈ નામના યુવક તેની પત્ની ચંદ્રિકાબેનની સાથે રહેતા હતા, પરિવારમાં વિમલભાઈના વડીલ માતા પિતાનો પણ સમાવેશ થતો હતો..

ચંદ્રિકાબેન અને વિમલભાઈના લગ્ન થયા તેના ચાર વર્ષ વીતી ચૂક્યા હતા, ચાર વર્ષના આ લગ્નજીવન દરમ્યાન ઘણી બધી વાર વિમલભાઈ સાંજના સમયે દારૂનો નશો કરીને ઘરે આવતા અને ત્યારબાદ તેઓ તેમની પત્ની ચંદ્રિકાબેનને મારજુડ કરવા લાગતા હતા, હાથમાં જે પણ વસ્તુ આવે તે ચીજ વસ્તુઓનો છૂટો ઘા કરીને ચંદ્રિકાબેનને ઢોર માર મારવા લાગતા હતા..

ચંદ્રિકાબેન છેલ્લા ઘણા સમયથી તેના પત્નીની આ મારજૂડને સહન કરી રહ્યા હતા, આ વાતની જાણકારી તેઓએ તેમના પિયરમાં રહેતા માતા-પિતાને પણ કરી હતી પરંતુ એ વખતે ચંદ્રિકાના મા બાપે તેને આવનારા સમયમાં બધું જ સારું થઈ જશે અને વિમલ સુધરી જશે તેવું કહીને સાસરે જ રહેવા માટે જણાવ્યું હતું..

જ્યારે પણ ચંદ્રિકા આ વાતની જાણકારી તેના વડીલ સાસુ સસરાને કહેતી કે, વિમલ દારૂનો નશો કરીને ઘરે આવી રહ્યા છે અને તેઓ તેને ઢોર માર મારી રહ્યા છે. ત્યારે તેના વડીલ સાસુ સસરા ચંદ્રિકાનો પક્ષ લેવાને બદલે તેઓ તેમના દીકરાનો પક્ષ લેતા હતા, એવા સમયે ચંદ્રિકા બિલકુલ એકલી પડી જતી હતી..

પરંતુ એક દિવસ તેને એવું ભેજુ દોડાવ્યું હતું અને ખૂબ જ સાહસ દર્શાવીને એવું કારનામું કર્યું કે તેનો પતિ સીધો દોર થઈ જવા પામ્યો હતો. ચંદ્રિકાએ તેના વડીલ સાચો સસરાને વતાને મોકલી આપ્યા હતા અને ત્યારબાદ એક દિવસ સાંજના સમયે જ્યારે વિમલ દારૂનો નશો કરીને ઘરે આવ્યો અને તેની પત્નીને મારજુડ કરીને કહેવા લાગ્યો હતો કે, તારા જેવી તો 17 આવશે અને જશે..

તારે આ ઘરની અંદર રહેવું હોય તો રહેજે, મારે તારી કોઈ જરૂરિયાત નથી. જો તારી આ ઘરમાં રહેવું હોય તો નોકરાણીની જેમ કામ કરવું પડશે અને હું જેમ કહું તેમજ કરવું પડશે, આવા શબ્દો સાંભળતાની સાથે જ ચંદ્રિકા સમજી ચૂકી હતી કે હવે આ ઘરની અંદર રહેવાની તેની તમામ સહનશક્તિઓ પૂરી થઈ ગઈ હતી..

તેની તમામ સ્વતંત્રતા છીનવાઈ ચૂકી હતી, ત્યારબાદ તેણે તેની તેના પતિને બંને હાથો બાંધી દીધા હતા અને પગ પણ બાંધીને તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું, સોસાયટીના દરેક લોકોની સામે તેણે વિમલને ઢોર મારે માર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે રોજબરોજની હેરાન ગતિથી કંટાળી જઈને તેણે વિમલ ને ઢોર માર્યો છે..

આ ઘટનાને લઈને તેણે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી નાખી હતી, એ વખતે વિમલ ચંદ્રિકાની સામે હાથ જોડીને તેની માફી માંગવા લાગ્યો હતો કે, મહેરબાની કરીને તેને માફ કરી દે કારણ કે આજ પછી તે ક્યારેય પણ દારૂનો નશો નહીં કરે, સોસાયટીના દરેક લોકોની સામે ચંદ્રિકાએ તેના પતિની ઇજ્જત આબરૂના તો ધજાગરા ઉડાડી દીધા હતા..

અને તેની અસલીયત સૌ કોઈ લોકોની સામે આવી જતાની સાથે જ તેનો પતિ સીધો દોર બની ગયો હતો, ચંદ્રિકાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, તેનો પતિ રોજબરોજ તેને હેરાન પરેશાન કરીને ઢોર માર મારી રહ્યો છે. ઘણી બધી વાર તે દારૂનો નશો કરીને ઘરે આવે છે. અને ત્યારબાદ મારપીટ કરવા લાગતો હતો. આ ઘટનાને લઈને પોલીસે વિમલને પૂછપરછ શરૂ કરી હતી કે, તે ક્યાંથી દારૂ જેવી ચીજ વસ્તુઓ મેળવી રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *