ટપ્પુ પેહલા બબીતા આ હીરો સાથે પ્રેમમાં પાગલ હતી, અચાનક થઈ ગયા છુટા – કારણ હતું ખુબ જ ચોંકાવનારૂ..

તારક મહેતા ક ઉલટા ચશ્માંની બબીતા અને ટપ્પુના પ્રેમ રીલેશન એ સૌ કોઈને ચોંકાવી દીધા છે. સૌ કોઈ એક જ વાતની ચર્ચા કરે છે કે બબીતા કરતા ટપ્પુ 9 વર્ષ નાનો છે તો આ મેળ કેવી રીતે પડ્યો હશે પરતું કેહવાય છે ને કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ટપ્પુ-બબીતાની વાતો ચર્ચા માં આવતા સોશિયલ મીડિયામાં મીમ્સ પણ બનવા લાગ્યા છે કે હવે અય્યર અને જેઠાલાલ નું શું થશે.?

બબીતાજી સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ હોઈ છે. હમણા જ તે એક વિવાદિત નિવેદન આપીને ફસાઈ ગઈ હતી. હવે તેના પ્રેમ રીલેશનની ચર્ચા ટ્રેન્ડ કરી રહી છે. ટપ્પુ (રાજ) તેનાથી 9 વર્ષ નાનો છે. બબીતા (મુન મુન) અને પ્પુ (રાજ) માંથી એક પણએ હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરતું મીડિયામાં તેની ચર્ચાઓ વેગ પકડી રહી છે.

ટપ્પુ પેહલા પણ બબીતા એક હીરો સાથે અફેરમાં હતી જેનું નામ વિનય જૈન છે. વિનયએ ટીવી સિરીયલના એક પ્રખ્યાત એક્ટર છે. વિનય જૈન સ્વાભિમાન, આંધી, ઇશ્ક સુભાન અલ્લાહ, દેખ તમાશા દેખા જેવા ટીવી શોમાં કામ કરી ચુક્યો છે.  મુનમુન દત્તા ટીવી અભિનેતા વિનય જૈન સાથે લગ્ન કરવાને લઇને સમાચારોમાં રહી છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનય અને મુનમુન તે દિવસોમાં ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા. તેમના એકસાથે દેખાવને કારણે, તેમના લગ્ન વિશે અફવાઓ ઉડવા લાગી.

એવું તો શું થયું કે બંને જુદા પડી ગયા : બબીતાના રીએકશન મુજબ આ બધી આફવા છે તેવું સાબિત કરવામાં આવ્યું હતું. જે અફવાઓ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી હતી તે અફવાઓ એકદમ પાયા વિહોણી છે તેવું લાગ્યું હતું. બબીતાએ તે પોતે હજુ સિંગલ છે તેવી જાહેરાત કરી હતી.

ટીવી શો તારક મહેતામાં બબીતા અને જેઠાલાલ વચ્ચે રોમેન્સ કોમેડી ચાલતી હોઈ છે. તેથી બબીતા એ જેઠાલાલનો ક્રશ છે તેવું ફેંસ સમજી રહ્યા છે. પરતું હકીકતમાં તો જેઠાલાલ કરતા એનો દીકરો ટપ્પુ સવાયો નીકળ્યો. વાસ્તવિક જીવનમાં મુન મુનના ફેન્સની સંખ્યા લાખોમાં છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે. હાલ તે એક ખુબ સુરત મોડેલના લીસ્ટ માં સામેલ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment